બેતાબ દિલકી તમન્ના
Share:FacebookX

બેતાબ દિલકી તમન્ના


       આસ્થા પોતાની રોકિંગ ચેર પર બેઠી હતી માથું ઢળેલું તેની આંખો બંધ હતી. આંખો બંધ હતી તેમ છતાં ખૂબ જ સુંદર ભાસી રહી હતી તેની આંખો કમળની પાંદડીઓની માફક લાંબી અને મરોડદાર હતી. તેની ઉંમર 35 વર્ષને વટાવી ગઈ હતી તેમ છતાં શરીરના દરેક અંગો હજુ એક કામણગારી નાર જેવા નમણા અને નાજુક હતા. તેના વાળ ખુરશીના પાછળના ભાગેથી લટકતા હતા જે કમર સુધી લાંબા હતા. તેનો આખું શરીર સફેદ રંગની સાટીનની સાડી વડે ઢંકાયેલું હતું. શરીર પર વધારે કોઈ શણગાર ન હતો તેમ છતાં તે આ ઉંમરે પણ એક નવી દુલ્હન કરતાં પણ વધારે સુંદર લાગી રહી હતી. બાજુમાં ટેબલ પર પડેલાં રેડીયામાં જુના ગીતો નો દોર ચાલુ હતો. એક સોંગ વાગી રહ્યું હતું તેની કડીઓ કંઈક આવી હતી. ” બેતાબ દિલ કી તમન્ના યહી હૈ. ” આ ગીતનાં શબ્દો કાને સાંભળતા જ બંધ આંખોમાં એક સપનું આવવા લાગ્યું. તેની 15 વર્ષ પહેલાની યાદો ફરીથી એકવાર આંખો સામે રમવા લાગી.

આમ તો આસ્થાના મા બાપ જીવતા હતા તેમ છતાં તે અનાથ હોય તેવું જ જીવન ગાળતી હતી કારણ કે તે જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે જ તેની માતા મૃત્યુ પામી હતી તેના પિતાએ બીજા લગ્ન કર્યા અને બીજી માં એની સ્ટેપ માતા હતી પરંતુ તે સગીમાં જેટલો પ્રેમ ન આપી શકે જ્યાં સુધી તેના પિતા ઘરે હોય ત્યાં સુધી આસ્થાને આંખો પર બેસાડીને રાખતી જ્યાં તેના આસ્થાના પિતાએ ઘરની બહાર પગ મૂક્યો કે તેની માતા સોતેલીમાં હોવાના બધા જ નિયમો આસ્થા પર લાગુ પાડતી. એવામાં તેની નવી માએ એક દીકરીને જન્મ આપ્યો. એટલે  જેટલું  હતું એ માન સન્માન પણ આસ્થા પરથી ગયું.

        ધીમે ધીમે માન અપમાન સહેતી આસ્થા મોટી થવા લાગી તે ભણવામાં તો હોશિયાર હતી જ પરંતુ સુંદરતામાં પણ એટલી જ અવ્વલ હતી. તેની નવી માં થોડી સાવલી હતી જેના કારણે તેની નાની બહેન એટલી બધી સુંદર દેખાતી ન હતી જેના કારણે તેની નવી માને વધારે ઈર્ષા રહેતી.એકવાર આસ્થાના પિતા પોતાના શહેરથી બીજા શહેર તરફ જઈ રહ્યા હતા ત્યારે હાઇવે પર તેમની ગાડીનું બીજી ગાડી સાથે એક્સિડન્ટ થયું જેના કારણે આસ્થાના પિતાને ખૂબ જ વાગ્યું હતું જેથી એમ્બ્યુલન્સ સાથે પોલીસની જીપ પણ ઘરે આવી હતી. એમ્બ્યુલન્સ તો આસ્થાના  પિતાને તેના ઘરે મૂકીને જતી રહી. ત્યાર પછી પોલીસ જીપ માંથી એક ગોરો ચટ્ટો, ખૂબ જ હેન્ડસમ  ડીસીપી  રુદ્ર બહાર આવ્યો તેણે આંખો પર ચશ્મા ચડાવ્યા હતા  અને તે આસ્થાના ઘરે અંદર ગયો અને તેણે આસ્થાના પિતા સાથે બનેલી ઘટના અંગે પૂછપરછ ચાલુ કરી ત્યારે આસ્થા પાણીનો ગ્લાસ લઈને બહાર આવી અને તેણે ડીસીપીના હાથમાં આપ્યો. રુદ્ર એ આસ્થા તરફ નજર નાખી તો તેની નજર આસ્થા પર જ રહી ગઈ અને પાણીનો ગ્લાસ હાથમાંથી છટકી ગયો તેમ છતાં રુદ્ર ની નજર આસ્થા પરથી હટતી ન હતી તે આસ્થાની સુંદરતા પર મોહી ગયો હતો. આસ્થા બીજીવાર પાણીનો ગ્લાસ લઈને આવી અને નીચે ટાઇલ્સ પર ઢોળાયેલા પાણીને સાફ કર્યું. પરંતુ રુદ્ર ની ધ્યાન હજુ પણ આસ્થાની સાદગી પર જ હતું. આસ્થા ના પિતાની થોડી ઘણી પૂછપરછ કર્યા બાદ તે ત્યાંથી નીકળી ગયો પરંતુ તે નીકળ્યો ત્યારે એકલો નીકળ્યો ન હતો તેની સાથે તે આસાની સાદી ભરી અને ઘેલછા વાળી યાદોને લઈને નીકળ્યો હતો.

