My book, my story
Share:FacebookX

My book, my story

         વાત છે આખરે 17-18 વર્ષ પહેલાંની તે સમય હાલના જેવો ન હતો. હાલ તો છોકરીઓ સાથે થતા ગુનાઓ તે સમય કરતાં થોડા ઘટ્યા છે પરંતુ તે સમય કરતાં વધારે ભયંકર પણ બન્યા છે. અને તે સમયે પણ કોઈ છોકરી સેફ ન હતી જોકે આજે કાલ ટેકનોલોજી વધારે વધી છે એટલા માટે ગુનેગારોને પકડવા થોડા તે સમય કરતાં ઇઝી બન્યું છે. પરંતુ ત્યારે પણ છોકરી સાથે છેડછાડ તેને જબરજસ્તી પ્રેમમાં જોડાવા માટે માનસિક દબાણ આ બધું તો ચાલતું જ હતું.

      હું ત્યારે બાર વર્ષની હતી. ત્યારે ગણેશ ઉત્સવના દિવસો ચાલી રહ્યા હતા. આજકાલ તો તેનું મહત્વ ઘણું ઘટ્યું છે કેમ કે શેરીએ શેરીએ ગણપતિની પૂજા કરવામાં આવે છે પરંતુ એ વખતે તો બે ત્રણ શેરીઓ વચ્ચે મોટો ચોક પડે ત્યાં મોટા ગણપતિ મુકવામાં આવતા એટલા માટે ત્યારે લોકોમાં ગણપતિ જોવા જવાનું પણ વધારે પડતું હતું. હું પણ નાની હતી એટલે વધારે પડતી તો ભાન નહોતી પડતી એકવાર હું મારા નાના ભાઈ બેન અને અમારી બાજુના મકાનમાં રહેતા છ વર્ષના છોકરાને લઈને અમે બધા ગણપતિ જોવા માટે ગયા જો કે હું ઘરેથી પરમિશન લઈને ગઈ હતી. ત્યારે મમ્મીએ કહ્યું હતું કે વધારે આગળ ન જતાં એટલા માટે અમે માત્ર મારી સ્કૂલ સુધી રસ્તામાં જેટલા ગણપતિ હોય ત્યાં દર્શન કરવા ગયા. અમે લોકો રસ્તામાં આવતા દરેક ચોકે ગણપતિ જોતા અને મજા કરતા હતા. મારી સ્કૂલ આવી ગઈ ત્યાંથી અમે લોકો પાછા ફર્યા રસ્તામાં અમે વાતો કરતા કરતા ચાલી રહ્યા હતા અને હું બધામાં સૌથી મોટી હતી એટલા માટે હું ત્રણેયના હાથ પકડીને ચાલી રહી હતી જ્યારે અમે અધ વચ્ચે પહોંચ્યા ત્યારે હું મારા ભાઈ બહેનને કહી રહી હતી કે, ” તમે દરરોજ મારી સાથે આવજો. આપણે દરરોજ ગણપતિ જોવા જઈશું. ” આવી તો હું ઘણી બધી વાતો કરી રહી હતી થોડીવાર પછી મને ભાન થયું કે મારી આ વાતોને અમારી પાછળ આવતી કોઈ વ્યક્તિ સાંભળી રહી છે તે વ્યક્તિનું આટલું ધ્યાન દઈને અમારી વાતોને સાંભળવું મને થોડું અજીબ લાગ્યું એટલા માટે મેં પાછળ ફરીને તે વ્યક્તિને જોઈ જોકે અંધારું હતું એટલે મેં તે ચહેરો સ્ટ્રીટ લાઇટમાં જોયો હતો પરંતુ જે ચહેરો મને યાદ રહી ગયો કારણકે અમે જ્યાં ગણપતિ જોવા ગયા હતા ત્યાં ત્યાં મેં એ ચેહરાને જોયો હતો ત્યારે મને લાગ્યું કે આ વ્યક્તિ પણ અમારી જેમ ગણપતિ જોવા માટે આવ્યો હશે પરંતુ મને શું એવી ભાન હતી કે તે વ્યક્તિ અમારો પીછો કરી રહ્યો છે અને આ બધી વાતની મને ભાન થતાં જ હૃદયમાં કંપન થવા લાગ્યો કારણકે તે સમયે હું ઘણી નાની હતી એટલે ડર લાગવો સ્વાભાવિક હતો. જો હાલ જેટલી ઉંમર હોત તો એને હું પાછળ ફરીને જવાબ આપી દેત અને કદાચ ગાલ પણ લાલ કરી દેત હૃદયના ધબકારા વધ્યા જ જતા હતા અને હું બધાને ઉતાવળે ચાલવાનું કહીને ભાગવા લાગી. મારા ભાઈ બહેન અને બાજુમાં રહેલો છોકરો એ બધા નાના હતા એટલા માટે હું તેમને છોડીને પણ જઈ શકું તેમ હતી નહીં અમે ઉતાવળે ચાલતા ચાલતા ઘરની નજીક પહોંચવા આવ્યા અને ફટાફટ હું રસ્તો ક્રોસ કરીને ઘરના પગથીયા જ ચડી ગઈ. અને બારીની એક તિરાડ માંથી રસ્તા પર જોવા લાગી પરંતુ તે વ્યક્તિ ગાયબ થઈ ચૂકી હતી. મનમાં થોડો હાશકારો થયો અને બે ત્રણ કલાકમાં હું એ વાતને ભૂલી ગઈ મને તો મનમાં પણ ન હતું અને બીજે દિવસે સવારે શાળાએ ગઈ ત્યાંથી આવીને બપોર વચ્ચે એક વાગ્યે હું ટ્યુશન જવા માટે નીકળી ત્યારે મને ફરીથી કોઈ પાછળ આવતું હોય તેવો અહેસાસ થયો એટલા માટે મેં ફરીથી પાછળ ફરીને જોયું તો તે ગઈકાલે રાત્રે અંધારામાં જોયેલો ચહેરો જ હતો. હું ખૂબ જ ડરી ગઈ અને ફિટ મુઠ્ઠી વાળીને ટ્યુશન તરફ ભગવા લાગી. પાંચ મિનિટ સુધી કંઈ પણ જોયા વગર હું ભાગતી જ રહી અને ગઈકાલ રાતની જેમ હું ફરીથી ટ્યુશનની સીડીઓ ચડી ગઈ અને ક્લાસમાં જઈને હાંફવા લાગી. આંખોમાં આંસુના ઝળઝળીયા આવી ગયા હતા પરંતુ કોઈ મને જુએ તે પહેલા મેં ખુદને સંભાળી લીધી મારા અંતર મનમાં એટલો ડર હતો કે આ વાત હું કોઈને કહી શકી નહીં ટ્યુશન છૂટ્યા પછી હું મારા મિત્રો સાથે ટોળામાં જ ચાલતી હતી અને આસપાસ નજર રાખતી હતી કે તે વ્યક્તિ મારો પીછો તો નથી કરી રહ્યો ને પરંતુ કોઈ વાંધો પડ્યો નહીં હું તે દિવસે ઘરમાં જ પુરાઈ રહી. સવારે શાળાએ એકલા જવાનો ડર લાગતો હતો એટલા માટે મેં મમ્મીને મુકવા આવવા માટે જીદ કરી પરંતુ મમ્મી કહેવા લાગી કે, “આમ તો દરરોજ એકલી ચાલી જાય છે હું સાથે આવવાનું કહું તો આવવા પણ દેતી નથી અને આજે વળી તને શું થયું.” એટલે મેં મમ્મીને સાથે લઈ જવાની વાત ટાળી દીધી અને ડરતા ડરતા શાળાએ પહોંચી જો કે શાળા કે ટ્યુશન વધારે દૂર નહોતા એટલા માટે કોઈ વાંધો આવ્યો નહીં પરંતુ તે દિવસે બપોરે ફરીથી એ જ ઘટના બની ટ્યુશન જતા વખતે તે વ્યક્તિ ફરીથી મારો પીછો કરી રહ્યો હતો હવે તો મારા મનમાં ખૂબ જ ડર લાગતો હતો પરંતુ મેં મન મક્કમ કરી લીધું અને ત્યાંથી હું રોડ ક્રોસ કરીને તે વ્યક્તિને ખબર ન પડે તે રીતે ઘરે પાછી ફરી અને ઘરે જઈને મેં એક જ શ્વાસે તે ગણપતિની રાતથી બનેલી ઘટનાથી લઈને અત્યારે સુધીની મમ્મીને બધી વાત કહી દીધી. મારી મમ્મી ખૂબ જ ગુસ્સામાં આવી ગઈ અને તે મને ટ્યુશનમાં મુકવા માટે સાથે આવી અને રસ્તા પર બધે જ નજર ફેરવતી જાય અને દુકાને દુકાને બધાને એ વ્યક્તિ વિશે વાત પૂછતી જતી હતી  અને ત્યારે બન્યું એવું કે તે વ્યક્તિ હાથમાં જ ન આવી ત્યાર પછી લગભગ 15 દિવસ સુધી મારી મમ્મી મને શાળાએ અને ટ્યુશન લેવા મુકવા માટે આવતી હતી. કદાચ તે વ્યક્તિ પણ મારી મમ્મીના ડરના કારણે મારો રસ્તો છોડીને ભાગી ગઈ હશે. તે વ્યક્તિએ સતત બે દિવસ સુધી મારો પીછો કર્યો પરંતુ મારા મનમાં એટલો ડર બેસી ગયો હતો કે હું ઘરે કોઈને આ વાત જણાવી શકી નહીં. પરંતુ હું ઈશ્વરનો એટલો પાડ માનું છું કે તેમણે મને એટલી તો હિંમત આપી કે હું ઘરે વાત કરી શકી. આજે છોકરીઓની સેફટી ખુદના હાથમાં જ છે. તેમને આવી પરિસ્થિતિઓનો સામનો કરવાનો શીખવાડો અને નાની હોય ત્યારે કોઈ પણ બાબતે ગભરાયા વગર ઘરે બધી જ વાત કરવાનું શીખવાડો. જો દીકરી સુરક્ષિત રહેશે તો જ આપણો દેશ પણ સુરક્ષિત રહેશે.

halfdream….. sapna

Share:FacebookX
Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.