સોનલ ગઢ 6
Share:FacebookX

સોનલ ગઢ 6

                આગળ ના ભાગ માં વાંચ્યું કે બધાજ મહેલની અંદર પહોંચી જાય છે. ત્યાં જ સાનવીને જાણે કોઈ સંમોહિત કરતું હોય તેમ મહેલમાં બધાં થી આગળ અલગ ચાલવા લાગી બધાં રોકવા લાગ્યા પણ જાણે તે  કંઈ સાંભળતી જ ના હોય તેમ એક નજરે જોતી આગળ ચાલવા લાગે છે. ત્યાંજ અચાનક આદી સાનુ ના ખભા ઉપર હાથ રાખે છે. ત્યારે સાનુ અચાનક ઝટકો લાગ્યો હોય તેમ ઝબકી જાય છે.

આદી : અરે સાનુ કઈ ધુન માં છે. કઈ બાજુ જાય છે. અહિંયા કોઈ નથી.

સાનુ :અરે… હું અહિં ક્યાંથી ?અને ….અને બધાં ક્યાં છે ?

      આટલું બોલતા તો તેણી પુરી પરસેવા થી રેબઝેબ થઈ જાય છે .

આદી : અરે.. પણ તું આટલી બધી ડરે છે કેમ? શું થયું? any problem?are you ok?

      એટલામાં બધાજ  ત્યાં પહોંચી જાય છે .

પંકજ : wow, સોનુ પેલો ફોટો જોતો કેટલો સુંદર છે!!

સીમા : હા અને જાણે એમ લાગે છે કે કોઈએ હજું હમણાં જ નવો નક્કોર મુક્યો હોય …અને તેમાં રહેલ વ્યક્તિ નું ચિત્ર તો જુઓ કેટલો ભયાનક ચહેરો છે .

સોનાલી  (સાનુ અને આદી ને જોઈને) :અરે… સાનુ are you ok?
      
સાનવી : સોનુ દી  મને અહિંયા કંઈક અજીબ લાગી રહ્યું છે. જાણે મને કોઈ શક્તિ મને આકર્ષી રહી હોય તેમ લાગે છે.

સોનાલી : અરે.. સાનુ એવું કંઈ નથી… એ તો આપણે લાંબો સફર કર્યો એટલે તું થાકી ગઈ હશે… હમણાં આપણે કોઈક જગ્યાએ આરામ કરી લઈશું don’t worry 😊😊

         ત્યાંજ મહેલ નો દરવાજો બંધ થઈ જાય છે. અને બધાં ડરી જાય છે.

સાનુ : જોયું દી અહિંયા કંઈક તો અલગ છે જ જે આપણને નથી દેખાતું …..દી મને ડર લાગે છે… મને આ જગ્યા ખુબજ જાણીતી હોય તેમ લાગે છે.

આદી : અરે એવું કંઈ છે જ નહીં દરવાજો તો હવાને લીધે બંધ થયો હશે .અને લાગે છે તુ પેલાં બુઢ્ઢા ની વાતો માં આવી ગઈ છે… અને હસવા લાગે છે.

પંકજ :ચાલો હવે આપણે આગળ વધીએ…

           ધીરે ધીરે બધાં આગળ વધવા લાગે છે અચાનક જાણે બધાં કોઈક જગ્યાએ ખોવાઈ ગયાં હોય તેમ લાગે છે . અને અચાનક સામે એક દરવાજો આવી જાય છે. બધાંજ અચંબિત થઈ જાય છે

સીમા : હમણાં તો અહિંયા કોઈ દરવાજો ન હતો.. આ અચાનક આપણી સાથે શું થઈ રહ્યું છે.

પંકજ : અરે… આ દરવાજો ક્યાંથી આવી ગયો…

        બધાંજ અચંબા સાથે એકબીજા સાથે વાતચીત કરવાં લાગે છે.

ત્યારે સાનવી જોરથી બુમ પાડે છે…..

to be continued……

halfdream…… sapna

Share:FacebookX
Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.