આગલા પાર્ટ મા જોયુંકે કબીર અને રીલ ને હોટેલ પર જ રહેવાનું કહી અને અભી અને પ્રથમ પોલિસ સ્ટેશન મદદ માટે જાય છે .પણ રસ્તા પર જ ગાડી ના બધાં જ ટાયર પંચર થઈ જાય છે.બધાંની શક ની આંગળી મેનેજર અને જમુના તરફ જાય છે .
હવે આગળ,
આ બાજુએ રીલ અને કબીર હોટેલ પર એકલા હોય છે ત્યારે તેમને અંધારી ગલી તરફથી કોઈ અણધાર્યા અવાજો સંભળાતા તેઓ સતર્ક બની જાય છે .
રીલ : કબીર આ અવાજ સંભળાયો…
કબીર : હા આ પેલી અંધારી ગલી તરફથી આવતો હોય તેમ લાગે છે.
રીલ : કદાચ આપણા frends.. મુસીબતમાં તો નહીં હોય ને……..
કબીર : આપણે ત્યાં તપાસ કરવી જોઈએ પણ આ જમુના અને chintu ક્યાં છે?
રીલ : લાગે છે આ બંને કોઇક રમત રમી રહ્યાં છે .ચાલ આપણે ત્યાં જોઈ આવીએ કદાચ ત્યાં સુધી અભી અને પ્રથમ પણ પોલિસ લઈ ને આવી જશે..
( જમુના અને chintu એક ખૂણામાં )
જમુના : જો chintu પોલીસ અહીં સુધી પહોંચશે તો આપણે બરબાદ થઈ જશું ,બંને ફસાઈ જશું અને આટલા વર્ષો સુધી દફનાવી રાખેલ અંધારી ગલી નું રાજ ખુલી જશે.
chintu : મેડમ તમે ટેન્શન ના લો પેલા બંને નો બંદોબસ્ત થઈ ગયો છે. તે અહીંયા સુધી પહોંચે તે પહેલાં આપણું કામ થઈ જશે .તેઓ હવે સીધા…………
(આમ કહી ને બંને અટ્ટહાસ્ય કરવાં લાગે છે )
જમુના : બસ હવે જા પહેલાં બહાર જોઈ લે પેલા બંને શું કરે છે……
chintu ત્યાંથી ચાલ્યો જાય છે.
5 મિનિટ બાદ….
chintu દોડતો દોડતો આવે છે…
chintu: મેડમ… મેડમ…..પેલાં બંને ત્યાં નથી..
જમુના (ગુસ્સા સાથે) :શું કહે છે ? નફ્ફટ તારાથી આટલું પણ ના થયું .મે તને કહ્યું હતું ને બંને ક્યાંય જવા ન જોઈએ…….. જા શોધ બંનેને ….
થોડી વાર પછી….
chintu : મેડમ કદાચ એ ડર ના માર્યા પોત પોતાના રૂમ માં ભરાઈ ગયા હશે હમણાં થોડા સમય પહેલા પેલી છોકરી વાત કરતી હતી….
જમુના : બીજે જાશે પણ ક્યાં…….
( અટ્ટહાસ્ય………..)
*******************************************
આ બાજુએ રીલ અને કબીર બંને પેલી ગલી તરફ પહોંચી જાય છે …
રીલ (ડરતાં ડરતાં) : કબીર કેટલી ભયાનક લાગે છે આ જગ્યા દિવસ હોવા છતાં પણ અહીંયા કેટલું અંધારું છે .
કબીર : અહીં તો કંઈ દેખાતું નથી..
તેઓ પણ પેલાં દરવાજા તરફ આગળ પહોંચી જાય છે
રીલ : કબીર જોતો અહીંયા તો રૂમ હોય તેવું લાગે છે… પણ અજીબ નથી લાગતું આવડી મોટી જગ્યા અને માત્ર બે જ રૂમ !!!!
ત્યાંજ પેલી ગર્જના જેવો અવાજ આવે છે આ વખતે અવાજ તીવ્ર હોય છે….. રીલ અને કબીર વધુ ડરી જાય છે ત્યાંજ રીલ નો પગ લપસી જતાં તે નીચે પડી જાય છે ત્યાંજ તેનો હાથ કોઈ વસ્તુની સાથે અથડાય છે જુએ છે તો નાની લાલટેન હોય છે …
રીલ : જો કબીર અહીંયા આ લાલટેન છે… હાશ…… કંઈક તો દેખાશે…. આને જગાવીશું કેવી રીતે પણ તને અહીંયા અજીબ વાસ નથી આવતી …
કબીર : લાલટેન જગાવી આપીશ હું..જો આ મારી પાસે લાઈટર છે અને વાસ તો આવે છે…
રીલ : ચાલ જલ્દી લાઈટ ચાલુ કર.
