અપૂર્વ નો ઝરણા પ્રત્યેનું વ્યવહાર તે ઘટના બન્યા બાદ સંપૂર્ણ બદલાઈ ચૂક્યો હતો અપૂર્વમાં આજે પરિવર્તન આવશે કાલે,પરિવર્તન આવશે તેવીરીતે મનને સાંત્વના આપતી ઝરણા ખુદને સંભાળી રહી હતી.તેમાં એક દિવસ ઝરણાં રસોડામાં કામ કરી રહી હતી અને અચાનક તેનાં આખા શરીર પર પરસેવો વળી ગયો અને તે બેહોશ થઈને નીચે પડી ગઈ. તેના સાસુ અને સસરા બંને ગભરાઈ ગયા તે સવારે જ હતી અને અપૂર્વ પણ ઘરે જ હતો પરંતુ ઝરણાની આવી હાલતી તેના પેટમાં પાણી પણ ન હાલ્યું તેમ છતાં તેના મા બાપને ખબર ન પડે એટલા માટે ખોટી સાંત્વના આપતો રહ્યો અને ઝરણાના સસરાએ ડોક્ટરને ફોન કર્યો. ડોક્ટરે રૂટીન ચેકઅપ કરીને બધાને ખુશ ખબર આપી કે ઝરણામાં બનવાની છે. તેના સાસુ સસરા ની તો ખુશીઓનો પાર જ ન રહ્યો તેઓ આનંદથી નાચવા લાગ્યા. પરંતુ કેમ ન જાણે અપૂર્વના ચહેરા પરના ભાવો કંઈક અલગ જ કહી રહ્યા હતા. તે એક તો પહેલેથી જ ઝરણાથી વીમો હતો અને આ સમાચાર સાંભળીને તે વધારે ઊંડી વિમુખતામાં ઉતરી ગયો. માત્ર બહાર દેખાવ પૂરતું હાસ્ય છલકાવતો હતો પરંતુ તેના મનમાં તો કોઈક બીજી જ વાત હતી. થોડીવાર પછી ઝરણાં હોશમાં આવી ત્યારે તેને હકીકતની ખબર પડી. આ વાતની ખબર પડતા જ ઝરણા ચોકી ગઈ જોકે તે મનમાં તો બધી જ વાત જાણતી જ હતી પરંતુ ડર તેને અપૂર્વનો લાગ્યો. તેમ છતાં તે આવા કાંટાળા માર્ગ પર અપૂર્વક ની સાથી બનીને ચાલવા તૈયાર હતી અને તે પીસાતી રહી અને અપૂર્વનો સાથ આપતી રહી પરંતુ અપૂર્વ તરફથી તેને ક્યારેય પણ સાંત્વના ન મળી આખરે પ્રેગ્નન્સી નો ભાર અને મગજના થાકને લીધે ઝરણા હવે મનથી ભાંગી ચૂકી હતી એક દિવસ મમ્મી પપ્પાને મળવાની બહુ ઈચ્છા થઈ છે તેમ કહીને તે ઘરેથી નીકળી ગઈ અને તે પોતાના ઘરે પહોંચી તેને જોઈને તેના મમ્મી પપ્પા ચોકી ગયા અને તેની મમ્મી કહેવા લાગ્યા કે, ” અરે ઝરણા બેટા આવી હાલતમાં તારે એકલી નહોતું આવવું જોઈતું. અપૂર્વ કુમાર ને કહેવાય ને એ મૂકી જાત. “
મમ્મીના આ શબ્દો સાંભળીને ઝરણાંથી રહેવાયું નહીં. તેની આંખોમાં આંસુઓ બહાર આવવા માટે તત્પર થઈ ગયા પરંતુ કોઈને તે દેખાય નહીં એટલા માટે ઝરણા કંઈપણ બોલ્યા વગર ઘરની અંદર તેના રૂમ તરફ જતી રહી.
