આજે ગ્રીષ્મા અને ગિરીશના લગ્નને પાંચ વર્ષો પૂર્ણ થયા અને તેની એનિવર્સરીની પાર્ટી તેમના જ આલીશાન બંગલામાં રાખવામાં આવી હતી. પાંચમી વર્ષગાંઠ અને સાથે સાથે નવા બનાવેલા બંગલાનું વાસ્તુપૂજન પણ હતું. મહેમાનો તરીકે મોટી મોટી હસ્તીઓ ત્યાં હાજર હતી. ગિરીશ એક સફળ બિઝનેસમેન હતો. જ્યારે તેણે પોતાનો બિઝનેસ ચાલુ કર્યો ત્યારે તેની પાસે કશું જ ન હતું તેણે લોન લઈને પોતાનો ધંધો ચાલુ કર્યો હતો અને જોત જોતામાં પાંચ વર્ષમાં તેનો ધંધો ધમધોકાર ચાલવા માંડ્યો. બિઝનેસ એટલો જોરદાર ચાલ્યો કે તેની પાસે કરોડો રૂપિયાની પ્રોપર્ટી થઈ ગઈ. સદભાગ્યે કોઈના જ નસીબો એવા હોય છે કે જે તેને કરોડપતિ બનાવવા માટે જોર કરતું હોય છે અને પાંચ વર્ષના ટૂંકા ગાળામાં કરોડોનાં આસામી બનવું એ કંઈ સહેલી વાત નથી. જ્યારે ગ્રીષ્મા સાથે તેના લગ્ન થયા ત્યારે તેઓ ભાડાના મકાનમાં રહેતા હતાં. ભાડાનું મકાન તે સિવાય બીજી કોઈ પ્રોપર્ટી હતી નહીં તેમ છતાં ગ્રીષ્મા ગિરીશના પ્રેમમાં પડી હતી તેણે ગિરીશની પ્રોપર્ટી સામે ન જોયું તેણે માત્ર ગિરીશના સારા સંસ્કારો અને તેના ઘડતર ઉપર જ ધ્યાન આપ્યું. ગ્રીષ્માના પગલાં ઘરમાં પડતા જ ગિરીશનાં સદભાગ્યનું તાળું ખુલી ગયું અને તેણે નાનકડી લોન લઈને નાનકડો ધંધો ચાલુ કર્યો અને ધીમે ધીમે તે એટલો વિસ્તારવા લાગ્યો કે પાંચ વર્ષના ટૂંકા ગાળામાં તેણે ત્રણ કરોડનો બંગલો ઊભો કરી દીધો અને બીજી કરોડોની પ્રોપર્ટી પણ લઈ લીધી.
” અરે સાહેબ તમે તો કરોડપતિ બની ગયા આટલો આલીશાન બંગલો ગાડીઓ હવે તારે કેટલુંક ભેગું કરવું છે?એલા ગિરીશ. હવે થોડો અમારા માટે પણ થોભી જા. હવે તો મિત્રોને મળવાનો સમય કાઢ. આ ફોન આવ્યા ને ત્યારથી જ મિત્રોનું સર્કલ વિખાઈ ગયું નાનું એવું પણ કામ હોય કે કોલ કરી દેવાનો. ફોન જ ન હોત તો કરોડોપતિ ગિરીશ આપણને મળવા તો આવત. આ તો સારું થયું કે આજે મુહૂર્ત આવી જ ગયું નહીં તો મને તો એમ જ લાગતું હતું કે હવે ગિરીશ ને મળવા માટે અપોઇન્ટમેન્ટ લેવી પડશે.” ગિરીશના જ મિત્ર ગૌરવે બધા મિત્રોના ગ્રુપ સર્કલ વચ્ચે હસતાં હસતાં કહ્યું અને તેની વાત સાંભળીને સહુ કોઈ હસવા લાગ્યા. બાજુમાં ગ્રીષ્મા પણ ઉભી હતી.
” હવે બધા ઊભા રહીને વાતો પછી કરજો ચાલો હવે પૂજા નું મુહૂર્ત થઈ ગયું છે. ગોરમહારાજ બોલાવે છે. ” ત્યાં દૂરથી છણકો કરતાં આવતા ગિરીશના મમ્મી એ બધાને પોતાની તરફ ધ્યાન દોરતા કહ્યું.
” અરે વાહ… ભાવના કાકી આજે તો તમે હિરોઈન પણ પાછી પડે તેવા દેખાવ છો. જાણે એમ લાગે છે કે તમારા પગ તો જમીન પર પડતા જ નથી. ” ગૌરવ અને ગ્રીષ્માની વચ્ચે ઉભેલી ગૌરવની પત્ની રિદ્ધિ એ ગિરીશના મમ્મીને આવતા જોઈને કહ્યું અને બધા હસી પડ્યા.
” હવે જા જા બહુ વખાણ ન કર.. આ તો મારા દીકરા અને તેની વહુએ મને આવા દિવસો બતાવ્યા છે મને તો આશા પણ નહોતી કે અમે આવા પણ પાર પડીશું. જ્યારથી મારી ગ્રીષ્માના પગલા અમારા ઘરમાં પડ્યા છે ત્યારથી એક પણ દિવસ પણ પાછી પાની કરવાનો આવ્યો જ નથી. મારા તો સદભાગ્ય જાગી ગયા છે. ” બોલતા બોલતા જો ભાવનાબેનના આંખોમાં ઝળઝળીયા આવી ગયા.
ત્યારબાદ બધા પૂજા કરવા ગયા અને હવન પૂર્ણ થતા જ બીડું હોમાયુ પૂજા કાર્યક્રમ પૂર્ણ થયો અને વાસ્તુ પણ લેવાઈ ગયું. હવે પાર્ટીની મીજબાની શરૂ થવાની હતી. બધા સાંજનું ડિનર લેવા માટે બંગલાના આલિશાન ગાર્ડન તરફ ચાલવા લાગ્યા જ્યાં સાંજના ડિનરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જમી જમીને જેમ લોકો જતા જાય તેમ ગિરીશ બધાને આદરસહ રજા આપતો હતો. ધીરે ધીરે ડિનર પૂર્ણ થયું બધા મહેમાનો ચાલ્યા ગયા હવે જમવા માટે માત્ર ગિરીશ, ગ્રીષ્મા અને તેનું ફ્રેન્ડ સર્કલ બાકી રહ્યું હતું.
” અરે મોડું થઈ ગયું ને તમે લોકોએ શા માટે અમારી રાહ જોઈ? જમી લીધું હોત તો. ” ગ્રીષ્માએ ગિરીશના ફ્રેન્ડ સર્કલ નજીક આવીને કહ્યું.
” અરે ગ્રીષ્મા ભાભી એમાં મોડું કંઈ નથી થયું. અમે લોકો તો આજે નક્કી જ કરીને આવ્યા હતા કે આજે તો બધા ફ્રેન્ડ મળીને સાથે જ ડિનર કરીશું. આખરે લાંબા સમયગાળાના અણસાર પછી ફ્રેન્ડ સર્કલ આવી રીતે મળ્યું છે. ” ગૌરવ અને ગિરીશના એક મિત્ર ધર્મેશે કહ્યું.
” સારું હવે બધા વાતો જ કરશો કે પછી જમવા પણચાલશો. હવે મને બહુ ભૂખ લાગી છે.” ગિરીશ બધા મહેમાનોને રજા આપીને ફ્રેન્ડ સર્કલમાં વાતો કરતા બધા મિત્રો વચ્ચે આવીને કહ્યું.
ત્યાર પછી બધા મિત્રો ડિનર તરફ આગળ વધ્યા અને એક ટેબલ પર ગોઠવાયા. ત્યારે વેઇટર એક પછી એક આવવા લાગ્યા અને બધાને પીરસવા લાગ્યા. બધા મસ્તી કરતાં કરતાં સાથે ડિનર લઈ રહ્યા હતા.ડિનર તો માત્ર એક બહાનું હતું લાંબા ગાળા બાદ બધા મિત્રો મળ્યા હતા એટલે વાતોના ઝપાટા ખાવા કરતાં વધારે ચાલતા હતા. બધાએ ડિનર પૂર્ણ કર્યું. પરંતુ કોઈ ઉભા થઈને જવાનું નામ જ લેતા ન હતા અને બધાને મજા પણ આવતી હતી.
” હવે દિવાળી નજીક છે ગિરીશ આ દિવાળી પર તે શું પ્રોગ્રામ બનાવ્યો છે? જો તમારા લોકોની પાસે કોઈ પ્રોગ્રામ ન હોય તો મારી પાસે એક સજેશન છે. ધર્મેશે બધાની સામે જોતાં કહ્યું.
” પ્રોગ્રામ તો કંઈ બનાવ્યો નથી? જો તું કહે તો આપણે બધા લોકો એક સાથે જઈએ.”
” મારો વિચાર એવો છે કે આપણે કેમ્પિંગ માટે જવું. રાત્રે બોન ફાયર અને ઘણી બધી એક્ટિવિટીઝ ઘણી મજા આવશે આમ પણ આપણે કોલેજ ટાઇમે કેટલી મસ્તી કરતાં ચાલો આજે ફરી એકવાર કેમ્પિંગ માટે જઈએ. “
ત્રણેય મિત્રોના લગ્ન લવ મેરેજ જ હતા. અને તે છ એ છ એક સાથે એક જ કોલેજમાં અને એ પણ એક જ ક્લાસમાં ભણતા હતા. તેઓ સારા મિત્રો હતા અને એક પછી એકની મિત્રતા પ્રેમમાં પરિણમી ગઈ અને પ્રેમ લગ્નજીવનમાં બંધાઈ ગયો. પરંતુ કોલેજ પૂર્ણ થયા પછી બધા પોતપોતાના કામ ધંધામાં લાગી ગયા તેથી એકબીજાને મળવાનો સમય ખૂબ જ ઓછો હતો. તે સમયગાળા દરમિયાન લગભગ બે વર્ષના ટૂંક ગાળામાં જ ધર્મેશની પત્ની સંગીતા નું એક મોટા એકસીડન્ટમાં મૃત્યુ થયું. ત્યાર પછી ધર્મેશ અપરિણીત જ રહ્યો તેણે બીજા લગ્ન કર્યા નહીં.