અને કબીર લાલ ટેન ચાલું કરે છે..
રીલ : હાશ…અજવાળું થયું …….
પણ આ શું….. બંને આજુબાજુ જોઈ ને ડઘાઈ ગયાં જ્યાં જુઓ ત્યાં બસ સુકાયેલા લોહી ના જ નિશાન હતાં…
રીલ : આ બધું જ છૂપાવવા જ અહીં દિવસે પણ અંધકાર રાખવામાં આવતો હશે… નથી કોઈ બારી કે દરવાજો….
કબીર :કદાચ આ બધું રાજ આ બે દરવાજા માં જ છે …
*******************************************
કેવિન ને થોડો થોડો હોશ આવે છે તે ખુદ ને હોશ માં લાવવાની કોશિશ કરે છે …તે ખુદ ને બંધાયેલ મહેસૂસ કરે છે અને તીવ્ર ગંધ ને લીધે તેનું માથુ ચકરાવા લાગે છે.. ધીરે ધીરે તે ઉભા થવાની કોશીશ કરે છે પણ હાથ પગ બંધાયેલ હોવાથી ઉઠી શકતો નથી તે તે જુએ છે કે તે પોતે કોઈ ગુફા માં હોય તેવું લાગે છે…. તેને આજુબાજુ માત્ર માનવ કંકાલ અમે કોઈ હાથ, પગ, ધડ આમ જુદા જુદા સડેલા, કોઈ તાજા માનવ દેહ જુએ છે… તે પોતાના હાથ ખોલવામાં સફળ થાય છે અને જલ્દી જલ્દી પોતાના પગ ખોલે છે… અને જેવો ઉભો થવા માટે જાય છે ત્યાં કોઈ ત્રાડ સંભળાય છે …તે ડરી જાય છે… અને તેની આંખો પિયા અને જીયા ને શોધવાં લાગે છે .પણ અર્ધ માનવ દેહ અને કંકાલ સિવાય કોઈ દેખાતું નથી. ત્યાંજ વધારે જોર થી ત્રાડ પડે છે કોઈ નજીક આવતું હોય તેમ અનુભવે છે… તે ખુદ ને બચાવવા અને કોણ છે તે જોવા નજીક એક મોટી શીલા પાછળ છુપાઈ જાય છે …
અવાજ વધુ નજીક આવી રહ્યો હતો ત્યાંજ તેણે કોઈ વિશાળકાય માનવ આકૃતિ નો પડછાયો દેખાયો એ પડછાયા પાછળ નો દેહ જોઈ ને એ ગભરાઈ ગયો તેણે નજીક થી જોયું તો તે કોઈ માનવભક્ષી રાક્ષસ હોય તેવું લાગી રહ્યું હતું… સંપુર્ણ માનવ દેહ પણ માત્ર વાળ,નખ, મોટા મોટા નખ માં સુકાયેલા માંસ ના લોચા ભરાયેલા હતાં અને હાથ લોહી થી ખરડાયેલ હતાં…અચાનક જાણે તે કોઈ રીતે અકળાયો હોય તેમ આમતેમ ફાફા મારવા લાગ્યો અને તે અચાનક બાજુ માં જગતી મશાલ સાથે અથડાઇ જતાં ત્યાંથી ભાગવા લાગ્યો..જાણે આગ જોઈ ને ડરી ગયો હોય તેમ
કેવિન(ડરતા ડરતા મન માં ) : સારું થયું હું મશાલ નજીક હતો નકર આ રાક્ષસ મને પોતાનું ભોજન બનાવી લેત બચી ગયો. પણ પિયા અને જીયા ક્યાં હશે અને અમે તો પેલાં હોટેલ ના અંધારી ગલી વાળા રૂમ પર હતાં .તે ત્યાંથી બહાર નિકળવા અને પિયા, જીયા ને શોધવા રસ્તો શોધવા લાગ્યો… આમ તેમ ભટકી રહયો હતો ત્યારે તેણે મેનેજર અને જમુના ને કંઈક ઘસડી ને લાવતા જોયા… જોયુ તો રીલ અને કબીર હતાં જે ને ખુદ ની જેમ બેહોશી મા બાંધેલ હતાં
to be continued…….
કેવી રીતે બચી શકશે બધાં દોસ્તો?
કેવી રીતે બધાં સાથે મળશે ?
we will see in next part….
halfdream…… sapna