ના હો…… મારે લગ્ન નથી કરવા સમજવા શીખી ત્યારથી આમ જ કહેતી સારા ના આજે ખરેખર લગ્ન છે .પરીવાર નું ગાડું સુખે થી ચાલતું હતું .પરીવાર માં સારા મા બાપ નું એક માત્ર સંતાન હતી…
મમ્મી : સારા બેટા તારો બાયોડેટા આજે જ બનાવી નાખ અને મામા ને મોકલી દે. મને મામા એ કાલે કોલ કરી ને કહ્યું હતું કે તેમણે એક છોકરો જોયો છે તેમના ફ્રેન્ડ નો જ સન છે.સારા સંબંધો છે મામા અને છોકરા ના પરિવાર ના છોકરો પણ ડાહ્યો અને ભણેલો છે અને અત્યારે તે પોતાના પિતા ના કન્સ્ટ્રક્શન ના બિઝનેસમાં છે.
સારા : અરે મમ્મી મે તમને કેટલી વાર કહ્યું … મારે લગ્ન નથી કરવા
મમ્મી : ગાંડી છે તુ તો …દીકરી તો સાસરે જ શોભે આ જો હું પણ નાની હતી ત્યારે આમ જ કહેતી ના મમ્મી મારે લગ્ન નથી કરવા અને જો હું તો પણ સાસરે આવી ને…
સારા : ના મમ્મી તમે કંઈપણ કહો હું લગ્ન તો નહીં જ કરું .
આમ કહીને સારા પપ્પા ની બાજુમાં બેસી ગઈ . મારે તો અહીં જ રહેવાનું છે. મારે મમ્મી પપ્પા તમને મુકી ને ક્યાંય નથી જવું.મારે કોઈ બાયોડેટા નથી બનાવવો (પપ્પા ની સામે જોતાં જોતાં) હે ને પપ્પા…
પપ્પા : yes my princess..
મમ્મી :બંને બાપ દીકરી સરખાં છો…….
જો બેટા કન્યાદાન એ બહુ મોટુ દાન છે તો જ માબાપ દીકરી ના રુણ માંથી મુક્ત થાય અને દીકરી તો સાસરે જ શોભે .અને મારી તો એ જ હોશ છે કે હું મારા અંતીમ શ્વાસ ગણવાનું ચાલું કરું અે પહેલાં મારી દીકરી ને સાસરે વળાવું….
સારા : ના , મમ્મી એવું કંઈ ના હોય મારે તો લગ્ન નથી કરવા તમે આ બધાં વિચારો છોડી દો તમને કંઈ નહી થાય બસ હું હમણાં જ મોટી સર્જન ડોક્ટર બની જઈશ …અને હું હરાવી દઈશ કેન્સર ને…
(આટલું કહીને સારા પોતાના રૂમ પર જતી રહી.)
એક મહિના પછી…
સારા ના મમ્મી રસોડામાં કામ કરતાં કરતાં પડી જાય છે . જલ્દી તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં..
ડો. પ્રકાશ : ડો. સારા તમારા મમ્મી ની કન્ડિશન ખૂબ ખરાબ છે હવે, તેમની પાસે લાંબો સમય નથી.હવે બસ જેટલું જીવે ત્યાં સુધી એમને ખુશ રાખો.. અત્યારે તેઓ હોશ માં આવી ગયાં છે તમે તેમને મળી શકો છો
સારા (મમ્મી પાસે જઈ ને ) : મમ્મી તમે હમણાં જ સાજા થઈ જશો..
સારા ના મમ્મી (હસી ને ): મારી દિકરી ને ખોટું બોલતાં પણ નથી આવડતું. સારા ના પપ્પા સાંભળો મને ખબર છે હવે મારી પાસે લાંબો સમય નથી .પણ મારી એક જ ઈચ્છા છે .હું આ દુનિયા છોડી ને જાઉં તે પહેલાં મારે સારા ને સાસરે વળાવવી છે .(સારા નો હાથ પકડીને) બેટા સારા મારી ઈચ્છા પૂરી કરીશ ને..
સારા : મમ્મી આવું ન બોલો તમારે હજું ઘણું જીવવાનું છે. અને રડી પડે છે .
ત્યાંજ સારા નો હાથ મમ્મી છોડી દે છે અને તેમની આંખો હંમેશા માટે બંધ થઈ જાય છે….
આજે સારા મમ્મી ના ફોટા સામે દુલ્હન બની ને ઉભી છે અને કહે છે જુઓ મમ્મી તમારી દીકરી આજે સાસરે જવાની છે …………
halfdream…… sapna