પરંતુ ઘણા સમય પછી આવો દિવસ આવ્યો હતો કે તે મિત્રો ફરી એકવાર કોલેજ સમયની વાતો છેડી રહ્યા હતા.
” હા તારી વાત એકદમ સાચી છે. ઘણો લાંબો સમય થઈ ગયો આપણે બધા એક સાથે બહાર ગયાને. જવું તો છે પરંતુ જઈશું ક્યાં?” ધર્મેશ એ ઉતાવળા થઈને હાથની અદબ ટેબલ પર રાખતા કહ્યું.
” જો તમારી બધાની હા હોય તો મારી નજરમાં એક સરસ જગ્યા છે હમણાં થોડા સમય પહેલા જ મારો સાળો અને તેનું ફ્રેન્ડ સર્કલ ત્યાં જઈ આવ્યું છે. તેણે મને તે જગ્યા વિશે જણાવ્યું ત્યારથી મારી પણ ઈચ્છા હતી કે એક વાર તો ત્યાંની મુલાકાત લેવી. દિલ્હીમાં સોના રોડ પર કેમ્પિંગ સાઈડ આવેલી છે. આજુબાજુમાં અરવલ્લીની ટેકરીઓ અને મોટા ખેતરો છે. તે ગોરેગાંવ થી લગભગ 20 કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. જો તમારા બધાની ઈચ્છા હોય તો હું મારા સાળા સાથે વાત કરી લઉં અને આપણે તૈયારીઓ કરીએ.” ધર્મેશે , ગિરીશ અને ગૌરવની સામે જોઈને પૂછ્યું.
” આપણને તો બહુ ફાવશે પરંતુ જરા આ લેડીઝ લોકોને પણ પૂછી લો. તો રિદ્ધિ ભાભી ગ્રીષ્મા ભાભી શું કહેવું છે તમારું?”
” ના મને તો કોઈ વાંધો નથી તારું શું કહેવું છે રિદ્ધિ? “
” હું પણ રેડી જ છું. આખરે બહાર ફરવા જવાનો મોકો છોડાય ખરા? “
” ઓકે તો બધાનું ડન રહ્યું ને હું મારા સાળા સાથે વાત કરીને તમને કાલે જ કોલ પર વાત કરું? “
” સારુ તો પાકું રહ્યું તું જલ્દીથી જાણકારી લઈને અમને કોલ કર. અને બીજી વાત હવે મને લાગે છે કે આપણે ઘરે જવું જોઈએ મારે આવતીકાલની કોન્ફરન્સ છે એટલે સવારમાં પાછું વહેલું પણ જાગવાનું છે ” ધર્મેશે પોતાની બંને હાથની હથેળીઓ ટેબલ પરથી લઈને તેના માથાના પાછળના ભાગે રાખતા કહ્યું.
ત્યાર પછી બધા મિત્રો છૂટા પડ્યા. ત્યાર પછીના પંદર દિવસ બાદ નક્કી કર્યા પ્રમાણે કેમ્પિંગ માટે જવાનું નક્કી થયું. બધા સાથે જવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. આખરે એ સમય પણ આવી ગયો કે જ્યારે તે લોકો એક સાથે દિલ્હી જવા માટે એરપોર્ટ પર રવાના થયા. દિલ્હીથી લગભગ 50 કિલો મીટર જેટલું અંતર હતું. ધર્મેશે પહેલેથી જ ગાડી બુક કરાવી રાખી હતી એટલે તેઓ લોકો વહેલી સવારે દિલ્હી પહોંચ્યા ત્યાં સુધીમાં પોતાના સમય પ્રમાણે ટ્રાવેલિંગ એન્ડ ટુરની ગાડી આવી ચૂકી હતી. બધાએ પોતપોતાનો સામાન ગાડી પર મૂક્યો અને બધા ગાડી ની અંદર ગોઠવાયા. થોડાક જ સમયમાં તે લોકો ત્યાં કેમ્પિંગ સાઈડ પર પહોંચી ગયા હતાં. ડ્રાઇવર એ તે લોકોને મૂકીને રીટર્ન ચાલી ગઈ.તે લોકોનું ત્રણ કેમ્પનું બુકિંગ હતું તે રીતે તેઓને કેમ્પ આપવામાં આવ્યા અને બધા પોતપોતાનો સામાન્ય લઈને કેમ્પમાં ગોઠવાયા. ફ્રેશ થયા બાદ તે લોકોએ આખો દિવસ ઘણી એક્ટિવિટી કરી અને ઘણું રખડ્યા. ધીમે ધીમે રાત થતા ઠંડી પણ ખૂબ જ વધવા લાગી હતી એટલા માટે તે લોકોએ તેમની કેમ્પની નજીક જ બોન્ડ ફાયરની વ્યવસ્થા કરાવડાવી રાતનું ડિનર લેતા લેતા તે લોકોએ બોનફાયરની મજા લીધી પરંતુ ઠંડી એટલી બધી વધારે હતી કે ત્યાંથી ઊઠવાનું મન જ થઈ રહ્યું ન હતું બધા ત્યાં ફાયરની ફરતા જ બેઠા હતા અને આખા દિવસની એક્ટિવિટી અને પોતે કરેલી મજા વિશે વાતો કરી રહ્યા હતા. ધીમે ધીમે રાત વધી રહી હતી પરંતુ ઘણા સમય બાદ તે ફ્રેન્ડ્સ ભેગા થયા હતા એટલે વાતોમાં અને વાતોમાં કોઈ સમયની સૂચકતા જ ન રહી ત્યાં સામે કેમ્પિંગની કેન્ટીન બંધ થવા લાગી. ત્યારે ગૌરવે બધાની સામે જોઈને કહ્યું કે, ” કેન્ટીન બંધ થવા જઈ રહી છે અને રાત્રી પણ વધી છે અને સાથે સાથે ભૂખ પણ વધારે લાગી છે તે બંધ કરીને જતા રહે તે પહેલા હું આપણા માટે નાસ્તાનો બંદોબસ્ત કરીને આવું છું ત્યાર પછી તે કેન્ટીન તરફ ભાગે છે અને બંધ કરતાં માણસને રોકે છે તે બધા માટે નાસ્તાની વ્યવસ્થા કરાવડાવે છે અને સાથે સાથે ગરમાગરમ ચા પણ બનાવડાવે છે. સમય અવધી બહારનું કાર્ય હોવાથી તેના માટે તેને થોડા પૈસા પણ ચૂકવવા પડે છે પરંતુ રાત્રીનું નાસ્તાનું અને ચાનું કામ થઈ ગયું. ઠંડીના કારણે મોટાભાગના લોકો ઊંઘી ગયા હતા. એટલી વારમાં ગૌરવ ચા અને નાસ્તો લઈને આવે છે. ગ્રીષ્મા બધાને ચા અને નાસ્તો આપે છે ત્યારે ધર્મેશ કહે છે કે, ” ચાલો ભાભી હું પણ તમને થોડીક મદદ કરી દઉં.” તે પણ ગ્રીષ્માની મદદ કરે છે બધાને ચા અને નાસ્તો આપવા માટે.
બાજુમાં ઘણા કેમ્પ હતા અને સામે કેન્ટીન પણ હતી. બીજી તરફ ખળખળ નદી વહેતી હતી અને સામે ઊંચી ઊંચી ટેકરીઓ અને તેમાં જંગલ જ દેખાઈ આવતું હતું. એક બાજુ શાંતિ તો બીજી બાજુ ડર દેખાતો હતો આટલી ઠંડીમાં કેમ્પિંગ કરવામાં આજ તો મજા હોય છે. બધા મસ્તી ભરી વાતો અને ચા નાસ્તો કરી રહ્યા હતા ત્યારે ધર્મશે ગ્રીષ્માને પૂછ્યું કે, ” હમણાં બે મહિના પહેલા કંઈક તમારા ગામ વિશે વાત સાંભળી હતી પેલું પીપળાનું ઝાડ તેની જાતે જાતે સળગી ગયું અને બીજી ઘણી બધી વાત સાંભળી હતી.”
” હા મેં પણ ઘણું એવું સાંભળ્યું હતું. તેમાં એવું હતું કે, અમારા ગામના પાદરે એક મોટું પીપળાનું ઝાડ હતું. લોકોનું કહેવું હતું કે તે શ્રાપિત વૃક્ષ હતું તેના પર પ્રેતાત્માઓ વસ્તી હતી. રાત્રિના સમયે બધા ત્યાં જવાનું ટાળતા કેમકે ગામના લોકો ત્યાં જતાં ડરતા હતા હું પણ જ્યારે નાની હતી ત્યારે અમે લોકો ક્યારેક ક્યારેક ગામડે જતા ત્યારે ઘરના લોકો અમને રાત્રે ઘરમાંથી બહાર નીકળવા ન દેતા ત્યારે તો હું ઘણી નાની હતી એટલે આ બધી વસ્તુ સમજવા સક્ષમ ન હતી પરંતુ મેં આછી આછી આવી વાતો સાંભળી હતી હમણાં આ ઘટના બન્યા પછી જ મારા ગામદે રહેતા કાકા કાકી અહીંયા આવ્યા હતા અને તેમનું એવું કહેવું હતું કે, ગામ લોકોએ ભેગા મળીને કોઈ તાંત્રિક બાબા સાથે વિધિ કરાવડાવી જેમાં તે વૃક્ષ જાતે જાતે સળગી ઉઠ્યું હતું. “
” અરે તમે લોકો આવી વાતો ન કરો મને અહીંયા ડર લાગે છે એ તો અંધારું એમાં પણ જંગલ આવી વાતો કરવી હોય તો મારે અહીંયા નથી બેસવું મારે તો સુવા જવું છે. ” રિદ્ધિ ઉભી થઈને કહેવા લાગી.
