હું આજકાલ બહુ જીદ્દી થઈ ગઈ છું. મેં મમ્મીને મળવા જવા માટે પપ્પા સામે જીદ કરી. પપ્પાએ મને કહ્યું કે, " આ વીક મારે વધારે કામ છે,તેથી આવતા વીકે હું તને ચોક્કસ લઈ જઈશ."પરંતુ મારી જીદ સામે પપ્પાને ઝુકવું જ પડ્યું. અમે લોકોએ ન્યૂયોર્ક થી મમ્મીના ઘરે જવા માટે પ્લેન ટિકિટ બુક કરાવી. હું ખૂબ ખુશ હતી.અમે લોકો સવારે પ્લેનમાં બેસી ગયા. હજુ તો થોડી વાર થઈ હશે ત્યાં પ્લેનમાં મોટો ઝટકો લાગ્યો હોય તેઓ અમને આભાસ થયો.બારીની બહાર મેં પ્લેનની એક પાંખ સળગતા જોઈ અને જોતજોતામાં પ્લેન ક્રેશ થઈ ગયું....... આજકાલ મારા હાથ-પગ કામ કરતા નથી માત્ર જિદ્દી મન અને નિર્બળ આંખો મળીને આસપાસ મારા પિતાને શોધ્યા કરે છે. કદાચ મેં જીદ ન કરી હોત....
halfdream….. sapna