આગળ આપણે વાંચ્યું કે બધાં ને જ્યોત ના પ્રકાશ થી દરવાજો મળી જાય છે પણ કોઇપણ સંજોગે દરવાજો ખુલ્યો નહીં બધાં હતાશ થઈને બેસી જાય છે ત્યારે અચાનક જ બધે જ ધુમાડો છવાઈ જાય છે. ત્યારે સામે એક માનવઆકૃતિ દેખાય છે .
સીમા (ડરતાં ડરતાં ): guys… સામે જુઓ લાગે છે ફરીથી પેલી રાજાની દુષ્ટ આત્મા આવે છે.
આદી (ઉભો થઈને) : આવવા દે એને છોડવાનોટ નથી.
સાનુ : અરે આતો કોઈ સ્ત્રી હોય તેમ લાગે છે.
પંકજ : હા guys… આ વળી કોણ હશે?
સીમા : બધાં સંભાળી ને, સતર્ક રહેજો.
તે માનવઆકૃતિ નજીક આવે છે. બધાં દૂર ભાગવાં લાગે છે .ત્યારે તે આત્મા ખુબજ નજીક આવી ગઈ હતી.
આત્મા : ડરો નહીં, હું તમારી મદદ માટે આવી છું.
આદી : અમે કઈ રીતે વિશ્વાસ કરીએ ?
આત્મા : વિશ્વાસ કરવો પડશે. હું એ દુષ્ટ પુત્ર ની બદનસીબ માતા શાંતીદેવી છું… હું તમારી મદદ માટે આવી છું.
પંકજ (ધીમે થી) : જો..જો ધ્યાન રાખજો આ પેલા દુષ્ટ રાજાની ચાલ હોઈ શકે.
આત્મા : નહિં હું તો ખુદ તેની વિરોધી છું. પાછલા જન્મે હું તે દુષ્ટ ને રોકી ના શકી. અને તેણે તેની મા ને પણ ના છોડી મારી આત્મા પણ કેદ કરી લીધી હું તો આ જ્યોત ને કારણે મુક્ત થઈ ગઈ. તે સમયે મારા દુષ્ટ પુત્રની આત્મા ને કેદ કરનાર એ વિદ્વાન મને શોધી ના શક્યા પરંતુ આ જ્યોત સાથે એક મંત્ર બાંધી દીધો અને કહ્યું હતું કે જ્યારે સોનલ પોતાના બીજા જન્મે અહિં આવશે ત્યારે આ જ્યોત મને શોધી લેશે અને આજે એ મંત્રની અસર થી મારી આત્મા મુક્ત થઈ શકી છે.
સાનવી : અમે કઈ રીતે વિશ્વાસ કરીએ કે તમે અમારી મદદ માટે આવ્યા છો આ કોઈ એ દુષ્ટ આત્માની ચાલ નથી
આત્મા : વિશ્વાસ કરવો પડશે. આ જ્યોત મા મારી શક્તિ ઓ છે. એ મારા કપુત થી તારી બહેનને મારી શક્તિઓ જ બચાવી શકશે. આ જ્યોત મારા મંત્ર શક્તિઓ થી જ કાર્યો કરશે.
સીમા : guys… શું કરીશું? ભરોસો કેમ કરીએ
પંકજ : મિત્રો મને લાગે છે કે આ ખરેખર શાંતિદેવી જ છે.
પંકજ : જો તમે અમારી મદદ માટે આવ્યા હો તો આ દરવાજો ખોલીને બતાવો
થોડીવાર બાદ શાંતિદેવી ના મંત્રશક્તિ થી દરવાજો ખુલી જાય છે. બધાં ખુશ થઈ દરવાજાની જાય છે. પણ દરવાજાની અંદર જતાંજ જાણે બીજા મહેલ માં પહોંચી ગયા હોય તેમ બધાં અલગ અલગ ઓરડાઓ જ દેખાય છે.
સીમા : આ આપણે ક્યાં આવી ગયાં .અહિં તો કેટલાં બધાં ઓરડાઓ છે આમા સોનુ ને ક્યાં શોધીશું?….
to be continued…
halfdream….. sapna