વહેલા વહેલા જાગો,આ તો શિયાળાની સવાર છે
જાગીને ભાગતા ભાગતા, મારવી એક લટાર છે
સુરજ ને પૂછજો જરા, અલ્યા ક્યાં ગરમી ભરી વખાર છે
વહેલા વહેલા જાગો, આ તો શિયાળાની સવાર છે
ગુલાબી આ ઠંડીમાં, ક્યાંક તાપણું અસવાર છે
કહેવું લાગે મીઠું, સોનેરી આ સવાર છે
અરે ભાઈ વહેલા વહેલા જાગો, આ તો શિયાળાની સવાર છે
શેરડીનો સ્વાદ મીઠો, એ તો તેજ ધાર કટાર છે
તલની ચીક્કી શ્યાણી, ગોળનો પાક મજેદાર છે
આવી મીઠી મોજ,આઠ મહિને એક વાર છે
વહેલા વહેલા જાગો, આ તો શિયાળાની સવાર છે
કસરત દાવ લગાવો, તંદુરસ્તીની મજદાર છે
ગરમાગરમ ચાની, ચૂસકીઓ અલકવાર છે
અરે વહેલા વહેલા જાગો,આ તો શિયાળાની સવાર છે
halfdream….. sapna