એક નાનકડું પાંચ વર્ષનું જુનિયર કેજી નું બાળક તેની માતા પાસે આવીને ડ્રોઈંગ પેપર બતાવવા લાગ્યું. જેમાં પહેલીવાર હાથમાં પકડાયેલા અલગ અલગ રંગના મીણિયા કલર વડે બનાવેલા નાના નાના સર્કલો અને અમુક જગ્યાએ લીટાઓ કરેલા હતાં અને તેની કાલુડી ભાષામાં કહેવા લાગ્યું કે,” મમ્મા ડ્રોઈંગ….”
તેની મમ્મીએ કે કાલુડી ભાષા અને મલકતા હોઠો ને જવાબ આપ્યો, “અરે વાહ…. નંબરવન પેઇન્ટિંગ બનાવી છે મારા બચ્ચાએ.