” અરે બેસ ડરપોક એવી કોઈ વાત નથી કે જેનાથી ડર લાગી જાય અને બીજી વાત આવું ભૂત પ્રેત એવી કોઈ વસ્તુ હોતી જ નથી. ” ગૌરવે આટલી વાત કહી અને બધા હસવા લાગ્યા.
બધા લોકો હસવા લાગ્યા તેથી રિદ્ધિ ને થોડું ખોટું તો લાગ્યું પરંતુ બધાની સામે પોતાનો વટ બચાવવા માટે તે ત્યાં જ બેસી રહી. આવી વાતો કરતા કરતા ગિરીશે બીજી વાત છેડી.
” ભૂત પ્રેત તેઓ હોય કે નહીં તેની તો મને ખબર નથી પરંતુ અમારા ગામની એક વાત છે. અમારા ગામમાં એક એવા મેલીવિદ્યા વાળા ભાભા રહેતા હતા કે તેઓ ઉડતા પક્ષી ને પણ તેની મંત્રો શક્તિથી નીચે પાડી દેતા અને બિચારું પક્ષી તરફડિયા મારીને મરી જતું. આ બાપુ ઘણી મેલી વિદ્યા કરતો અને બધાને ભૂત પ્રેતની વાતોથી ડરાવ્યા કરતો જેના કારણે ગામ લોકો પરેશાન થઈ ગયા હતા. એકવાર બધા ગામવાળાઓએ ભેગા થઈને તેના ઘરને સળગાવી દીધું. ઘરમાં તે ભાભી અને ડોશી બે જ રહેતા. જ્યારે ગામવાળાઓ દ્વારા ઘર સળગાવવામાં આવ્યું ત્યારે ભાભો અંદર બેસીને મેલી વિદ્યા કરી રહ્યો હતો અને ડોશી બહાર ગામમાં ગઈ હતી જેના કારણે ભાભો મૃત્યુ પામ્યો. અને પછી લોકો કહેતા હતા કે તે ડોશી આવી અને તેણે ભાભાને મૃત જોયો પરંતુ તેઓની મેલી વિદ્યા એટલી સક્ષમ હતી કે ડોશીને તે ભાભો દેખાવા લાગ્યો તેનું શરીર રહ્યું ન હતું એટલા માટે તેણે પોતાની બધી જ વિદ્યાનું જ્ઞાન ડોશીમા ઠાલવી દીધું. જ્યારે ડોશી આવી ત્યારે ડોશીની આંખો લાલ ઘૂમ હતી અને તેના કમર સુધી વાળ લટકતા હતા. જોકે થોડા સમય પછી તો તે પણ મરી ગઈ પરંતુ કહેવાય છે કે આજકાલ હજુ પણ અમારા ગામમાં તે ડોશી ડાકણ બનીને ફરે છે. આવા મેલી વિદ્યા વાળાઓની શક્તિ હંમેશા રાત્રે જ વધતી હોય છે તેથી લોકો આજે પણ અમારા ગામમાં રાત્રે એકલા બહાર નીકળતા નથી. “
” હવે બધાએ પોતપોતાના ગામની વાત છેડી છે તો હું પણ એક વાત કહું, આ વાત મારા ગામડાની તો નથી પરંતુ જ્યારે મારા અને ગૌરવના લગ્ન પણ નહોતા થયા અમે એકબીજાને ઓળખતા પણ ન હતા એટલે કે તે સમયે હું સ્કૂલમાં હતી અમારી સોસાયટીમાં નવરાત્રી
નો પર્વ ખૂબ જ જોશથી ઉજવાતો ત્યારે મેં લોકો પાસેથી વાત સાંભળી છે કે આવા માતાજીના પર્વ દરમિયાન મેલી વિદ્યાઓ પણ ખૂબ જ ચકરો લગાવતી હોય છે. તેમાં બન્યું એવું કે અમારા પડોશમાં છો એક 17 કે 18 વર્ષની છોકરી રહેતી હતી. ગરબાની બીજી રાત્રે અચાનક તેને શું થયું કે તે જોર જોરથી રાડો પાડવા લાગી અને ખુદને જ મારવા લાગી. તેને જોઈને તેના માતા-પિતા ડરી ગયા તેઓના રોકવાથી પણ તે રોકાય નહીં તેથી તેઓએ રાતના સમયે પડોશીઓનો સહારો લીધો અને મારા પપ્પાને પણ બોલાવ્યા હતા પરંતુ ખબર નહીં તે છોકરી માં અચાનક એટલું બધું બળ ક્યાંથી આવી ગયું કે તેણે તેનાથી ડબલ વજન વાળા ચાર પાંચ વ્યક્તિઓના હાથમાં પણ ન રહી અને બધાને એક જ ધક્કામાં હડસેલી દીધા. હવે તેનું આ રોજનું બની ગયું હતું ક્યારેક દિવસે તો ક્યારેક રાત્રે તેને આવા આચકાઓ આવવા લાગ્યા. ઘણા માનસિક રોગોના ડોક્ટરો પાસે ઈલાજ કરાવ્યો. પરંતુ રિપોર્ટ હંમેશા ખાલી જ આવતા. ત્યારે વળી કોઈ અભણ લોકો તેવા ટુચકાઓ લગાવવા લાગ્યા કે તેનામાં કોઈ પ્રેતઆત્મા આવે છે. પરંતુ છેવટે એ જ માનવું શક્ય બન્યું કારણકે કોઈપણ ડોક્ટર તેનો ઈલાજ કરી શક્યો નહીં ઘણી વાતો તે ડોક્ટરોને પણ મારવા માટે ઊભી થઈ જતી. આખરે આવી રીતે ત્રણ ચાર મહિનાઓ વીતી ગયા ત્યારે અમારા પડોશીના પડોશમાં રહેતા એક વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે તમે આનો આટલો બધો ઈલાજ કરાવો છો તેમ છતાં કંઈ થતું નથી તો એકવાર તમે દુઆ પણ કરી જુઓ કારણકે આવી પરિસ્થિતિમાં તો દવા અને દુઆ બંને કામ કરતી હોય છે. તેની વાત માનીને તેમના કહવાં પ્રમાણે તેના તે છોકરીના સંબંધીઓ તેને એક મુસલમાનના પીર પાસે લઈ ગયા તેણે તેમની મંત્રોની શક્તિ વડે તે છોકરીનો ઈલાજ કર્યો. અને જ્યોત જોતા માટે છોકરી પાંચ કે ચાર દિવસમાં જ સાજી થઈ ગઈ તેને એ બધા ઝટકાઓ આવતા બંધ થઈ ગયા. જ્યારે પીરને મળીને તેની સાથે વાત કરવામાં આવી ત્યારે તેઓએ કહ્યું કે, ” તમારા જ સંબંધી કુટુંબમાં કોઈએ તેને દાણા ખવડાવ્યા છે જેના કારણે તેના શરીરમાં ગઈ નવરાત્રી દરમિયાન જીવતી ડાકણ વળગી હતી. હાલ તો મેં તે ડાકણનો ઈલાજ કરી નાખ્યો છે. પરંતુ ભવિષ્યમાં ધ્યાન રાખજો કે આ છોકરીનો પગ ક્યારેય પણ કોઈ મેલા છાયામાં ન પડે. ” તેમનું કથન પણ સાચું જ હતું તેનું આવું વર્તનતે નવરાત્રી દરમિયાન જ થયું હતું. કોઈએ તે પીર બાબા ને કહ્યું પણ ન હતો કે તેની આવી સ્થિતિ કયા સમયથી થઈ હતી તેમ છતાં તે પીર બાબા એ બધી સાચી હકીકત જણાવી ત્યારે ઘણા લોકો અવિશ્વાસ કરતા હતા તે પણ વિશ્વાસ કરવા લાગ્યા. આ બધું કૃત્ય મે મારી સગી આંખે જોયું છે તેથી મને આ બધી વાતોથી બહુ ડર લાગે છે.”
બધા મિત્રો હસી મજાક વાળી નોર્મલ વાતો કરતા કરતા ભુતપ્રેતની વાતો માં ચડી ગયા હતા અને એવામાં પણ હિલ સ્ટેશન આજુબાજુમાં જંગલ અને નદીનો ખળખળ અવાજ વાતાવરણને થોડું ગંભીર બનાવી રહ્યું હતું. હજુ બધા મિત્રોની વાતો ચાલુ જ હતી એવામાં ગિરીશ ને અડચણ આવવા લાગી તેના શ્વાસો ફૂલવા લાગ્યા પરંતુ આજુબાજુમાં કોઈને તે બાબત પર ધ્યાન હતું નહીં. ગિરીશ પણ આ બાબત જણાવીને બધાને ડિસ્ટર્બ કરવા માંગતો ન હતો.
” ફ્રેન્ડ્સ હું પાણી પીવા માટે જાઉં છું તમારે કોઈને પીવું છે? ” કહેતો ગિરીશ ઉભો થયો.
