રતી ડોશી, તેનો દીકરો,તેની વહુ અને તેની 12 વર્ષની પૌત્રી ભૈરવી આ ચાર સભ્યોનો પરિવાર કચ્છનાં એક જિલ્લામાં રહેતા હતા. કચ્છમાં આવેલા મહાકાય ભૂકંપને કારણે રતી ડોશી નો પરિવાર વિખેરાઈ ગયો. માત્ર રતી ડોશી બચી ગયા. છેવટે તેઓ સુરતમાં રહેતા તેના બીજા પુત્ર ને ઘેર રહેવા આવ્યા. ડોશીનું મન બસ હંમેશા એક જ વાત માટે રડતું કે આવડી મોટી હું 80 વર્ષ ની ડોશી પડી રહી અને મારા નાના દીકરા નો પરિવાર મારી આંખોની સામે વિખેરાઈ ગયો. આમ કરતાં કરતાં લગભગ પાંચેક વર્ષ વીતી ગયાં.
એકવાર ઘરના સભ્યો બેસીને ટીવી પર કચ્છ ન્યૂઝ ચેનલ જોઈ રહ્યા હતા . ત્યારે ન્યૂઝમાં હેડલાઈન આવી કે કચ્છમાં આવેલા ભયંકર ભૂકંપમાં અનાથ બનેલી ભૈરવી કુમારી આજે સમગ્ર કચ્છ જિલ્લાની એચ.એસ.સી.ની પરીક્ષામાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. અને સમગ્ર કચ્છ જિલ્લાનું નામ ગુજરાતમાં ઉજાળ્યું છે. ટીવી પરબે રવિની તસવીર જોતાની સાથે જ સૌની આંખો હર્ષથી ભરાઈ ગઈ.
halfdream….. sapna