” અરે સાહસ ઉભો રે .હું તને નહિ પકડી શકું. અરે ….” સાહસ ની પાછળ ભાગતી રેવતી કહેવા લાગી. ” અરે… પકડાવવું પણ કોને છે. આજે તો તને દોડાવીને થકવાડી દઈશ.” સાહસે પાછળ રેવતી ની સામે જોતાં જોતાં કહ્યું. ” અરે ભઈલુ હવે તો ઉભો રે હું થાકી ગઈ હવે તું………. રેવતી વાક્ય પુરું કરે તે પહેલા જ પાછળથી તેમની મમ્મીનો અવાજ સંભળાયો. “અરે તમે બંને ત્યાં ક્યાં રમો છો તમને મેં ના નથી કહ્યું એ બાજુ રમવા નહિ જવાનું. બાજુમાં કેટલી ઊંડી ખીણ છે પગ લપસ્યો ને તો તમારા હાડકા પણ હાથમાં નહિ આવે.” એટલામાંજ ચીસ ભર્યો અવાજ સંભળાયો ભયલુ……. ત્યાંતો સીમા ના હાથમાં રહેલી તપેલી પડી ગઈ અને અવાજ થતાં જ સીમા દિવાસ્વપ્ન માંથી બહાર આવી અને તેની નજર સામેની દિવાલ પર હાર ચડાવેલા સાહસ ના ફોટા પર પડી…….
halfdream….. Sapna