” ના આટલી ઠંડીમાં મારે તો પાણી નથી પીવું બીજા કોઈને પીવું હોય તો કહી દો. “
બધાએ ના કહી ત્યારે ગિરીશ એકલો ઉભો થઈને કેન્ટીન તરફ ચાલવા લાગ્યો. કેન્ટીનમાં કામ કરનારા વર્કરો અને તેનો માલિક ત્યાં જ રહેતા હતા એટલા માટે તેઓ મોટાભાગે રાત્રે કેન્ટીન ને તાળું લગાવતા નહીં કારણકે મેઈન ગેટ પર તાળું રહેતું. તાળું ન લગાવવાનું કારણ મુખ્ય એ જ હતું કે ત્યાં કેમ્પિંગ કરવા માટે આવેલા લોકોને રાત્રે કોઈ અગવડતા પડે તો બધાને જગાડવાની જરૂર ન પડે તેવો જાતે જઈને જ પોતાની વસ્તુ લઈ શકે. ગિરિશા અંદર હીટરમાંથી લઈને ગરમ પાણી પીધું તેમ છતાં તેના મનની મૂંઝવણ દૂર થતી ન હતી તે ખુદમાં એક ઘૂંટણ મહેસુસ કરવા લાગ્યો હતો એટલા માટે તે કેન્ટીન માંથી બહાર આવીને તે નદી તરફ ખુલ્લા શ્વાસ લેવા માટે ચાલ્યો બીજી બાજુ બધા મિત્રો પોતાની વાતોમાં મશગુલ હતા. કોઈને પણ ગિરીશ ત્યાં ગયો હોવાના અણસાર હતાં નહીં. ગિરીશ ને નદી કિનારાની ઠંડી હવામાં વધારે મજા આવી રહી હતી એટલા માટે તે ત્યાં જ એક પથ્થર પર બેસી ગયો. ત્યાં તે ખુલ્લી હવામાં શ્વાસો રહ્યો હતો એટલી વારમાં તેને પાછળ કોઈ અવાજ સંભળાયો. તેણે અવાજની દિશામાં પોતાની નજર ફેરવી પરંતુ પાછળ કોઈ હતું નહીં એટલે તેણે પોતાનો ભ્રમ માનીને ફરીથી પોતાના વિચારોમાં ખોવાવા લાગ્યો એટલીવારમાં ફરીથી તેને કોઈ પાછળ હોવાનો આભાસ થયો. તેણે ફરીથી નજર ફેરવી પરંતુ કોઈ હતું નહીં તે મનથી જાણતો હતો કે નક્કી કંઈક ગડબડ છે એટલા માટે કંઈ પણ વિચાર્યા વગર તેણે ફટાફટ ઊભા થઈને બધા મિત્રો બેઠા હતા ત્યાં જવાનું નક્કી કર્યું અને તેણે બે હાથની મુઠ્ઠી વાળીને ઉભો થયો અને બધા મિત્રો જ્યાં બેઠા હતા તે બાજુ ફર્યો અને જેવો તે આગળ વધવા જઈ રહ્યો હતો કે તેણે સામે કંઈક એવો નજારો જોયો કે તેની આંખોના ડોળા બહાર આવી ગયા અને હૃદયના ધબકારા એક મિનિટમાં સામાન્ય કરતાં ડબલ વાર ધડકવા લાગ્યા. એટલી બધી ઠંડી હોવા છતાં પણ તેનો આંખો ચહેરો પરસેવે રેબઝેબ થઈ ગયો.
” અરે આ ગિરીશ ક્યારનો પાણી પીવા ગયો છે. હજુ સુધી કેમ નહીં આવ્યો હોય. હું કેન્ટીન તરફ જઈને જોઈ આવું છું. ક્યાંક ગિરીશ સાહેબ ત્યાં પણ બિઝનેસ કરવા નથી બેસી ગયા ને ” ગૌરવ ની વાત સાંભળીને બધા હસવા લાગ્યા.
ગૌરવ ત્યાંથી કેન્ટીન તરફ ગયો તેણે કેન્ટીનમાં જોયું તો ત્યાં ગિરીશ હોતો નહીં તેણે કેન્ટીનની આસપાસ નજર કરી પરંતુ ક્યાંય ગિરીશ ને જોયો નહીં તેથી તે ભાગ તો ભાગતો તેના મિત્રો પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે, “ફ્રેન્ડ્સ ગિરીશ કેન્ટીનમાં પણ નથી અને કેન્ટીનની આસપાસ પણ નથી તે તો ક્યારનો ગયો હતો ક્યાં ગયો હશે? “
” શું વાત કરે છે તે આજુબાજુમાં બધે વ્યવસ્થિત જોઈને ચાલ હું આવું છું આપણે બધાએ જવું જોઈએ? આમ એ કહ્યા વગર તો ક્યાંય જાય નહીં ” ધર્મેશે ઊભા થઈને અચંબા સાથે આંખો પહોળી કરતાં કહ્યું.
” અરે આ આટલી રાત્રે અને આવી અજાણી જગ્યામાં ક્યાં ગયા હશે? મને તો બહુ ડર લાગે છે એક તો એ બ્લડ પ્રેશર ના પેશન્ટ છે અને ઉપરથી કહ્યા વગર ક્યાં ચાલ્યા ગયા. ” ડરથી પહોળી થઈ ગયેલી અને આંસુ થી છલકાતી આંખોને છુપાવતા નરમી ભર્યા અવાજે ગ્રીષ્મા કહેવા લાગી.
ત્યાર પછી બધા લોકો ગિરીશને શોધવા માટે આમતેમ આંટા લગાડવા લાગ્યા. ત્યારે નદી પાસેથી ધર્મેશનો અવાજ આવ્યો.
” બધા લોકો અહીંયા આવો. ગિરીશ અહીંયા છે. “
થોડીવારમાં બધા લોકો ત્યાં નદી કિનારે પહોંચ્યા જ્યાં એક પથ્થર પર ગિરીશ બેહોશીની હાલતમાં પડેલો હતો. ગિરીશ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તે કેમ્પની અંદર હતો અને જો આજુબાજુમાં અજવાળું થઈ ગયું હતું. એટલી વારમાં બધા કેમ્પની અંદર આવ્યા અને ગિરીશ વિશે પૂછવા લાગ્યા.
” ગિરીશ હજુ હમણાં જ હોશમાં આવ્યા છે પરંતુ મને તો આશ્ચર્ય એનું થાય છે કે જાણે તે મને કેમ ઓળખતા ન હોય તેમ એકદમ ચૂપચાપ પડ્યા છે. કોઈ હલનચલન નથી કરતા કે કશું બોલતા નથી… દર્દ ભરેલા અવાજથી ગ્રીષ્મા તેની વાતો પૂર્ણ કરે તે પહેલાં જ ગિરીશ અચાનક ઉભો થયો અને જોર જોરથી બરડા પાડવા લાગ્યો અને સામે જોઈને કહેવા લાગ્યો કે,” ચાલ્યો જા અહીંયાથી કેમ મને કાલે રાતનો પરેશાન કરે છે મેં તારું શું બગાડ્યું છે? મારી આંખોથી દૂર થઈ જા મને આવી રીતે ડરાવીશ નહીં બોલતો બોલતો ગીરીશ ફરીથી બેહોશ થઈને ઢળી ગયો. “
” લાગે છે ગિરીશ ની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે આપણે અહીંયા થી હવે જલ્દી તેને હોસ્પિટલ ભેગો કરવો પડશે. “
” ખબર નહીં તેમને શું થઈ ગયું છે તમે લોકો ગયા પછી ગઈકાલે રાત્રે પણ તે આવું જ કરી રહ્યા હતા જાણે કોઈ આસપાસ હોય અને તેને ડરાવી રહ્યું હોય તેવું મને લાગતું હતું પરંતુ તમે લોકો તો બહાર જાગતા જ હતા અને હું અહીંયા ગીરીશની પાસે હતી તમને તો ખબર જ હશે કે બહાર તો કોઈ હતું નહીં. મને બહુ ડર લાગે છે હવે આપણે અહીંયા રહેવું થોડું પણ સેફ નથી ગિરીશ ને જલ્દીથી હોસ્પિટલમાં દાખલ કરી દો. “
ત્યાં કેમ્પ પર રહેલા ડોક્ટરોએ ગિરીશનો થોડો ઘણો ઇલાજ કર્યો અને તેને શહેરમાં દાખલ કરવો પડશે તેવું કહેવા લાગ્યા તેઓએ કહ્યું કે “હાલ તો તેને ઇન્જેક્શન આપીને બેહોશ કરી દેવામાં આવ્યો છે પરંતુ તે ભાનમાં આવે તે પહેલા તેને હોસ્પિટલ પહોંચાડવો જરૂરી છે. “
ગિરીશ ની જ્યારે આંખ ખુલે ત્યારે તે એક હોસ્પિટલના ખાટલા પર સૂતો હતો. તેના મોઢા પર ઓક્સિજન માસ્ક લગાવેલું હતું અને બંને હાથોમાં સોય લગાવેલી હતી અને એક હાથમાં ગ્લુકોઝની બોટલ ચાલુ હતી. ગીરી છે હળવે હળવે આંખો ખોલી તેની આંખોમાં જામર બાજી ગયો હોય તેમ તેનેમૃગજળની જેમ કંઈ પણ સ્પષ્ટ દેખાતું હતું નહીં. તેણે હળવે હળવે કરીને પોતાની આંખો ખોલી. મોઢા પર માસ્ક હોવાને કારણે તે કંઈ બોલ્યો નહીં પરંતુ તેને હવે સામે ઊભેલા ચહેરાઓ સ્પષ્ટ દેખાવા લાગ્યા હતા. ગ્રીષ્મા તેના હાથની બાજુમાં એક ટેબલ પર બેઠી હતી ખાટલાની સામેની તરફ ધર્મેશ, ગૌરવ અને રિદ્ધિ ઉભા હતા.
” હવે તમને કેમ છે? તમને શું થયું છે?….
