નાનકડી છ વર્ષની તન્વી તેના માતા-પિતા સાથે બીચ પર ફરવા ગઈ હતી. ત્યારે અચાનક તન્વી ત્યાં બીચ પર પડેલો કચરો વિણવા લાગી. ત્યારે તેની મમ્મીએ નજીક આવીને ઠપકો આપતા કહ્યું કે,” આ શું કરે છે તનુ? આવા ગંદા કચરામાં શું હાથ નાખે છે મુક બધું ચાલ તારા હાથ સાફ કરી આપુ.” ક્યારે નાનકડી તને વળતો જવાબ આપતા કહ્યું કે, ‘અમને સ્કૂલમાં ટીચરે શીખવાડ્યું હતું કે આપણે હંમેશાં ઘર ચોખ્ખું રાખવું જોઈએ ઘરમાં આમતેમ કચરો ફેંકવો ન જોઈએ.અને પછી ગીત ગવડાવ્યું હતું કે,
” પૃથ્વી આપણું ઘર છે
ધરતી આપણી માતા છે”
તો આપણે ઘર ચોખ્ખું રાખવું પડેને .’ નાનકડી તન્વીની આટલી સમજણ ભરી વાત સાંભળીને તેની મમ્મીને થોડીવાર પહેલા નાસ્તો કરીને કચરો ભરેલી રસ્તા પર ફેંકેલી થેલી યાદ આવી.
halfdream….. sapna