એક દિવસ ગયો બે દિવસ ગયા અને આમ કરતાં કરતાં સમય વીતતો ગયો અને લગભગ એક અઠવાડિયા ઉપર સમય નીકળી ગયો. ઝરણાની મમ્મીને થોડો શક ગયો એટલા માટે તેણે ઝરણાને પાસે બોલાવીને પૂછ્યું કે, ” બેટા આટલો બધો સમય થઈ ગયો છે હવે તારે ઘરે નથી જવું. જો દીકરા તું અમારા માટે બહુ જ છે એવું કાંઈ નથી પરંતુ તારા લગ્ન થઈ ગયા છે અને હવે તું તો સાસરે જ સારી શોભે. શું તારા અને અપૂર્વ કુમાર વચ્ચે કંઈ થયું છે હું આવી ત્યારની જોઉં છું તું બહુ જ બદલી ગઈ છે. પહેલા તો તું આવી ન હતી તને શું થયું છે? “
મમ્મીના આટલા બધા એક સમટા પ્રશ્નોનો જવાબ આપવા માટે ઝરણા તત્પર ન હતી. તે ત્યાંથી ઝડપથી ઊભી થઈ ગઈ અને પોતાના રૂમ તરફ ચાલી ગઈ જેના કારણે તેની મમ્મીનો શક વધારે વધી ગયો. તેણે આ બાબત માટે અપૂર્વને ફોન કર્યો પરંતુ અપૂર્વના જવાબથી પણ ઝરણાની મમ્મીને કોઈ ખાસ સંતોષ મળ્યો નહીં ત્યારે તેણે આ વાત ઝરણાના પિતાને કહી અને ઝરણાના મમ્મી અને પપ્પા બંને ઝરણાને સમજાવવા લાગ્યા. ઝરણાને પણ સાચી પરિસ્થિતિનું ભાન થયું અને તે કંઈ પણ બોલ્યા વગર પોતાના સાસરે પાછી આવી ગઈ જોકે તેનું પાછા આવવાનું કોઈ મન હતું નહીં પરંતુ તે તેના મનની વાત તેના મમ્મી પપ્પાને કહી શકી નહીં. ધીરે ધીરે તે આવી રીતે દુઃખમાં અને દુઃખમાં દિવસો પસાર કરવા લાગી આખરે સાતમો મહિનો પૂર્ણ થવા આવ્યો અને તેના શ્રીમંત સંસ્કાર કરવામાં આવ્યા. હવે તો માતા-પિતાના ઘરે જવાનું બહાનું હતું અને તેને ફરીથી પાછો અહીંયા આવવા માટે લાંબા સમય સુધી કોઈ કહેવાનું પણ ન હતું. તેના મનમાં એક નિરસ્ત શાંતિ થઈ પરંતુ આટલા લાંબા સમય નો ડૂમો ગળે ભરાયો હતો તેમ છતાં તે હાર માનવા માંગતી ન હતી તેનો વિશ્વાસ આજે પણ દ્રઢ હતો કે અપૂર્વ ક્યારેક તેની તરફ વળશે તેના સંબંધોને સુધારવાની શરૂઆત કરવા માટે ઝરણાં એ એકવાર અપૂર્વ ને કોલ કર્યો જણાય એ ઘણા બધા કોલ કર્યા પરંતુ અપૂર્વ તેના ફોનનો કોઈ જવાબ આપી રહ્યો હતો નહીં. આખરે તે ઝરણાનો એક કોલ રીસીવ કરવા માટે તત્પર થઈ ગયો અને તેણે ફોન રિસીવ કર્યો ત્યારે તેણે સામે ઝણાનો અવાજ સાંભળ્યો પરંતુ તે કંઈ બોલવા માંગતો ન હતો તે તેમ છતાં માણસના મનમાં કેટલીક વાતો રહે આખરે તેના મનની હકીકત હોઠો પર આવી જ ગઈ અને તેણે ઝરણાને કહ્યું કે, ” મારી વાત સાંભળી લે સીમલામાં જે કાંઈ ઘટના ઘટી તે બાબત હું ફરીથી દોહરાવવા માંગતો નથી પરંતુ ત્યારબાદ મને તારા વિશે કોઈ લાગણી નથી. એટલા બધા ચૂથાયેલા હાડમાંસ હું સ્વીકાર કરું તેવી મારામાં તો શક્તિ નથી અને આ આવનાર બાળક પણ મારું નથી તે મને ચોક્કસ ખાતરી છે પણ કદાચ આગળ તને હું સ્વીકાર નહીં કરી શકું. ” આટલું કહીને તેણે ફોન કટ કરી નાખ્યો અને સામે ઝરણા પણ આઘાતના મારે મનથી સળગી ઊઠી.