ગ્રીષ્મા હજુ આગળ બોલવા જાય તે પહેલા જો ડોક્ટર અંદર આવ્યા અને કહેવા લાગ્યા કે, ” પેશન્ટને ખૂબ જ આરામની જરૂર છે હાલ તમે તેને બોલાવશો નહીં. પ્લીઝતમે લોકો અહીંયા થી બહાર જતા રહો જેથી અમે અમારો ઈલાજ શાંતિથી કરી શકીએ. “
બધા ત્યાંથી બહાર જતા રહે છે થોડીક વાર પછી ડોક્ટર રૂમની બહાર આવે છે.
” ડોક્ટર હવે ગિરીશ ની કન્ડિશન કેવી છે અમે તેને ક્યારે ઘરે લઈ જઈ શકીએ? ” ડોક્ટર આવતાની સાથે જ ગ્રીષ્માએ ઉતાવળા થઈને બંને હોઠો ને અંદરની તરફ દબાવતા આંખોમાં નમી સાથે પૂછી નાખ્યું.
” હાલ તો તેમની તબિયત સારી છે. હાલ તો તેમના મગજને પૂર્ણ આરામની જરૂર છે એટલા માટે તેઓ દવાના ઘેનથી ઊંઘી રહ્યા છે.પરંતુ તેમને અહીંયાથી શિફ્ટ કરવું થોડું રિસ્કી છે મારું માનો તો તેને અહીંયા 24 કલાક અંદર ઓબ્ઝર્વેશન રહેવા દો. જો તેમની તબિયત સારી હશે તો કાલે હું ડિસ્ચાર્જ કરીને તમારી બાજુની કોઈ હોસ્પિટલમાં દાખલ કરાવી દઈશ. “
એક દિવસ હોસ્પિટલમાં દાખલ થયા પછી ગિરીશ ની તબિયત સારી હતી એટલા માટે તેને એમ્બ્યુલન્સ દ્વારા તેના શહેરની હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યો. જ્યારે દાખલ કરાયો ત્યારે એ દિવસ તો એકદમ સામાન્ય રહ્યો હતો દવાના ઘેનને કારણે ઊંઘતો હતો જો તે જાગે તો તેને હજુ પણ અલગ અલગ કલ્પનાઓ દેખાતી હતી.
” હવે રાત થવા આવી છે અને આપણે હવે અહીંયા આપણા શહેરમાં પહોંચી ગયા છીએ તમે લોકો પણ થાકી ગયા હશો તમે ઘરે જાવ હું અહીંયા રાત્રે ગીરીશની સાથે રોકાવ છું. તમારો બધાનો ખુબ ખુબ આભાર અને આમ પણ હવેહમણાં પપ્પા પણ આવતા જ હશે.” ગ્રીષ્મા બધાને સામે જોઈને કહેવા લાગી.રિદ્ધિને શહેર પહોંચતા ની સાથે જ ઘરે મોકલી દેવામાં આવી હતી હાલ ગૌરવ અને ધર્મેશ ગ્રીષ્માની સાથે હોસ્પિટલમાં હતા કેટલી વારમાં ગિરીશના પપ્પા એટલે કે ગ્રીષ્માના સસરા ત્યાં આવી ગયા.
” અરે ગ્રીષ્મા બેટા તમે પણ ઘણા થાકી ગયા હશો એક કામ કરો તમે પણ ઘરે જાઓ હું અહીંયા રાત્રે રોકાવાનો છું અને તમારા મમ્મી પણ એકલા ઘરે છે તે ચિંતા કરતા હશે. જો કંઈ પણ જરૂર હશે તો હું કોલ કરીને તમને લોકોને જાણ કરી દઈશ.
” હા ગ્રીષ્મા, કાકા સાચું કહે છે તું ઘરે જા અને તારો અને મમ્મીનું ધ્યાન રાખજે. ધર્મેશ તુ એક કામ કર ગીરીશ નું ઘર તારા રસ્તામાં જ પડે છે તો તું ગ્રીષ્માને લેતો જા અને ઘરે ડ્રોપ કરી દે જે. “
ગ્રીષ્મા ઘરે જવાની આનાકાની કરી રહી હતી પરંતુ બધાના મનાવ્યા પછી તે માની જાય છે અને તે ધર્મેશ સાથે ઘરે જવા માટે નીકળી જાય છે. રાત્રે હોસ્પિટલમાં સુન કાર હતો ગિરીશ ને જે રૂમમાં રાખવામાં આવ્યો હતો તે ખાટલા પર તેનો ઈલાજ ચાલુ હતો અને તે ઊંઘી રહ્યો હતો અને સામે ખાટલા પર તેના પિતાજી પણ લાંબા થયા હતા એટલીવારમાં ગિરીશના રૂમની બારી હવાના એક ઝટકા સાથે ખુલી ગઈ. બારીમાંથી ખૂબ ઠંડો પવન અંદર આવવા લાગ્યો જેના કારણે ગિરીશ ઊંઘમાંથી જાગી ગયો પરંતુ સામે તેના પિતાજીને કોઈ અસર હતી નહીં અચાનક ગિરીશ ની નજર તે બારી પાસે ગઈ તેણે તે નજારો ફરીથી જોયો છે તેણે કેમ્પિંગ સાઇડ પર નદી કિનારે જોયો હતો. સામે માથા પર હુડી પહેરેલી બિહામણા ચહેરાવાળી વ્યક્તિ હવામાં ત્રણથી ચાર ફૂટ ઉપર લટકી રહી હતી અને ગિરીશ ની સામે એક ટીશ નજરે જોઈ રહી હતી.
” ભૂત……. ભૂત…….. હવે વધારે આગળ ન બોલી શકતા ગીરીશના શ્વાસો ફૂલી ગયા હતા.
સામે ઊભેલ એ કોઈ પ્રેતાત્મા મોટા હાસ્ય સાથે કહેવા લાગી કે, ” બહુ બડાઈ કરતો હતો કે હું તને ભૂત પ્રેતમાં વિશ્વાસ નથી. જોઈ લે હું તારી સામે જ ઉભો છું. અને ફરીથી જોર જોરથી હાસ્ય કરવા લાગે છે થોડીવાર પછી તે બિહામણું હાસ્ય ગિરીશની નજીક આવવા લાગે છે. ગિરીશ આ બાબતથી ખૂબ જ ડરી જાય છે તેને અહેસાસ થાય છે કે તે પ્રેત તેની બાજુમાં જ ઊભું હતું. તે ડરના માર્યા હાથમાં ભરાવેલી સોય કાઢી નાખે છે અને પોતાના હાથોને પોતાની બે આંખો પર દબાવી દે છે અને જોર જોરથી હાફવા લાગે છે.
દૂર ચાલ્યો જા……… દૂર ચાલ્યો જા ગિરીશ ના પિતા આવો અવાજ સાંભળીને જાગી જાય છે અને તે લાઈટ ચાલુ કરે છે. તે ગિરીશ ની પાસે આવીને તેને સંભાળવાનો પ્રયત્ન કરે છે ગિરીશ પોતાની આંખો આડેથી હાથ હટાવે છે અને જુએ છે કે આસપાસ કંઈ હતું નહીં જબરદસ્તીથી સોય હાથમાંથી કાઢવાના કારણે બંને હાથમાંથી લોહીની ધારા વહી રહી હતી. ગિરીશના પિતા ડરી જાય છે અને તે જલ્દીથી ડોક્ટરને બોલાવે છે. બે ચાર દિવસના ઈલાજ પછી ગિરીશ ની તબિયત સાંભળવા લાગે છે અને ડોક્ટર તેને હોસ્પિટલમાંથી રજા આપે છે. બે ત્રણ દિવસ બધું નોર્મલ ચાલી રહ્યું હતું પરંતુ એક દિવસ અચાનક જ ગિરીશ જ્યારે ઓફિસનું કામ ઘરે બેસીને જ કરી રહ્યો હતો ત્યારે તેને તેના બેડરૂમની બહાર ફરીથી તે નજારો જોવા મળે છે તે જુએ છે કે તેની બાજુમાં જ એક ખંજર હવામાં લટકી રહી હતી તે ખૂબ જ ડરી જાય છે. તે બેહોશ થવાને બદલે આ વખતે થોડી હિંમત બતાવે છે અને એ પડછાયાને લલકારવા લાગે છે જેવો તે એ પડછાયાની નજીક ગયો કે તે પડછાયો ગાયબ થઈ ગયો અને તે ખંજર પણ ગાયબ થઈ ગઈ આ બધું જોઈને ગિરીશ પરેશાન થઈ ગયો અને તેના જ બેડ પર ઢળી પડ્યો. ફરીથી ગિરીશની તબિયત બગડી ગઈ. ધીમે ધીમે રાત પડી અને તે ફરીથી જાગ્યો અને અચાનક જ તેને શું થયું કે તે ઘરના દરવાજાની તરફ ચાલવા લાગ્યો. ગ્રીષ્મા તેની બાજુમાં જ હતી તેણે થોડી હલચલ સાંભળી તેથી તે જાગી ગઈ અને તેણે જોયું કે ગીરીશ બાજુમાં બેડ પર નથી તે ગિરીશ ને આમતેમ શોધી વળી પરંતુ ક્યાંય હતો નહીં. તેણે બેડરૂમની બહાર આવીને બધે તપાસ કરી પણ ક્યાંય ગિરીશ જોવા મળ્યો નહીં તેણે બધી જ જાણકારી તેના સાસુ સસરાને આપી.
” અરે મારો દીકરો આટલી રાત્રે ક્યાં ગયો હશે. ” કહેતા ભાવનાબેન ની આંખોમાં આંસુ રોકાતા જ ન હતા.
