આગળ ના ભાગ માં વાંચ્યું કે અચાનક સાનવી ને તેનો અને સોનાલી નો પુર્નજન્મ યાદ આવી જાય છે.ત્યાંજ પેલી દુષ્ટ આત્મા બિભત્સ રીતે સામે આવી જાય છે અને શિપ્રા (સાનવી) ને મારી નાંખવા ની ધમકી આપે છે.
અને ત્યાંજ સાનવી ઉભી થઈ ગઈ અને એ દુષ્ટ રાજા ની આત્મા પર વાર કરવાં જાય છે ત્યારે તે આત્મા ગાયબ થઈ જાય છે… અને સાનુ ત્યાંજ પડી જાય છે.. આદી, પંકજ, સીમા તેને બચાવવા માટે જાય છે પણ સાનુ રેલિંગ પર થી પડી જાય તે પહેલાં પંકજ તેનો હાથ પકડી લે છે..
સાનુ (રડતાં રડતાં) : please.. મારી દી ને પાછી લઈ આવો
પંકજ : સાનુ તારે ધીરજ રાખવી પડશે. આપણે સોનુ ને જલ્દી જ શોધી ને અહિંયા થી બહુ દૂર જતાં રહીશું…
સીમા : હા સાનુ તુ ચિંતા ના કર આપણે સોનુ ને શોધી લઈશું.
આદી :આપણે પેલાં દરવાજો શોધીએ ચાલો જલ્દી
પંકજ :હા ચલ સાનુ..
અને બધાં દરવાજો શોધવાનું ચાલુ કરી દે છે પણ ત્યાં કોઈ દરવાજો મળતો નથી .
આદી : પંકજ એ દરવાજો તો ક્યાંય પણ નથી હવે શું કરીશું?
સાનુ : મને ખબર છે દરવાજો અહિંયા જ છે પણ આ પેલા રાજાની કોઈ માયા છે જેથી સામે હોવા છતાં આપણે તેને જોઈ શકતા નથી.અને થોડીવાર માટે શાંત (શુન્યસક) બની જાય છે અચાનક…
સાનુ :ચાલો બધાં મારી સાથે …..
અને સાનુ જાણે ગઢ નો ખુણે ખૂણો જાણતી હોય તેમ બધાં ને ગર્ભગૃહ તરફ લઈ જાય છે જ્યાં પહેલાં રાજા હેમંત ની માતા શાંતીદેવી નું પૂજા ઘર હતું જે હેમંતે હટાવી ને ખાલી એક ઓરડો કરી નાંખ્યો હતો… તેમાં એક નાનકડા દેરા પાસે એક જ્યોત પ્રજ્વલિત હતી. સાનુ તે જ્યોત ને હાથમાં લઈને આગળ આવે છે.
સાનુ : આ રાજા હેમંતની માતા શાંતીદેવી ની શક્તિઓ છે. આ જ્યોત સદીઓ થી અહિંયા પ્રજ્વલિત છે. શાંતીદેવી ખુબજ શક્તિશાળી હતા તેમણે સાધના કરી ને ભગવાન પાસે થી શક્તિઓ હાંસલ કરી હતી. તેમની શક્તિઓ રાજા હેમંત કરતાં અનેકવિધ હતી .તેઓ શક્તિઓ મેળવે તે પહેલાં હેમંતે તેની માતા ની જ જીંદગી છીનવી લીધી. કેમકે તે જાણતો હતો કે આ શક્તિ તેનો અંત કરી નાખશે. પણ તે આ શક્તિ ને છીનવે તે પહેલાં જ તેમની માતાની આત્મા એ શક્તિ ઓ ને આ દિપક માં સમાવી દીધેલ.
સાનવી : હવે આ જ્યોત આપણને રસ્તો બતાવશે…
અને તે જ્યોત લઈ ને બહાર પ્રકાશ માં આવે છે કે તરતજ બધે કંઈક અલગ જ ઓજસ પથરાઈ જાય છે અને સાનુ તે જ્યોત સાથે આગળ વધે છે…
સીમા : અરે તું આ શું કરી રહી છે ?
સાનુ : બસ બધાં મારી પાછળ આવો
અને જ્યોત નું પુંજ આગળ તરફ હવા મા પ્રકાશ ફેલાવા લાગે છે ત્યાં થોડીવાર બાદ સામે પેલો દરવાજો દેખાય છે. બધાં ખુશ થઈ જાય છે.
આદી : જો રહયો દરવાજો..
સીમા : હા, ચાલો જલ્દી સોનુ ને શોધીએ.
અને બધાં દરવાજા પાસે પહોંચે છે ત્યારે દરવાજા પર મોટુ તાળુ લાગેલું હોય છે.
પંકજ : અરે આના પર તો મોટો લોક છે આને કેમ ખોલીશું?
સાનુ : આ જ્યોત ની શક્તિ નો ઉપયોગ માત્ર શાંતીદેવી અથવા તો સોનલ બે જણ જ ઉપયોગ કરી શકે તેમ છે આપણી પાસે બંને માંથી કોઈ હાજર નથી. પંકજ આપણે આ તાળુ તોડવું પડશે.
આદી સામે દિવાલ પર થી તલવાર લઈ ને વાર કરવાં લાગે છે પણ તાળુ તુંટતુ નથી ત્યારે પંકજ પણ બીજી તલવાર લઈ ને વાર કરે છે પણ તાળા સાથે કોઈ શક્તિ હોય તેમ તે તાળુ ટસ કે મસ થતું નથી.
સીમા : આ લોક કોઈક શક્તિ થી બાંધેલો છે. આપણે આને નહી તોડી શકીએ.
પંકજ (જોર થી શ્વાસ લેતાં લેતાં) : સાચી વાત છે આ આપણા હાથ ની વાત નથી આ કોઈ સામાન્ય લોક નથી. અને નીચે બેસી જાય છે આદી નો પણ એ જ હાલ છે..
સાનુ : હવે.. હવે આપણે શું કરીશું ? દી ને કઈ રીતે પાછી લાવીશું ?
પંકજ : સાનુ તું ચિંતા ના કર જરુર કોઈ રસ્તો મળી જશે.
સાનુ : હે ભગવાન, કોઈ રસ્તો બતાવો ઘરે મમ્મી પપ્પા ને શું જવાબ આપીશ please.. મારી સોનાલી દી ને પાછી આપી દો….
ત્યાં સામે ખુબજ ધુમાડો છવાઈ જાય છે જેમાંથી કોઈ માનવ આકૃતિ બહાર આવતી હોય તેવું જણાઈ રહ્યું હતું
કોણ હશે એ માનવ આકૃતિ ?
શું બધાં સોનાલી ને શોધી શકશે?
to be continued……
halfdream….. sapna