         ત્યાર પછી તે ઘણા દિવસો સુધી આ સ્થાને કોલેજમાં ફોલો કરતો રહ્યો અને આસ્થાને પણ તે વાતની જાણ થઈ ગઈ હતી તે પણ જાણતી હતી કે તે ઇન્સ્પેક્ટર વારંવાર તેની નજરોની સામે આવી રહ્યો છે. એકવાર આસ્થા સામેથી રુદ્રની પાસે ગઈ અને તેણે તેને ફોલો કરવાનું કારણ પૂછ્યું ત્યારે રુદ્ર એ પણ સહજતાથી તેનાં પ્રેમને આશા સામે દર્શાવી દીધો. જોકે આસ્થા એ પણ તેના પ્રેમને સ્વીકાર કરી લીધો કારણ કે તે પણ કોઈ તેના મનના ખૂણામાં રુદ્રને ચાહવા લાગી હતી અને આટલા દિવસોમાં તો તે રુદ્ર પર મોહવા લાગી હતી. પરંતુ તકલીફ એ વાતની હતી કે આસ્થા એને પોતાના ઘરે આ બાબત વિશે જણાવવું તો કેમ જણાવવું કારણ કે તે સારી રીતે જાણતી હતી કે તેની વાત કોઈ નહીં સમજે. આસ્થા અને દૂધ વચ્ચે આ પ્રેમ પ્રકરણ લગભગ દોઢેક વર્ષે રહ્યું હવે આસ્થાની કોલેજ  પૂર્ણ થવા આવી હતી. તેઓ બંને એકબીજાને ખૂબ જ ચાહતા હતા પરંતુ આસ્થાના ઘરવાળા માને તેમ ન હતાં. આસ્થા એ હિંમત કરીને ઘરે તેના પિતાને વાત પણ કરી પરંતુ તેના પિતાએ તેની નવીમાંના બેહક આવવામાં આવીને આસ્થાને જ ખોટી સાબિત કરી દીધી અને તેના જેવા પણ તેના ગાલ પર એક તમાચો મળ્યો. આસ્થાનું ઘરની બહાર આવવા જવાનું બંધ કરાવી દીધું અને તેની નાની બહેન 24 કલાક તેનું ધ્યાન રાખતી. પરંતુ રુદ્ર આ બધી બાબતને કળી ગયો હતો તેને આ વાતની જાણ થઈ ચૂકી હતી. તેણે પણ આસ્થાના માતા પિતાને સમજાવવાની કોશિશ કરી પરંતુ તેને પણ જવાબમાં ધમકી જ મળી. આખરે આસ્થા એ કોઈપણ રીતે રુદ્ર સુધી એક લેટર પહોંચાડ્યો અને તેમાં તેણે ખુદને ઘરેથી ભગાડી જવાની વાત કહી. પરંતુ રુદ્ર એ પણ વળતો જવાબ લેટરમાં જ આપ્યો અને તેને આવું કરવાની ના પાડી તે ચાહતો હતો કે તે બધાની મરજીથી જ લગ્ન કરે પરંતુ આસ્થા જાણતી હતી કે તેની ભાવના કોઈ સમજી શકશે નહિ અને આમ પણ તે હવે મેણા ટોણા થી થાકી ચૂકી હતી એટલા માટે ખુદે જ ઘરેથી નાસી જવાનો વિચાર કર્યો. અને પાછળ એક કાગળ પણ મૂકીને ગઈ જેમાં તેણે પોતાની મરજીથી ઘર છોડ્યું હોવાનું જણાવી દીધું. તે ભાગીને સીધી રુદ્ર પાસે ગઈ ત્યારે રુદ્ર એ પણ તેને ઘણી સમજાવી પરંતુ આસ્થા એકની બે ન થઈ અને તે ઘરે ફરીથી ન ગઈ.