બધાએ આસપાસ તપાસ કરી પરંતુ ગિરીશનો ક્યાંય પતો મળ્યો નહીં. આમને આમ ગિરીશ ની રાહ જોતા જોતા આખી રાત વીતી ગઈ અને સવાર પડવા આવી હવે ગિરીશના પિતા થી ન રહેવાયું તેણે ગિરીશ ગાયબ થઈ ગયો હોવાની કમ્પ્લેન પોલીસ સ્ટેશને નોંધાવી. તે આખો દિવસ પોલીસ સાથે ગિરીશના ઘરના સભ્યો પણ ગિરીશને શોધવામાં લાગી ગયા આખો દિવસ વીતી ગયો પરંતુ ગિરીશની કોઈ ભાળ મળી નહીં. રાત્રે ડાઇનિંગ ટેબલ પર ગ્રીષ્માએ બનાવેલું ડિનર મૂક્યું અને તેના સાસુ સસરા ને જમવા માટે બોલાવ્યા. બધા ડિનર કરવા માટે બેઠા તો હતા પણ કોઈનું મન તેમાં હતું નહીં.
“મમ્મી…… પપ્પા……. જમી લો આવી રીતે ભૂખ્યા રહેવાથી કે ખુદને સજા આપવાથી ગિરીશ પાછો નહીં આવી જાય. ઊલટાના તમે તકલીફમાં આવી જશો આવી પરિસ્થિતિમાં બીમાર પડશો તો પછી શું થશે? ખુદને મજબૂત રાખો અને જમી લો.” કહેતા ગ્રીષ્માએ તેના સાસુ સસરા ની ડીશમાં ભોજન પીરસ્યું.
” બેટા અમને તો ખાવાનું પીરસી દીધું પરંતુ તારી ડીશ તો ખાલી છે. ” બોલતા બોલતા ગીરીશ ના મમ્મી ભાવના બેનના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો.
બંને સાસુ વહુને રડતા જોઈને ગિરીશના પપ્પા પણ ઢીલા પડવા લાગ્યા. એ જ વખતે તેમના ઘરનો ડોરબેલ વાગ્યો.
” લાગે છે મારો ગીરીશ આવી ગયો છે.”ડાઇનિંગ ટેબલ પર ની ડીશ અને બધાને પડતા મૂકીને ભાવના બહેન દોડતા દોડતા દરવાજા તરફ દરવાજો ખોલવા ગયા. જેવો તેવો એ દરવાજો ખોલ્યો કે સામે ગિરીશ નહિ પણ ધર્મેશ રિદ્ધિ અને ગૌરવ બંને ઉભા હતા.
” અરે ધર્મેશ, રિદ્ધિ ગૌરવ તમે લોકો. ” આટલું કહેતા જ ભાવનાબેનના ચહેરા પર આવેલું ક્ષણભરનું હાસ્ય ફરીથી ઉદાસીનતાના ઊંડા ઢોળાવમાં ઢસી પડ્યું.
” હા ભાવના કાકી અમને ખબર જ હતી કે તમે લોકો ગિરીશ ની યાદ માં તમારું બિલકુલ ધ્યાન નહીં રાખો. એટલે થયું કે તમારી સાથે આવીને જ ડિનર કરી લઈએ જેથી તમારું પણ મન હળવું થાય અને બધા સાથે હોઈશું તો એકબીજાને સહારો મળશે. ” રિદ્ધિ એ આગળ આવીને ભાવના કાકીના હાથ પોતાના હાથમાં લઇ અને તેમના આંસુ લુછતા કહ્યું.
બધા અંદર આવ્યા અને બધાએ પરાણે પરાણે સાથે મળીને થોડું થોડું ડિનર કર્યું એકબીજાને હોસલો આપતા બધા મનના કોઈક અંદરના ખૂણામાં પોતપોતાની લાગણીઓને છુપાવી રહ્યા હતા. બધા જમીને હોલમાં બેઠા અને ગિરીશના બીમારી સાથે ગુમ થયાના દુઃખમાં ક્યારે બધાને ઊંઘ આવી ગઈ ખબર જ ન રહી જ્યારે સવારે બધાની એક પછી એક આંખો ખુલીતો તેઓએ ખુદને ત્યાં હોલના સોફા પર જ પડેલાં જોયા.
” પોલીસ સ્ટેશન એ ફરિયાદ નોંધાવ્યા ને આજે બે દિવસ થઈ ગયા. આપણે પણ હવે શોધી શોધીને થાકી ગયા છીએ આખરે ગિરીશ ક્યાં હશે? ” બોલતા બોલતા ગ્રીષ્મા રડી પડી.
હજુ કોઈ આગળ વધારે બોલે તે પહેલાં જ ગ્રીષ્માના ફોન પર કોલ આવ્યો. બધાની નજર ગ્રીષ્માના કોલની આગળ જ ફાટી રહી ગઈ એ ફોનની સ્ક્રીન પર જોયું તો તે માત્ર કોઈ લેડ લાઈન નંબર હતો તેના પર કોઈનું નામ હતું નહીં. ગ્રીષ્મા એ ફોન ઉચક્યો.
“હેલ્લો………..”
” હાલો મિસિસ ગ્રીષ્મા… હું મુંબઈ પોલીસ ઇન્સ્પેક્ટર વાગલે વાત કરું છું. હમણાં બે દિવસ પહેલા તમારા તરફથી તમારા પતિ ગિરિશની ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. હું વધારે આગળ ફોનમાં નહીં જણાવી શકું પરંતુ અમને અહીંયા બાંદ્રા વેસ્ટ રામદાસ નાયક રોડ પર તમારા સંબંધીને લઈને લાશની ઓળખ કરવા માટે આવી જાઓ. તમારા કહ્યા પ્રમાણે અને આપેલી નિશાનીઓ મુજબ તમારે ઓળખ કરવા માટે આવવું પડશે.”
આટલી વાત ફોન પર સાંભળતા જ ઇન્સ્પેક્ટર પોતાની વાત પૂર્ણ કરે તે પહેલાં જ ગ્રીષ્માના હાથમાંથી ફોન પડી ગયો. અને તે એકદમ સ્તબધ બની ગઈ.
” અરે ગ્રીસમાં શું થયું? કોનો કોલ છે? “બધા ગ્રીષ્માને હલાવવા લાગ્યા અને તેને આવીરીતે અચાનક અવાક બની ગયેલી જોઈને બધાના મનમાં શંકા થવા લાગી.
ગ્રીષ્માના હાથમાંથી પડી ગયેલો ફોન ગૌરવે ઉઠાવ્યો અને તે વાત કરવા લાગ્યો.
“હેલો…………”
” હાલો હું મુંબઈ પોલીસ ઇન્સ્પેકટર વાગલે વાત કરું છું. હું એમ કહું છું કે તમે બાંદ્રા વેસ્ટ રામદાસ નાયક રોડ પર લાશની ઓળખાણ કરવા માટે જલ્દી આવી જાઓ.”
ગૌરવ ફોન મૂકીને દુઃખી થઈ જાય છે અને બધી વાત બધાને સામે રાખે છે અને કહે છે કે, ” હાલ હું ધર્મેશ અને કાકા તમે સાથે ચાલો રિદ્ધિ તું અહીંયા ગ્રીષ્મા અને કાકીનું ધ્યાન રાખજે અમે લોકો જલ્દી પાછા આવીએ છીએ મને વિશ્વાસ છે કે તે આપણો ગિરીશ નથી.
થોડીવાર પછી ત્રણેય રામદાસ નાયક રોડ પર પહોંચે છે જ્યાં પહેલેથી જ ટોળું વળેલું હતું અને આસપાસ પોલીસ ઉભી હતી. આ ત્રણેય લોકો લોકોના ટોળાને ચીરતાં જ્યાં પોલીસ લાશ પાસે વચ્ચે ઉભા હતા ત્યાં આવ્યા. આખું શરીર સફેદ કફન થી ઢાંકેલું હતું.
“આજે સવારે અમને અહીંયા થી કોઈનો કોલ આવ્યો કે અહીંયા એક લાશ પડી છે અહીંયા આવીને અમે તપાસ હાથ ધરી તો તમારા કહેલા પ્રમાણે નિશાનો મળી આવ્યા તેથી અમે લોકોએ તમારી પુષ્ટિ લેવા માટે અહીંયા બોલાવ્યા છે ” પોલીસ ઇન્સ્પેક્ટર ભાગ લે એ હાથમાં રહેલી લાકડી વડે તેના કોન્સ્ટેબલને લાશ પરથી કપડું હટાવી ચહેરો બતાવવા માટે ઈશારો કરતા કહ્યું.
ગૌરવ એ નજીક આવીને લાશ નું મોઢું જોયું તે જોઈને તે અવાક બની ગયો અને કહેવા લાગ્યો કે, ” આતો ગિરીશ છે……. પણ આ ન બનવું જોઈએ અમારો ગીરીશ અમને આવી રીતે છોડીને ન જઈ શકે. ધર્મેશ અને ગિરીશ ના પિતાએ પણ તે લાશનો ચહેરો જોયો.
ત્યારબાદ ઇન્સ્પેક્ટર આગળ આવ્યા અને કહેવા લાગ્યા કે, આ મર્ડર છે કે આત્મહત્યા તેની પુષ્ટિ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ થશે અને ત્યાર પછી જ તમને લાશ સોંપવામાં આવશે.
અમુક કલાકો પછી,
પોલીસની જીપ ગિરીશ ના નવા બંગલાના આંગણે આવીને ઊભી રહી. ધર્મેશ ગૌરવ અને રિદ્ધિ પણ ત્યાં જ હતા. જીભ માંથી ઇન્સ્પેક્ટર બહાર આવ્યા. પોલીસની જીપ આવેલી જોઈને બધા ઘરની બહાર આવ્યા.
