વાગે છે જે હૃદયને એ ધડકનો યાદ રાખું છું
થોભી ગયેલા હર એક પંથો ને યાદ રાખું છું
હર હંમેશ હું ખોવાઈ જાઉં છું એ મસળાઈ ગયેલ સપનાઓમાં
બદલતો રહે છે સમય હંમેશા
એટલા માટે જ તો જૂની જીવાઈ ગયેલી ઘડીઓ ને યાદ રાખું છું
મને સારા નરસા સાથે કોઇ સંબંધ છે તો માત્ર એટલો જ
ગમે તેવી સ્થિતિમાં મહેરબાનની મહેરબાનીઓ યાદ રાખું છું
સતાવતી રહે જિંદગી હંમેશા થાક લાગે જો આતમને
ત્યારે બધું જ ભૂલી જાઉં છું તો પણ મારા બાળપણને યાદ રાખું છું
અથડાઈ જ્યારે નફરત ભર્યા શબ્દો
આગ લગાવે ઉરમાં સંબંધો ભરી ચિંગારી
તો પણ પ્રેમ નિભાવવાની રીત યાદ રાખું છું
halfdream ….. sapna