આખરે ઝરણાએ મનમાં એક વિચાર કરી લીધો. તે તેના કબાટ પાસે ગઈ અને તેણે કોઈક વસ્તુ હાથમાં લીધી અને તેના પર્સમાં મૂકી અને તે પર્સ લઈને કોઈને પણ કહ્યા વગર નીકળી ગઈ થોડીવાર પછી તે ઘરે પાછી ફરી ધીરે ધીરે પંદરેક દિવસ નીકળી ગયા.
એક દિવસ ઝરણાને અચાનક લેબરપેઈન ચાલુ થઈ ગયું. તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી પરંતુ અપૂર્વક કામનું બહાનું કરીને તે હોસ્પિટલ જોવા માટે પણ ન આવ્યો આખરે ઝરણાં એ એક સુંદર બાળકીને જન્મ આપ્યો. ઝરણા હજુ વર્ષમાં આવી ન હતી એટલા માટે બધા બહાર લોબીમાં વેઇટ કરી રહ્યા હતા અને બાળકી ચરાના ખાટલાની બાજુમાં રહેલ ઘોડિયામાં ઊંઘતી હતી.
અડધી કલાક બાદ,
રૂમમાં અપૂર્વ,તેના માતા-પિતા, ઝરણાના માતા પિતા,અને તેની બહેન આકાંક્ષા બધા ઉભા હતા અપૂર્વના હાથમાં એક કાગળ હતો તે કાગળ વાંચીને તેની આંખોમાં આંસુ આવી ગયા અપૂર્વને આમ રડતો જોઈને તેની મમ્મીએ તેના હાથમાંથી કાગળ લઈ લીધો અને તે બધાની વચ્ચે વાંચવા લાગ્યા.
“હું ઝરણા સંપૂર્ણ મારા હોશમાં આ ચિઠ્ઠી લખી રહી છું બધા મને માફ કરી દેજો. આ દીકરીને આમ રજડતી મૂકીને જવાનો મારો કોઈ ઇરાદો નથી પરંતુ હું શું કરું હવે પરિસ્થિતિ મારા હાથમાં નથી અને અપૂર્વ મારો હાથ પકડવા માંગતા નથી. આખરે અપૂર્વ હું તમને પૂછવા માગું છું કે મારો તે દિવસે શું વાંક હતો જે કાંઈ ઘટના બની તેમાં મારી તો કોઈ ભૂલ ન હતી ને તેમ છતાં તમે મને આટલી મોટી સજા કેમ આપી? એ આઘાતનું દર્દ ઓછું હતું તેમાં હું પ્રેગનેટ થઈ ગઈ. હું મનથી જાણતી હતી કે આ બાળક તમારું જ છે. પરંતુ તમે તો તે ઘટનાની ઘડીઓને એટલી બધી મનમાં બેસાડી લીધી કે મારા સામું જોવા માટે પણ તૈયાર ન હતા જે દર્દ મેં સહન કર્યું છે તે મારી આ બાળકીને સહન ન કરવું પડે એટલા માટે મેં એક નિર્ણય કરી લીધો હતો તમને જાણીને દુઃખ થશે પરંતુ મેં બધાને જાણ બહાર આ બાળકીનો ડી.એન.એ ટેસ્ટ તમારી સાથે કરાવ્યો છે. જેના પરથી તમને પાકું સબૂત મળી જશે કે આ બાળકી તમારા અને મારા પ્રેમની જ નિશાની છે. શું તે બંનેની એક ઘટના પરથી તમે નક્કી કરી લીધું કે હું પ્રેગનેટ પણ તેના કારણે જ થઈ હોય શું આપણી વચ્ચે કોઈ પ્રેમ સંબંધ ન હતો? જે થયું તે હું આ રિપોર્ટ પણ હું આ ચિઠ્ઠીની સાથે જ મૂકીને જાઉં છું. સંતાનોના ક્યારેય પારખા ન કરવાના હોય પરંતુ ખબર નહીં તમારાથી આટલી મોટી ભૂલ કેમ થઈ ગઈ અને એક બીજી મોટી ભૂલ હું ફરીથી કરવા જઈ રહી છું આ બાળકીને હવે હું તમારા બધાના સહારે મૂકીને હું મારું જીવન સમાપ્ત કરી રહી છું. કારણકે હું તમારી નફરત સાથે હવે વધારે નહીં જીવી શકું.”