” ગિરીશની બોડી………. “ધર્મેશ આગળ આવીને પૂછવા લાગ્યો
ઇન્સ્પેક્ટર વાગલેએ કહ્યું કે, ” પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે મિસ્ટર ગીરીશ ની હત્યા કરવામાં આવી છે. જુઓ આ હત્યાનો મામલો છે એટલા માટે પૂરી ઇન્વેસ્ટિગેશન ન થઈ જાય ત્યાં સુધી બોડીને સોંપવામાં નહીં આવે બોડી ને સોંપવામાં લગભગ એક દિવસની વાર લાગશે ઇન્સ્પેક્ટરની વાત સાંભળીને ઘરમાં માતમ છવાઈ ગયું.
“મર્ડર….” સામે ઊભેલી ગ્રીષ્મા ઇન્સ્પેક્ટરની વાત સાંભળીને જાણે બે શુધ બની ગઈ હોય તેમ મૂર્તિ બનીને ઉભી રહી ગઈ.
” પરંતુ હમણાં બે-ચાર દિવસ પહેલા તો અમે લોકો બધા સાથે પૂજામાં કેટલા ખુશ હતા અને ગિરીશનો એવો કોઈ દુશ્મન પણ નથી કે જે તેનું મર્ડર કરી શકે આખરે એવા કયા પાપીએ મારા દીકરાની હત્યા કરી નાખી. “
” જુઓ આ બાબતે હજુ પૂરતા સબૂત મળ્યા નથી પરંતુ મારે મને લાગે છે કે આવતા બે ત્રણ દિવસોમાં અમે આ કેસ પૂર્ણ રીતે સોલ્વ કરી નાખીશું. તમારા દીકરાના હત્યારાને જરૂર સજા મળશે. ” ઇન્સ્પેક્ટર વાગલે એ સામે ઊભેલા બધાને સામે ત્રાસી નજર કરીને જોતાં કહ્યું.
” આ તો હવે હદ કરી નાખી છે. બે ત્રણ દિવસમાં કેસ સોલ્વ કરવા ને બદલે આજે પાંચ દિવસ થયા કેસ તો સોલ્વ નથી કર્યો પરંતુ બોડીને પણ નથી આપતા આખરે એવો તે શું ગંભીર મામલો છે કે ગીરીશની બોડીને પણ નથી આપતા. મને મારા દીકરાને એકવાર પણ જોવા નથી દેતાં. ” બંગલામાં આમ તેમ આંટા મારતા ભાવનાબેન કંટાળીને રડમસ અવાજે આ વાક્યો ખુદની સાથે જ બબડી રહ્યા હતા
ભાવનાબેન ને આવી રીતે પરેશાન જોઈને તેના પતિએ આવીને ભાવનાબેન ને સાંત્વના આપી અને શાંતિથી બેસવાનું કહ્યું હજુ બંને વચ્ચે નરમાઈશથી વાર્તાલાપ ચાલી જ રહ્યો હતો એવામાં ગૌરવની ગાડી બંગલાની સામે આવીને ઊભી રહી સાથે રિદ્ધિ પણ હતી. ગૌરવ અને રિદ્ધિને સાથે અચાનક જોઈને ભાવનાબેન તથા તેના પતિ આશંકીત થઈ ગયા તેઓ દરવાજા તરફ આગળ આવી જ રહ્યા હતા એટલી વારમાં પાછળ ધર્મેશની ગાડી પણ આવી. બધા દરવાજા પાસે ભેગા થયા કોઈ કાંઈ કહેવા જાય તેટલી વારમાં પાછળથી ગ્રીષ્મા પણ આવીને કહેવા લાગી કે, “બધા અહીંયા એક સાથે.” આજે ગ્રીષ્માના અવાજમાં ઘણા દિવસો પછી વટ અને છણકો બંને હતા.
” તમને લોકોને કંઈ જ ખબર નથી હમણાં મારા પર ઇન્સ્પેક્ટર વાગલેનો કોલ આવ્યો હતો અને તેણે જ અમને બધાને અહીંયા આવવા માટે કહ્યું હતું અને….. ધર્મેશ ની વાત અધૂરી રહી ત્યાં પાછળ પોલીસની ગાડીની સાઇરન વાગી અને ગૌરવ અને ધર્મેશ ની ગાડી ની બાજુમાં પોલીસની ગાડી આવીને ઊભી રહી. તેમાંથી ઇન્સ્પેક્ટર વાગલે બહાર આવ્યા.
” આખરે તમે અમને લોકોને અહીંયા એક સાથે કેમ બોલાવ્યા છે? શું ગિરીશ વિશે કોઈ જાણકારી મળી ગઈ.” ઇન્સ્પેક્ટર વાઘ લે દરવાજા પાસે પહોંચતા જ ધર્મેશ એ પોતાની પહેલાની આદત મુજબ ઝડપથી સવાલ પૂછી નાખ્યો.
” મિસ્ટર ધર્મેશ શાંતિ રાખો. બધા સવાલો અહીંયા દરવાજા પર જ પૂછી નાખશો કે પછી મને કોઈ ઘરની અંદર પણ જવા દેશો. “
બધા ઘરની અંદર ગયા.
” હવે તો કહો આખરે વાત શું છે? ” પાણી ભરેલા ગ્લાસ વાળી ટ્રે લઈને આવેલી ગ્રીષ્માએ બધાની વચ્ચે આવીને ઇન્સ્પેક્ટર સામે જોઈને તેમને સવાલ કર્યો.
” ગિરીશ ની હત્યા વિશે અમને જાણકારી મળી ગઈ છે બસ એટલા માટે જ અમે અહીંયા થોડી ઇન્વેસ્ટીગેશન કરવા માટે આવ્યા છીએ. તમે તો ગિરીશના માતા પિતા છો એટલે થોડા સમય પહેલા બનાવેલા ગિરીશના બનાવેલા વસિયતનામા વિશે તમને તો ખબર જ હશે શું તે વસિયતનામું મને આપી શકશો. ઇન્સ્પેક્ટરનું આવી રીતે વસ્યત નામો માંગવાના કારણે બધાના ચહેરા પર અચંબાના ભાવો પથરાઈ ગયા. પરંતુ ઇન્સ્પેક્ટરની વાત માનવા માટે તેના પિતાજી તેમની તિજોરીમાંથી વસીયતનામુ લેવા માટે ગયા.
થોડીવાર પછી ગીરીશના હફળાફાફળા પિતાજી આવ્યા. ” અરે મેં બધું જોઈ નાખ્યું પરંતુ વસિયતનામું ક્યાંય મળ્યું નહીં.
” વસીયતનામુ તેની જગ્યાએ હોય તો મળે ને. ” અવળું ફરીને ઉભેલા ઇન્સ્પેક્ટર વાગલેએ બધાની સામે ફરતા કહ્યું.
” હમણાં એક દિવસ પહેલા એટલે કે પરમ દિવસે જ કોર્ટમાં વસિયતનામુ નામો બદલવાની અરજી આવી હતી આ તો સદભાગ્ય એવા હતા કે હું કંઈક કાર્ય માટે કોર્ટ ગયો હતો અને વળી મેં તે અરજીના કાગળ પર ગિરીશ શર્મા એટલે કે ગીરીશ મગનભાઈ શર્મા નામ જોયું તેથી મેં પરમિશન લઈને તે અરજી વાંચી અને બસ બધી વાત મારા સામે જ આવી ગઈ. કારણ કે અડધા ઉપર વાત તો ગિરીશના બોડી ના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પરથી જ સામે આવી ચૂકી હતી.
” આ તમે કેવી વાત કરી રહ્યા છો? આખરે તમને કાતિલ વિશે ખબર પડી જ ગઈ છે તો અમને ગિરીશ ની બોડી કેમ સોંપી દેતા નથી? આવી રીતે પહેલીઓ ન બનાવો જે હકીકત હોય તે સામે રાખો. “
” શાંતિ રાખો ગૌરવભાઈ બધી જ હકીકત સામે આવી જશે અને રહી વાત ગિરીશની બોડીની તો માણસ મૃત્યુ પામે તો તેનું પાર્થિવ દેહ હોય જો માણસ જીવતો હોય તો તેની બોડી કઈ રીતે હોય?? “
” આખરે તમે કહેવા શું માંગો છો? જે હોય તે સ્પષ્ટ કહો. ” ગ્રીષ્મા આગળ આવીને ધમકી ભર્યા અવાજમાં કહેવા લાગી.
” આખી વાતની સ્પષ્ટતા હું કરીશ. “
બધાએ અવાજની દિશા તરફ પાછળ ફરીને જોયું તો બધાની આંખો ફાટી રહી ગઈ. સામે ગિરીશ ઉભો હતો. ગિરીશ ને જીવતો જોઈને બધાના હોશ ગાયબ થઈ ગયા પરંતુ તેની સાથે ચેહરા પર ખુશી નો ભાવ પણ હતો સિવાય બે વ્યક્તિ.
” ગ્રીષ્મા દગેબાજ તારે જ સ્પષ્ટતાની જરૂર છે. તુજ તો છે આ બધી વાતની જડ. “
” અરે ગીરીશ મારા દીકરા તું તો જીવતો છે આટલા દિવસથી ક્યાં હતો? શું કરતો હતો? ” ભાવનાબેન ભાવુક થઈને આગળ આવીને ગિરીશને ગળે વળગીને કહેવા લાગ્યા.
” હા માં હું તો જીવતો જ છું આ તો અમારું એટલે કે મારું ઇન્સ્પેક્ટર સાથે મળીને એક નાટક હતું. ભલું કહું તારા એ ઉકાળાનું જે તે મને તે રાત્રે પીવડાવ્યો હતો. નહીંતર આ તારી ગ્રીષ્મા એ મને એ દવાઓ આપી આપીને મારી જ નાખ્યો હોત. મને યાદ છે ત્યાં સુધી તે કદાચ 4 ઓગસ્ટની જ રાત હતી. તે મને એ ઉકાળો પીવડાવ્યો હતો જેના કારણે ગ્રીષ્મા એ આપેલી દવાઓની અસર તરત જ ઓછી થઈ ગઈ અને બધી હકીકત જાણી ગયો.”
