આગળ ના ભાગ માં વાંચ્યું કે બધાં ફ્રેન્ડસ ગાડી લઈને હોટેલ થી ગઢ તરફ રવાના થયા પણ સંજોગોવસાત તેમને ગાડી છોડવી પડે છે
સાનવી ઈસ્ટ તરફ આગળ વધવા લાગી સાથે સાથે સોનાલી, પંકજ, આદી, અને સીમા બધાં પાછળ ચાલવા લાગ્યાં .ધીમે ધીમે વૃક્ષો ઓછાં થતાં જાય છે અને સામે નાનકડું ગામ હોય તેવું નજરે પડે છે .
સીમા : hey friends, જુઓ સામે ગામ આવી ગયું આપણે પહોંચી ગયા.
પંકજ : thank god, ભટકતા ભટકતા પણ સાનુ એ પહોંચાડી દીધાં .
આદી : જલ્દી ચાલો, બહુ ભુખ લાગી છે.
સાનવી કંઈક એના અનોખા અંદાજમાં જ આગળ વધી રહી હતી
સોનલી : અરે, સાનુ ઉભી તો રે… અમને પહોંચવા તો દે
આખરે બધાં ગામ માં પહોંચી ગયાં.
સાનવી : આવી ગયો સોનલ ગઢ અને બધાં ને દોરીને ગઢ તરફ લઈ જાય છે
બધાં આખરે પહોંચી ગયા. પણ ત્યાં કોઈ ગઢ નજરે ચડ્યો નહીં .
આદી : અરે… આપણે કોઈ અજાણી જગ્યાએ આવી ગયાં હોય તેમ લાગે છે…. શું સોનુ તને ફરવા માટે આ સદીઓ જુનો ગઢ સિવાય કોઈ બીજી જગ્યા જ ના મળી લે હવે ફસાઈ ગયા ને.
સીમા : guys, આપણે આખા દિવસથી ભટકીએ છીએ હવે તો સાંજ ઢળવા આવી અને કોઈ જગ્યા એ પહોંચી ગયા છીએ એ પણ ખબર નથી.
પંકજ : relax guys, આપણે કોઈક ગામ માં તો છીએ dont worry આપણે ગામમાં જઈએ અને કોઈક ને પુછીએ ચાલો આગળ
સોનાલી : પણ ત્યાં કોઈ ખતરો નહીં હોય ને..
સાનવી : નહીં ત્યાં કોઈ ખતરો નથી ચાલો આપણે ત્યાં જઈએ
આદી : just shutup…. સાનવી આ બધું તારા કારણે જ થયું છે. ક્યારની આમ ચાલો ને તેમ ચાલો મંડાઈ પડી છો ફસાવી દીધા ને બધાને
સીમા : બસ આદી ઝગડો બંધ કર અને આગળ વધીને ગામમાં તો જઈએ સાંજ પડવાની તૈયારી જ છે .
અને બધાં આગળ જાય છે…..
સોનલ : ત્યાં સામે નાનકડું ઘર દેખાય છે ચાલો ત્યાં જઈએ..
પંકજ : guys, તમને કંઈક અલગ હોય તેમ નથી લાગતું આ જુઓ ગામના દરેક ઘરની દીવાલો પર આ અજીબ નિશાન બનાવવામાં આવેલા છે…
સોનાલી : હા પણ આપણે કોઈક ને મળીએ તો કંઈક જાણ થાય …
બધાં એ નાનકડા ઘરે પહોંચી જાય છે ત્યારે ઘરમાંથી એક મોટી ઉંમરના વૃદ્ધ બહાર આવે છે…
વૃદ્ધ : અરે તમે કોણ છો? અને આમ દિવસ આથમે બહાર કેમ આટા મારો છો?
પંકજ : કાકા અમે ભટકીગયાં છીએ અમે તો સોનલ ગઢ જવા માટે નીકળેલા પણ ખબર નથી પડતી કે કયા પહોંચી ગયાં છીએ અમને સોનલ ગઢ જવાનો માર્ગ બતાવશો..
વૃદ્ધ : પહેલાં તમે અંદર આવો જલ્દી કરો પછી બધી વાત.
બધાં ઘરની અંદર જાય છે .અને વૃદ્ધ કાકા તરતજ દરવાજો બંધ કરી દે છે.
આદી (ધીમે થી) : સીમા લાગે છે આ કાકા પાગલ થઈ ગયાં છે રસ્તો બતાવવાના બદલે આપણને ઘર માં પુરી દીધાં
સીમા : ચુપ થઈ જા ડોબા કાકા સાંભળી જશે
વૃદ્ધ :તમે બધાં બેસો હું ચા પાણી લઈ આવું .
પંકજ : ના.. ના.. એની કોઈ જરુર નથી અમને આમ ઘરમાં કેમ બંધ કર્યાં છે .બસ ખાલી સોનલ ગઢ પહોંચવા માટે રસ્તો બતાવી દો .
વૃદ્ધ : તમે બધાં સોનલ ગઢ માં જ છો………
to be continued….
halfdream….. sapna