અંધારી ગલી (પાર્ટ 11)
Share:FacebookX

અંધારી ગલી (પાર્ટ 11)

          આપણે  આગળ વાંચ્યું કે અભી અને પ્રથમ ગુંડાઓ  થી બચતાં બચતાં એ જગ્યા એ પહોંચી જાય છે જયાં તેઓ આગળ ના દિવસે ટ્રેકિંગ માટે  ગયા હતા. આ બાજુએ કેવિન ગુફા થી ભાગી ને અભી અને પ્રથમ ને બેહોશી માં મળે છે .અને અહીં પિયા અને જીયા ને પણ હોશ આવી ગયો છે અને રીલ તથા કબીર પણ જમુના અને chintu ની જાળમાં સપડાઈ ગયા છે .પેલો રાક્ષસમાનવ નજીક આવી જાય છે અને કબીર ને બેહોશી માં જ પકડી લે છે. પિયા અને જીયા ભાગવાં જાય ત્યાંજ પાછળ chintu અને જમુના  પહોંચી જાય છે.

હવે આગળ,

                  પિયા અને જીયા  બંને બાજુ થી ઘેરાઈ જાય છે.પેલો રાક્ષસ આગળ વધતો જ હોય છે ત્યાં જ કબીર ને હોશ આવી જાય છે પોતાને કોઈ મોટી આફત માં જોઈ ને ડરી જાય છે તે કંઈ સમજી શકતો નથી..અને સામે જીયા અને પિયા ને જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. ત્યાંજ રાક્ષસમાનવ તેનાં પર હુમલો કરી દે છે તે ખુદ ને તેની પકડ માંથી  છોડાવવા મચ્યો રહે છે.ત્યાંજ  બેહોશ પડેલી રીલ ને પણ હોશ આવી જાય છે. તે કંઈ સમજે તે પહેલાં પેલો રાક્ષસમાનવ કબીર ને જોર થી પટકી ને દુર ધક્કો મારી ને રીલ નજીક પહોંચી જાય છે. પિયા રીલ ને બચાવવા બાજુ માં સળગતી મશાલ લઇને રાક્ષસ પર વાર કરવાં જાય ત્યાંજ જમુના અને chintu તેને પકડી લે છે અને જીયા કબીર પાસે પહોંચી જાય છે જે દર્દ થી કણસી રહ્યો હતો. જ્યારે જમુના પિયા ને પકડવા જાય છે ત્યાંજ પિયા મશાલ રીલ તરફ ઘા કરી દે છે… અને પેલો રાક્ષસ આગ જોઈ ને ડરી જાય છે અને દુર હટી જાય છે. રીલ મશાલ સુધી પહોંચે ત્યાં જ પેલો રાક્ષસ તેને પકડી લે છે

         આ બાજુએ જમુના અને chintu પિયા,જીયા અને કબીર ને ફરી થી  બાંધી દે છે અને પેલા રાક્ષસ તરફ ધક્કો મારે છે અને  રીલ પાસે થી પણ  મશાલ છીનવી લે છે. બધાજ મિત્રો ફરી એકવાર મુસીબતમાં ફસાઇ જાય છે… પેલો રાક્ષસ ફરી રીલ પર વાર કરવાં જાય છે

*******************************************

    આ બાજુએ કેવિન, અભી, અને પ્રથમ ત્રણેય પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે .અને પ્રથમ પોલિસ ને શરૂ થી લઈ ને બધી વાત કહે છે…

પ્રથમ : સર સમારી સાથે ચાલો અમારા મિત્રો  મુસીબતમાં છે..

ઇન્સપેક્ટર  : મી . કેવિન  તમે તો અંધારી ગલી વાળા રૂમ થી ગાયબ થયાં હતાં તો ગુફા માં કેમ પહોંચી ગયાં અને બીજી વાત ગુફા માંથી  બહાર કેવી રીતે પહોંચ્યા અને  એ પણ હોટેલ અંધારી ગલી થી દૂર જંગલ વિસ્તારમાં

કેવિન : સર હું અંધારી ગલી માંથી ગુફા સુધી કેમ પહોંચ્યો હતો એ તો મને  નથી ખબર એ તો તમને પેલા મેનેજર અને જમુના પાસેથી જ ખબર પડશે …કેમકે હું જ્યારે ભાગવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે મે તે બંને ને કબીર અને રીલ ને લાવતાં જોયેલા . અને બીજી વાત કે એ રાક્ષસ મારા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે  હું  છુપાતો છુપાતો  ભાગી રહ્યો હતો ત્યારે મને કદાચ એ રાક્ષસ માનવ  જોઈ  ગયેલો ભાગતાં ભાગતાં મારો પગ કોઈ ત્યાં પડેલ પથ્થર સાથે ભટકતા  હું પડી ગયો ઉભો થવા જતા me જોયું ત્યાં પત્થર પાસે કોઈ નિશાન લાગેલું હતું જે કોઈ બટન જેવું લાગી રહ્યું હતું ત્યારે તે બટન દબાવતાં  જ સામે કોઈ રહસ્યમય પત્થર ની દિવાલ માં દરવાજો ખૂલ્યો મારા માં કોઈ તાકાત રહી નહોતી તો પણ હું જીવ બચાવવા  તે દરવાજા પાસે ભાગ્યો ને મને બહાર સુરજ ની રોશની દેખાણી અને થોડી તાકાત ભેગી કરી ભાગ્યો થોડું ભાગતાં જ બેહોશ થઈ ગયો. આંખો ખોલી તમારે પ્રથમ અને અભી સામે હતાં …