” હવે મિસ્ટર ગીરીશ આખી વાત સ્પષ્ટતાથી બધાની સામે રાખશો જેનાથી બધાને ખબર પડે કે આખરે વાત શું છે? “
” કેમ્પ સાઈટ પર બધાને યાદ જ હશે કે હું પાણી પીવા માટે ઉભો થયો હતો. પરંતુ તે પાણીની તરસ ન હતી પરંતુ શરીરમાં એક જાતની ઝણઝણાહટ અને અકળામણ હતી. અને એ બધી કમાલ આ ગ્રીષ્માની હતી. તમને લોકોને યાદ જ હશે કે તે રાત્રે છેલ્લી વાર ચા અને નાસ્તો બધાને ગ્રીષ્મા અને ધર્મેશે પીરસ્યું હતું. તેણે જાણી જોઈને વેઇટરના હાથમાંથી ચા લીધી હતી જેથી કરીને તે અને ધર્મેશ પોતાના કામને અંજામ આપી શકે તેઓએ બંને મળીને મારી ચા માં કઈ કઈ એવી દવા મેળવી હતી જેના કારણે મારો સ્ટ્રેસ વધી જાય અને તે બંને જાણી જોઈને તે ભૂત પ્રેતની વાતો ચાલુ કરી હતી જેના કાર કારણે મારો સ્ટ્રેસ હાઈપર થવા લાગ્યો હતો અને મન અલગ અલગ ઘટનાઓ ઘડવા લાગ્યું હતું.. જ્યારે હું અકળામણ થી નદી કિનારે પહોંચ્યો ત્યારે મારા સ્ટ્રેસે એક બિહામણું રૂપ લઈ લીધું હતું અને તે મારી આંખોની સામે દેખાવા લાગ્યું હતું અને આસપાસ બેગ્રાઉન્ડમાં આવી રહેલા અવાજો તે બધી આ ધર્મેશ ની કમાલ હતી. તે બંને ડોક્ટર સાથે પણ મળેલા હતા જેથી ડોક્ટરે પણ મને એવી જ દવાઓ આપી કે દિવસે ને દિવસે મારું મન વિચરિત થતું જાય અને હું ઊંડા સ્ટ્રેસમાં જતો રહું અને તે ઝેરી દવાના કારણે મારું મન ઇલ્યુશન ઘડવા લાગ્યું હતું. પરંતુ દવાખાનું શિફ્ટ થતાં ડોક્ટર બદલાઈ ગયો અને દવાઓ પણ બદલાય જેના કારણે હું સાજો થવા લાગ્યો અને મને ઘરે ડિસ્ચાર્જ મળી ગયો. ત્યારે મારા શરીરમાં પૂરતી શક્તિ હતી નહીં એટલા માટે મમ્મીએ તેનો ઉકાળો બનાવીને પીવડાવ્યો પરંતુ મારા સદભાગ્ય હશે કે ગ્રીષ્માએ આપેલી દવાઓની અસર તે ઉકાળાના કારણે ઓછી થઈ ગઈ અને તે રાત્રે પણ મને તે જ ભ્રમ થયો પરંતુ તે લાંબો સમય ટક્યો નહીં. હું આ બધામાંથી ઉભરીને બેડ પર આડો થયો ત્યાં ગ્રીષ્મા રૂમમાં આવી તેને લાગ્યું કે હું ઊંઘી ગયો છું એટલા માટે તેણે તેનો સેલફોન કોઈની સાથે જોડ્યો અને બારી પાસે જઈને હળવેકથી તેમાં વાત કરવા લાગી કે, ” આજે મેં ફરીથી ગિરીશ ને તે દવાઓ આપવાનું ચાલુ કરી દીધું છે અને તે દવાઓ તેની અસર પણ બતાવી રહી છે. મને લાગે છે કે હવે તે થોડા જ દિવસોમાં પાગલ થઈ જશે અને પછી આ બધી જ પ્રોપર્ટી મારા નામે થઇ જશે. તેણે વસિયતમાં મારું નામ તેની પાછળ રાખ્યું છે. બસ એમાં થોડો ફેરફાર કરવાનો રહેશે પછી તું જોજે ચપટી વગાડતા જ આ બધાને હું ઘરની બહાર ફગાવી દઈશ.” તે સારી રીતે જાણતી હતી કે હું સ્ટ્રેસનો દર્દી છું. તેણે બસ મારી આ કમીનો ફાયદો ઉઠાવ્યો પરંતુ તે રાત્રે હું જાણી ન શક્યો કે તે કોની સાથે વાતો કરી રહી હતી. ગ્રીષ્માએ આપેલા આ દગાથી હું ખૂબ જ દુઃખી થયો હતો. તે રાત્રે મારું મન ખૂબ જ અકળાયું હતું એટલા માટે હું કોઈને કહ્યા વગર જ ઘરની બહાર નીકળી ગયો હતો. રસ્તામાં હું વિચારોના વંટોળોમાં ખોવાયેલો હતો એટલી વારમાં મેં સામે પોલીસ સ્ટેશન જોયું અને તેમાંથી મિસ્ટર વાગલેને બહાર આવતા જોયા અમે એકબીજાને સારી રીતે ત્યારથી ઓળખીએ છીએ જ્યારે તેમણે મને એક પ્રોપર્ટી બાબતે ન્યાય અપાવવામાં સારી મદદ કરી હતી. અને ત્યાર પછી ચાલુ થઈ અમારી ચાલ.
” આખરે મેં તને શું નથી આપ્યું? દુનિયાભરનું સન્માન તારા ખોળામાં લાવીને મૂકી દીધું. આટલો બધો મેં તને પ્રેમ કર્યો અને તારી ચાહથી જ મેં મારી પ્રોપર્ટીમાં તારું નામ જોડી દીધું. અને આખરે તે મને શું આપ્યું? ” ગ્રીષ્માની સામે જઈને તાડુકતો ગીરીશ કહેવા લાગ્યો.
” હવે મિસ ગ્રીષ્મા સચ્ચાઈ તમે જણાવશો?અને તમારા તે સાથી નું નામ પણ આપી દો કે જે આ તમારા કાવતરામાં બરાબરનો ભાગીદાર છે. તમે મને સારી રીતે ઓળખતા હશો હું ખોટું જરા પણ પસંદ કરતો નથી. સાચું કહી દો નહીંતર મને થર્ડ ડિગ્રી પાવર યુઝ કરતા સારી રીતે આવડે છે. “
” ગિરીશ મને માફ કરી દો. હું આ ચાંપલા ધર્મેશની વાતોમાં આવી ગઈ હતી. તેણે જ મને પૈસાની લાલચ આપીને આ બધું કાર્ય કરવા માટે તેના પ્રેમમાં ફસાવી હતી. તેણે જ મને કહ્યું હતું કે હું તમને પાગલ કરી દઉં જેના કારણે અડધી પ્રોપર્ટી પણ મારા નામે થઇ જશે અને અડધી પ્રોપર્ટી ઓલરેડી મારા નામે જ છે. “
” ચાલ હવે જુઠ્ઠી મારું નામ ન લે. મારા આ કાર્યમાં તું બરાબરની ભાગીદાર છે. આજે પકડાઈ ગયા એટલે તે બધું મારા ઉપર વેરી દીધું.” ધર્મેશે આગળ આવીને ગ્રીષ્માની સામે જોઈને ઊંચા અવાજમાં કહ્યું
” એ બધી વાત હવે ભૂલી જા વસિયતનામામા તારું કોઈ નામ નથી. બસ સેટરડે સન્ડેના કારણે કોર્ટ બંધ રહી હતી જેના કારણે વાસીયતનામું ફેરવવાની વાર લાગી તેથી આ ખુલાસો થતા પણ વાર લાગી ગઈ. ” ગિરીશ ગ્રીષ્મા અને ધર્મેશને ચુપ કરતા કાહેવા લાગ્યો
” પરંતુ ગિરીશ મને હવે મારી ભૂલ સમજાઈ ગઈ છે તું મને માફ કરી દે મને તને મારવાનો કોઈ ઇરાદો હતો નહીં. “
” અ.. અ.. અ.. એ વાતને હવે તું ભૂલી જા ડોક્ટરોની ટીમ પણ અમારી સાથે જ છે. તે લોકોનો એવું કહેવું છે કે આવી રીતે સ્ટ્રેસની દવા આડેધડ લેવાથી માણસનું મૃત્યુ પણ થઈ શકે છે અને આ વાત તો સામાન્ય માણસને પણ ખબર હોય તો તારા જેવા ભણેલા ગણેલા ને કેમ ખબર ન હોય? તો શું તું મને મૂર્ખસમજે છે? હવે મારે તારી કોઈ વાત સાંભળવી નથી. ઇન્સ્પેક્ટર આ બંનેને અહીંયાથી મારી નજરોની સામેથી દૂર લઈ જાવ. “
” પણ ગિરીશ મારી વાત તો સાંભળ……
” મિસ ગ્રીષ્મા અને ધર્મેશ હવે તમારે બંનેએ જે કંઈ પણ કહેવું હોય તે કોર્ટમાં જઈને કહેજો. હું તમને બંનેને પતિ અને મિત્રની હત્યાનો પ્રયાસ કરવા બદલ અને તેની મરજી વિરુદ્ધ વસિયતમાં દખલ કરવા બદલ ગિરફતાર કરું છું. ” ઇન્સ્પેક્ટર વાગલેએ બધાની સામે વચ્ચે ઉભેલા ધર્મેશ અને ગ્રીષ્માનીસામેજોઈનેઅદબવાળીનેમોટીઆંખોકરતાંકહ્યું.
💥💥 The end 💥💥
Complete
halfdream….. sapna