દિવસ આવ્યો એવો જ્યારે નિંદરમાંથી સપનું જાગ્યું
ખુશી મળવાનું એક મનગમતું સદભાગ્ય પણ ભાગ્યું
વળી જોયું ઊભા થઈ ફરીને
દેખાણા અસમંજસના ઓછાયા
વિચાર આવ્યો આમ કર્યું હોત તો ઘણું સારું થાત
ત્યારે ધસમસ્તું ભવિષ્ય કેરુ બાણ વાગ્યું
હસ્યો નહીં ખુદના માટે, વહેતું કર્યું બીજાના માટે
સમય આવ્યો ત્યારે આ શું માગ્યું?
ખતમ થઈ ગયો એ કિસ્સો તો યાદ શું કામ કરું
કહી જ્યારે સચ્ચાઈ તને ક્યાં કારણે આકરૂ લાગ્યું?
સમય સત્તા તો હવે સમજાણી છે
અત્યારે સુધી જે ખોયું તેનો હિસાબ કોને કરું
halfdream….. sapna