        થોડાક દિવસ પછી રુદ્ર અને આસ્થા એ લગ્ન કરી લીધા રુદ્રનો પરિવાર આ લગ્નથી ખુશ જ હતો. રુદ્ર તેના મા બાપનો એક નો એક દીકરો હતો. જેમાં આજ સુધી આસ્થાને પોતાના ઘરે ન મળ્યું હતું તે તેને સાસરે આવીને ખૂબ જ મળવા લાગ્યું તેના સાસુ અને સસરા તેને દીકરીની માફક સાચવતા હતા અને આસ્થા પણ તેનું એટલું જ માન રાખતી રુદ્ર અને આસ્થા પણ એકબીજાને ખૂબ જ ચાહતા હતા એક વર્ષ પછી આસ્થાએ એક દીકરાને જન્મ આપ્યો ત્યાર પછીના બે ચાર વર્ષ બાદ ફરીથી તેણે એક દીકરીને જન્મ આપ્યો આસ્થા અને રુદ્રનો પરિવાર સંપૂર્ણ થઈ ગયો અને પરિવારમાં બધા ખૂબ ખુશ ખુશાલ હતા. લગ્નને ઘણો સમય થઈ ગયો હતો તેમ છતાં રુદ્ર અને આસ્થાના પ્રેમમાં કોઈ ફર્ક ન હતો તેઓ હજુ પણ એકબીજાને ખૂબ જ ચાહતા હતા.

       એકવાર રુદ્ર ને એક મોટા આંતકવાદીણે પકડવાનાં મિશન માટે દિલ્હી જવાનું થયું જ્યાં આંતકવાદીઓ સાથે મોટી જંગ થવાની હતી તેથી રુદ્ર તેની ડ્યુટી પૂર્ણ કરવા માટે દિલ્હી જવા રવાના થયો જ્યાં આતંકવાદીઓ સાથે ખૂબ જ મોટી જંગ થઈ જેમાં આર્મી એ અને પોલીસે સફળતા મેળવી રુદ્રા નો ફોન ઘરે આવ્યો અને તે બે દિવસમાં પરત ફરશે તેવું જણાવ્યું. રુદ્ર જ્યારથી જમવા ગયો હતો ત્યારથી બધાના શ્વાસો ઉપર હતા. કારણકે તેમાં શું થાય તે કોઈને ખબર હતી નહીં પરંતુ જ્યારે તેનો પાછો ફરવાનો કોલ આવ્યો ત્યારે બધા  ખુશ થઈ ગયા. બે દિવસ પછી રુદ્રની પરત ફરવાની ફ્લાઈટ હતી.

        ઘરે પાછા ફરવા માટે બે દિવસ પછી રુદ્રની ફ્લાઈટની સફર ચાલુ થઈ પરંતુ જેવી લાઇટે લેન્ડિંગ કર્યું કે બદલાની ભાવનાથી આંતકવાદીઓએ એરપોર્ટ પર હુમલો કરી દીધો અને રુદ્ર જે ફ્લાઈટમાં હતો તે ફ્લાઈટમાં બોમ્બ મારો કર્યો તે સમયે ફ્લાઈટમાં જેટલા પેસેન્જર હતા તે બધા જ તે હા દશામાં મૃત્યુ પામ્યા જેમાં એક નામ રુદ્રનું પણ હતું. આખરે જીવતો જાગતો રુદ્ર પરત ફરવાનો હતો તેના બદલે રુદ્ર ની લાશ તિરંગાના કફન સાથે ઘરે આવી.

        ત્યારે ગીતના સુર પૂર્ણ થયા અને અચાનક જ આસ્થાની આંખો પણ ખુલી ગઈ.

Share:FacebookX
Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.