ઝરણાં
” અપૂર્વ…….આખરે ઝરણાએ ચિઠ્ઠીમાં આ બધું શું લખ્યું છે અમને તો કંઈ સમજ પડતી નથી હવે તું જ કહે આ બધું શું છે અને ઝરણાની આ હાલત કેમ?” અપૂર્વના મમ્મીએ અપૂર્વ નો હાથ પકડીને તેની સામે મોઢું ફેરવતા કહ્યું.
ત્યારબાદ અપૂર્વ એ સીમલામાં બનેલી સમગ્ર ઘટના જણાવી. ઝરણાની દુઃખ ભરેલી ચીઠી વાંચીને તેનું હૃદય પરિવર્તન થઈ ચૂક્યું હતું તેણે બાજુમાં ટેબલ પર પડેલો રિપોર્ટ ઉઠાવ્યો અને પરબીડિયું ખોલીને જોયું ત્યારે તેના હોશ ઉડી ગયા અને તે ચોધાર આંસુએ રડવા લાગ્યો કારણકે તેનો તેની બાળકી સાથેનો ડીએનએ રિપોર્ટ પોઝિટિવ હતો એટલે કે તે જ તેનો સગો બાપ હતો. તેણે પોતાની દીકરીને ઉઠાવી અને તેની સામે જોઈને હજુ કંઈ બોલવા જાય તે પહેલા આકાંક્ષા આગળ આવી અને તેણે અપૂર્વના હાથમાંથી તે બાળકીને છીનવી લીધી અને કહેવા લાગી કે, ” બસ હવે મારી બહેન તો દુઃખનાં માર્યા આ દુનિયા છોડીને ચાલી ગઈ. એક ઝરણાને તો હું કોઈ ચુકી છું હવે આ ઝરણાને હું ખોવા માંગતી નથી. તમે તમારી પત્ની સાથે જે કાંઈ પણ કર્યું તે ખૂબ જ ખરાબ હતું હવે હું આ ઝરણાને ફરીથી તમને સોંપીને ભૂલ નહીં થવા દઉં. મારે આ કાર્ય કરવા માટે કોઈની પરમિશનની જરૂર નથી. હું ઘણી સક્ષમ છું કે મારી બહેનની આ ઢીંગલીને હું સરળતાથી ઉછેરી લઈશ. ચાહે કોઈ મારો સાથ આપે કે ન આપે ” આટલું કહેતા આકાંક્ષા તે નાની બાળકીને લઈને રૂમની બહાર નીકળી ગઈ.
અપૂર્વના મમ્મી તેની પાછળ જવા લાગ્યા. એ સમયે અપૂર્વ એ તેની મમ્મીનો હાથ પકડીને રોકી લીધા અને કહેવા લાગ્યો કે, ” રહેવા દે મમ્મી મારા પાપોની કદાચ આજ સજા છે મારે મારી દીકરીથી દૂર રહેવાનું જ ભગવાને નક્કી કર્યું છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ આના સિવાય મારા માટે બીજી કોઈ મોટી સજા નહીં હોઈ શકે.”
સંપૂર્ણ
halfdream….. sapna