આગળ ના ભાગ માં આપણે વાંચ્યું કે બધાં મહેલ માં પહોંચી જાય છે અને ત્યાં તેઓ ને કોઈ અજીબ અનુભવો થાય છે જ્યાં કોઈ દરવાજો હતો જ નહીં ત્યાં કોઈ દરવાજો દેખાય છે. અને ત્યાં જ સાનવી અચાનક બુમ પાડે છે.
પંકજ : અરે… સાનુ શું થયું?
સાનવી : પંકજ સોનાલી દી ક્યાં છે??
સીમા : એ હજુ તો અહીં જ હતી.
સાનવી : હા હમણાં સુધી તો મારી બાજુ માં જ હતી..
આદી : oh no…!!
પંકજ : શું થયું?
આદી : આ દરવાજો તો અહિં જ હતો ને આપણે સૌ જાણીએ છીએ તો ક્યાં ગાયબ થઈ ગયો.
સીમા : આપણી સાથે આ શું બની રહ્યું છે? પહેલા સોનુ ગાયબ હવે આ દરવાજો પણ ગાયબ…. ક્યાંક પેલા વૃદ્ધ કાકાની વાત સાચી તો નહી હોય ને ક્યાંક ખરેખર અહિં……..
આદી :શું સીમા આવી આડીઅવળી વાતો કરે છે આત્મા જેવું કંઈ પણ ના હોય સમજી
પંકજ : ચાલો ખોટી માથાકૂટ છોડો આપણે સોનુ ને શોધવાની છે ચાલો બધાં
સાનવી : હા ચાલો …
સીમા : પણ આટલા મોટા મહેલ માં સોનુ ને શોધીશું ક્યાં?
સાનુ : મને લાગે છે કે આપણે પહેલાં પેલો દરવાજો શોધવો જોઈએ કદાચ દી ત્યાં ફસાઈ ગઈ હોય
પંકજ : ok… આપણે ટીમ બનાવીએ સાનુ ને હું આ તરફ જઈએ આદી તુ અને સીમા આ બહાર તરફ જાઓ
સીમા : નહીં આપણે જ્યાં જઈશું ત્યાં સાથે જ જઈશું કોઈ છુટા નહીં પડીએ…
ત્યાંજ કોઈ રોષ ભર્યો અવાજ આવે છે……
ચાલ્યા જાઓ અહિંયા થી……. ચાલ્યાં જાઓ
સાનુ : કોણ છે અહીંયા ? નહીં જઈએ અમે મારી દી ને લીધાં વગર નહીં જઈએ ક્યાં છે મારી દી? સામે આવ કાયર
અજાણ્યો અવાજ : અરે શિપ્રા તું પણ આવી ગઈ હા.. હા.. હા… હા… અને જોર થી હસવાનો અવાજ આવે છે.. ચાલી જા અહીં થી નહીં તો બધાં પોતાના જીવ ગુમાવશો.
થોડીવાર બાદ અટ્ટાહાસ્યનો અવાજ શાંત થઈ જાય છે
અને સાનુ ક્યાં છે મારી દી અને હું કોઈ શિપ્રા નથી મારી દી પાછી લાવ આમ ચીખતી બેહોશ થઈ ને ઢળી પડી.
આદી : અરે સાનુ અરે પંકજ પકડ આને …લાગે છે બેહોશ થઈ ગઈ છે .સીમા બેગ માંથી પાણી લાવ
સીમા પાણી આપે છે. પંકજ સાનુ ના મોઢાં પર પાણી છટકારે છે. પણ કોઈ હલચલ જોવા મળતી નથી.
સીમા : સાનુ પર તો કોઈ અસર નથી આપણે હવે શું કરીશું? સોનુ પણ ગાયબ થઈ ગઈ છે
આદી : relax …આપણે કોઈ રસ્તો શોધી લઈશું
પંકજ : આપણે પહેલાં સાનુ ને હોશ માં લાવવી પડશે પછી જ સોનુ ને શોધી શકીશું.
બધાં સાનુ ના હોશ માં આવવાની રાહ જોઈ ને ત્યાંજ બેસી જાય છે
થોડીવાર બાદ…
સીમા : જો સાનુ ને હોશ આવી રહ્યો છે
આદી : તે કંઈક બોલી રહી છે ચાલો જલ્દી… બધાં ત્યાં નજીક આવી જાય છે.
સાનુ કંઈક બોલી રહી હોય છે.
દુષ્ટ હેમંત તને નહીં છોડું.છોડી દે…..છોડી દે … કાયર
પંકજ સાનુ ને હલાવે છે. ઊઠ …સાનુ ઊઠ …
સાનુ ઝબકી ને ઉભી થઈ જાય છે અને સોનલ…. સોનલ… બુમો પાડવા લાગે છે… અને જોર જોર થી શ્વાસ લઈ રહી હોય છે.. અને ઠંડી માં પણ પરસેવે રેબઝેબ થઈ જાય છે..
આદી : સાનુ ને જોર થી હલાવીને સાનુ.. સાનુ.. કહે છે ..
સાનવી (રડતાં રડતાં) : આદી, પંકજ, સીમા મને બધું યાદ આવી ગયું છે. પેલાં વૃદ્ધ કાકા સત્ય કહેતાં હતાં તે દુષ્ટ, અત્યાચારી, પાપી ફરી એકવાર જાગૃત થઈ ચૂક્યો છે .અને બંધન માંથી છુટી પણ ગયો છે. આ વખતે તેનો સંપુર્ણ નાશ થઈ ને જ રહેશે. આપણે સોનલ ને છોડાવી ને જ રહીશું…
પંકજ : સાનુ આ તુ શું કહી રહી છે અને કોણ છે આ સોનલ? એ સોનલ નહિં આપણી સોનાલી છે.
સાનવી : પંકજ મને બધું બરાબર યાદ આવી ગયું છે… એ રાજાની એકવીસમી રાણી બીજું કોઈ નહીં પણ એ સોનાલી દી જ છે અને હું સોનલની ખુબજ પાક્કી સહેલી શિપ્રા છું મેજ એ દુષ્ટ હેમંત ને સજા આપવા માટે સોનલ એટલે કે સોનાલી દી ની મદદ કરી હતી.
આદી : તો હવે તને ખબર છે કે સોનાલી ક્યાં છે?
સાનવી : હા, અત્યારે સોનાલી દી ને એ દુષ્ટ, કપટી રાજા એ જ દી ને કેદ કરી છે અત્યાર સુધી બધાં ભ્રમ એ હેમંત જ ઊભા કરી રહ્યો હતો જેથી તે આસાની થી દી ને પોતાના તાબા માં લઈ શકે…
ત્યાંજ અચાનક સામે કોઈક આકૃતિ દ્રશ્યમાન થાય છે. જેનું માથું ધડ પર હોતું નથી બાજું માં હવા માં એક માથું લટકી રહ્યું હતું..
બધાં ડરી જાય છે અને દુર ખસી જાય છે.
તે માથું બોલે છે. વાહ શિપ્રા તને તો બધું યાદ આવી ગયું છે. તો તને અહીં થી જવા કેમ દેવાય …હા… હા… હા ….
સાનુ : છોડી દે મારી બહેન ને આ વખતે તને નહિં છોડીએ
ત્યાંજ ………..
to be continued…….
halfdream…… sapna