તમે કહોછો,
ભગવાને બધું સમાન બનાવ્યું છે
તો મારું વ્યક્તિત્વ કેમ અધુરું રહી જાય છે
જન્મ તો મારો થાય છે, તો પણ
રાહ કેમ દીકરાની જ જોવાય છે
દાવ તો હું પણ જીતું છું, તો પણ
ઈનામ કેમ એમને જ અપાય છે
તમે કહોછો,
ભગવાને બધું સમાન બનાવ્યું છે
તો મારું વ્યક્તિત્વ કેમ અધુરું રહી જાય છે
માન્યું જોબ તમે કરો છો, હું પણ પરિવાર સંભાળું જ છું ને
તો પણ વખાણ કેમ તમારા એકલાં નાં જ થાય છે
કહે બધાં દીકરો દીકરી એક સમાન
માત્ર કહેવાથી ક્યાં વહુ દીકરી બની જાય છે
તમે કહોછો,
ભગવાને બધું સમાન બનાવ્યું છે
તો મારું વ્યક્તિત્વ કેમ અધુરું રહી જાય છે
એ મહિના નાં પાંચ દિવસ તો હું સહુ છું
તો દર્દ તમને શાનું થાય છે
આપો સાથ, લઈ દુનિયા સામે હાથો માં હાથ
એમાં ક્યાં સન્માન ઘટી જાય છે
ચાલો બંને સાથે મળી ને કરીએ,
એ જ તો સ્ત્રી પુરુષ ને સમાન બનાવે છે
એમાં દુનિયાદારી ક્યાં વચ્ચે આવી જાય છે
તમે કહોછો,
ભગવાને બધું સમાન બનાવ્યું છે
તો મારું વ્યક્તિત્વ કેમ અધુરું રહી જાય છે
કહેવાં માટે તો લાબું લિસ્ટ છે
પણ કહેવાં છતાં પણ ક્યાં મારું અસ્તિત્વ જળવાય છે
halfdream….. sapna