અભી : પ્લીઝ, સર અત્યારે અમારા મિત્રોની  જાન જોખમમાં છે. તમે જલ્દી ચાલો …..

ઇન્સપેક્ટર : ok let’s go… આપણે જંગલી માણસ પકડવા માટે જંગલ પોલીસ ને સાથે લેવી પડશે… એ એરિયા માં કંઈક તો ગરબડી હતી પણ આજ સુધીમાં કોઈ  સબૂત મળ્યાં નહોતા …

*******************************************

         પેલો રાક્ષસ  રીલ પર વાર કરવાં જાય ત્યાંજ સનનનન……. બંદૂકની ગોળી  છૂટવાનો અવાજ આવે છે અને પેલો રાક્ષસમાનવ ઘાયલ થઈ જાય છે…. જુએ છે તો સામે કેટલાક પોલીસ જવાનો અને બીજા કદાચ જંગલ અધીકારીઓ ઉભા હતાં .

             પોલિસને જોઈ મેનેજર અને જમુના ભાગવાની કોશિશ કરે છે તો પોલિસ કોન્સ્ટેબલ દ્વારા તેમને પકડી પાડવામાં  આવે છે અને બધાને છોડી ને બચાવી લેવામાં આવ્યા આવે છે આખરે મહામહેનતે પેલા રાક્ષસમાનવ ને જંગલ પોલીસ દ્વારા પકડી ને એક પીંજરામાં  કેદ કરવામાં આવે છે.. અને જમુના અને મેનેજર ને સખ્તાઈથી બધાંને  કેદ કરવાનું રાજ પુછવામાં આવતા જમુના દ્વારા સચ્ચાઈ બહાર આવે છે.

જમુના : (રડતાં રડતાં) આ રાક્ષસ નથી  મારો દિકરો  છે.. એના જન્મ પછી બધું નોર્મલ હતું પણ એ  નાનપણથી જ એને નોનવેજ ખાવાની નોર્મલ બાળકો કરતાં વધારે હતી. એક દિવસ અચાનક મારો દિકરો તેના મિત્રો સાથે બેઠો હતો અને કોઈ બાબતે ઝગડો થતાં મારા દિકરા એે તેને ગુસ્સા માં જ પટકી પટકી ને મોત ને હવાલે કરી દીધો. એટલું જ નહી પણ તેણે ગુસ્સામાં જ તેના અંગો ખાવાનું ચાલું કરી દીધું .એ ઘટના બાદ મારા પતિ એ  તેને બાંધી ને ઘર માં જ પુરી દીધો. એ મારા સિવાય કોઈ ની વાત નથી  સમજતો .પણ એ મોટો થતો ગયો તેમ તેની ભુખ અને ગુસ્સો વધવાનું ચાલું જ રહ્યું  તે મારા પતિ ને પણ ભરખી ગયો.મે તેને દુનિયા થી છુપાવવા માટે આ ગુફા બનાવી. ત્યારથી આજ સુધીમાં તેની ભુખ સંતોષવા મે અમારી જ હોટેલ પર આવતાં લોકોને આશરા ના  બહાને પકડીને  એનો ખોરાક પૂરો  પાડતી હતી  આ અમારા પૂર્વજોની  જ હોટેલ છે  જેના એક દરવાજો બહાર ના ભાગ માં જ ખુલે છે જ્યાં જંગલ વિસ્તાર છે તેનો ઉપયોગ કરીને મે આ ગુફા બનાવી અને આ chintu પણ અમારો ખાનદાની વફાદાર છે જે મને  શિકાર બનાવવામાં મદદ કરે છે .અને જમુના  પીંજરા નજીક જાય છે

     પરંતુ હજુ કોઈ કોઈપણ વાત સમજે તે પહેલાં તે રાક્ષસમાનવ પીંજરુ તોડી ને જમુના પર જ હુમલો કરી ને તેને પકડીને અંદર જતો રહે છે  અને અંદર માત્ર બચાવો….બચાવોની ચીખો સંભળાય છે. કોઈ કંઈપણ કરી શક્યુ નહી…

      આખરે પોલીસ દ્વારા એ ગુફા અને હોટેલ હમેશાં માટે બંધ કરાવી દેવામાં આવી….

સંપુર્ણ……

          halfdream….. sapna

Share:FacebookX
Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.