હરેક જગ્યાએ તમે ચા ની જ વાત કરો છો
ક્યારેક મજા લો કોફીની એટલા કેમ ડરો છો
મારી કોફી તો છે અદભુત
એકવાર લેશો તો ખોઈ બેસો શુદ્ધ બુદ્ધ
દરિયા કાંઠે બે પંખીડા વાતો કરે પ્રેમની
પણ બે સીપ કોફી વગર વાત આગળ જાય કેમની
મને કોફી બીન્સ ગમે, ગમે કોફીની ટકોર
પછી સમય ગમે તે હોય સવાર-સાંજ કે બપોર
જ્યારે રાત્રે ઊંઘ ના આવે ત્યારે ચા ની યાદ આવે
પણ મારી કોફી તો બધા નશા ભગાવે
halfdream….. sapna