આ.. આ... આ... બધાએ જોરથી ચીસ સાંભળી. "અરે શું થયું કમી ? આ છોડી પણ ખરી છે જ્યાં ને ત્યાં પડતીઆફડતી જ હોય." કમલીની મા બહાર દોડતી દોડતી આવી.ચિસનો નો અવાજ એટલો જોરથી હતો કે, આજુબાજુવાળા પડોશીઓ પણ ત્યાં ભેગા થઈ ગયા. બધાએ આવીને જોયું કે, કમલી પોતાના બંને હાથ આંખ ઉપર રાખીને ઉભી હતી. બધા લોકો આવીને કમલીને પૂછવાં લાગ્યા, "અરે કમી! કેમની આટલી જોરથી બરાડો પાડે છે.? હુ થ્યું?" કમલી એ આંખો પરથી હાથ હટાવ્યો અને એક ખૂણા તરફ ઇશારો કરતાં ડરતા ડરતા કહ્યું કે, "ન્યાં ઓલાપણે ...... કંઈક... મમ્મા મામારા પગ...... " બધા સમજી ગયા કે સાપ કે વીંછી અથવા તો બીજું કાંઈ ઝેરી જીવજંતુ હશે. તેથી બાજુવાળા કરમશી કાકા ખૂણામાં પડેલો ડંડો લઈ અને તે ખૂણામાં જોવા ગયા. તેમણે ખૂણામાં પડેલ વસ્તુઓ આડા સવળી કરીને જોઈ તો તેમણે ખૂણામાં કંઈક એવું જોયું કે તેઓ જોરજોરથી હસવા લાગ્યા . તેમનું આવું વર્તન જોઈ અને બધા પણ તે ખૂણા તરફ ગયા. તેઓ પણ ત્યાં જોઈને હસવા લાગ્યા. અને કરમશી કાકા બોલ્યા, " અરે ગાંડી આ તો વાંદો છે.
halfdream….. sapna