આગળ ના ભાગ સોનલ ગઢ 4 માં વાંચ્યું કે બધાં કોઈક અજાણી જગ્યાઓ પહોંચી જાય છે અને તેઓ એક વરિષ્ઠ વ્યક્તિ ને રસ્તો પૂછે છે ત્યારે તેમનુ કહેવું છે કે તેઓ સોનલ ગઢ માં જ છે અને તેમને જલ્દી ઘરમાં બોલાવી ને દરવાજો બંધ કરી દે છે
આગળ…..
પંકજ : અરે કાકા તમે શું કહો છો અમે સોનલ ગઢ માં જ છીએ પણ અહિંયા તો કોઈ ગઢ નથી .
સાનવી : અરે મે કહ્યું હતું ને આ એ જ જગ્યા છે.
આદી : હવે અમે ગઢ કઈ રીતે પહોંચીશું? અને તમે અમને પુરી કેમ રાખ્યા છે.. અમને જવાદો
વૃદ્ધ : આ ગઢ સદીઓ પહેલાં એક રાજાનો હતો તેનું નામ હેમંત હતું અને ગઢ નું નામ પહેલાં હેમગઢ નામ હતું .
સોનાલી (વૃદ્ધ વ્યક્તિ ને અટકાવી ને ) : હા કાકા અમને બધી સ્ટોરી ખબર છે પણ અમને ત્યાં જવાનો રસ્તો બતાવો…
વૃદ્ધ : હા બેટા ,પણ મારી વાત તો સાંભળો કહેવાય છે કે તેની એકવીસમી રાણી સોનલ જેણે તે અત્યાચારી રાજા ને તેના જ લગ્ન મંડપ માં મારી નાખ્યો હતો તેનો પુર્નજન્મ થઈ ચુક્યો છે અને એે રાજાની આત્મા હવે ખુબજ ઘાતક બની ચૂકી છે અને હવે તે કોઈ કેદ માં નથી રહ્યો તે તેની એ રાણી ને શોધી રહ્યો છે જેથી તે અધૂરા લગ્ન પુરા કરી ને સદા માટે અમર બની જાય. સૂરજ આથમતા જ તેની આત્મા શક્તિશાળી બની જાય છે અને આસપાસ કોઈ પણ વ્યક્તિ ને કે પ્રાણી ને ભટકતા નથી દેતો તરત જ તેની બલી લે છે.
આદી : લો સાંભળો, આત્મા આવી ગઈ અને રાણીનો પુર્નજન્મ થઈ ગયો છે… અને હસી કાઢે છે
સોનલ : તો તો આપણે એ રાજા ને જોઈ ને જ જઈશું… અને બધાં હસી પડે છે.
પંકજ : કાકા અમને એ ગઢ બતાવી દો અમે ત્યાં અત્યારે જ જઈશું.
વૃદ્ધ : નહીં બેટા અત્યારે ત્યાં જવું ખતરા થી ખાલી નથી અને તમે ત્યાં ન જાઓ મારું માનો તો ઘરે પરત જતાં રહો..
સીમા : નહીં અમે પાછા જવા માટે અહીં સુધી નથી આવ્યાં અમારે ત્યાં જવું છે અમને જવાદો ખાલી રસ્તો બતાવી દો અમે બધું સંભાળી લઈશું.
વૃદ્ધ : તમે નહી માનો પણ એક વાત માની લો આજે રાત્રે અહિં જ રોકાઈ જાવ અને કાલે સવારે જતાં રહેજો..
બધાજ રાત્રે ત્યાંજ રોકાઈ જાય છે .
આગલા દિવસે સવારે……..
બધાં મિત્રો તે વૃદ્ધ કાકા ના કહેલાં રસ્તે એ ગઢ તરફ જવા નિકળે છે. અને અડધી કલાક માં તેઓ તે ગઢ ગૃહ સુધી પહોંચી જાય છે.
સોનલ : see guys, લાગે છે કે આપણે તે મહેલ પહોંચી ગયા છીએ.. મે આ મહેલ ની પેઇન્ટિંગ વાળુ પોસ્ટર જોયું છે same to same આ જ copy છે.
એ રાજા હેમંત પછી તેની પાંચ પેઢીસુધી રાજ ચાલ્યુ પણ કોઈ પેઢી ના રાજાએ એ મંત્ર થી બાંધેલ દરવાજો ખોલ્યો નહોતો અને પેલાં કાકા તો કહેતા હતા કે તે રાજાની આત્મા મુક્ત થઈ ગઈ છે.
સાનવી : હા જો એ આત્મા મુક્ત થઈ ગઈ હશે તો તે એકવીસમી રાણી સોનલ ને શોધી ને જ રહેશે….
પંકજ : ચાલો આ બધી વાતો છોડો જલ્દી ચાલો આપણે આ મહેલ ને જોવા આવ્યા છીએ. આપણી મંજિલ સામે જ છે પછી મોડુ ન કરવું જોઈએ ચાલો જલ્દી
અને બધાં નજીક પહોંચી જાય છે ત્યાં દરવાજો ખુલ્લો હોય છે બધાં કોઈ છે…. કોઈ છે ની બૂમો પાડતા અંદર આવે છે જ્યાં મહેલનો મોટો દરવાજો દેખાય છે ..
આદી : ઓ બાપરે આટલો મોટો દરવાજો…
અને ત્યાં જ …..
to be continued…..
halfdream….. sapna