સોનલ ગઢ-3
Share:FacebookX

સોનલ ગઢ-3

                આગળ ના ભાગ 2 માં વાંચ્યું કે સોનાલી, સાનવી ,પંકજ, આદિત્ય, અને સીમા બધાં એક હોટેલમાં રોકાય છે અને થાક્યા પાક્યા બધાં સુઈ જાય છે

              સવાર ના 9 વાગ્યે પંકજની આંખો ખુલે છે ત્યારે જુએ છે તો આદી હજું સુધી ઉંઘતો હોય છે ત્યારે દરવાજા પર સીમાનો અવાજ આવે છે. આદી, પંકજ જાગો યાર આપણે ગઢ જવાનું મોડુ થશે.અને પંકજ કહે છે હા હમણાં આવીએ

સીમા : ok…. અમે ત્રણેય બહાર છીએ આવી જાવ….

થોડીવાર પછી

         બધાં બહાર ભેગા મળીને નાસ્તો કર્યાં બાદ પોત પોતાની બેગો ગાડીમાં  ગોઠવીને  બધાં ગઢ તરફ જવા રવાના થાય છે નકશા ને ફોલો કરતાં કરતાં આગળ વધવા લાગે છે ધીરે ધીરે માણસો તો ઠીક વાહનોની અવર જવર ઘટવા લાગે છે.અને વચ્ચે એક નાની એવી કેડી અને આજુબાજુ ઘોર જંગલ જ દેખાય છે જ્યાં દિવસે પણ સમી સાંજ હોય તેમ  વધારે લાગે છે

સોનાલી : ફ્રેન્ડસ આ તો ખુબ ખતરનાક અને સુમસામ રસ્તો આવી ગયો .

સીમા : હા  યાર અહી માણસ તો શું કોઈ જનાવર પણ નથી દેખાતું .

આદી : રિલેક્સ ગાઈઝ  જસ્ટ જંગલ વિસ્તાર છે. અહી તમને આવુ જ દેખાય અહી કોઈ બાદશાહ ના બંગલા ના હોય .
       અને બધાજ હસી પડે છે.

         ત્યાં અચાનક મોબાઈલ નેટવર્ક નીકળી જાય છે.  ને મેપ બંધ…

સોનાલી : અરે મારા ફોન માં તો નેટવર્ક ગયું.આદી તુ તારા ફોન મા જોતો..

આદી : હા…

   અને  મોબાઈલ કાઢી જોવા લાગે છે….
આદી :ઓહ નો મારા ફોનમાં પણ ટાવર નથી. બધાં ફોન  જુઓ કોઇક ના ફોન  મા તો હસે..

      બધાં ફોન કાઢી ને જુએ છે પણ બધાં ના ફોન મા નેટવર્ક નથી મળતું..

પંકજ: ઓહ ગોડ …ગયા કામ થી, હવે આ જંગલ મા ક્યાં આગળ જઈશું આ જો સામે બે રસ્તાઓ દેખાય છે કયા રૂટ પર જઈશું .સોનુ આ બૂક મા કોઈ નકશો નથી?

સોનાલી : નહી બૂક મા કોઈ નકશો નથી…

            ત્યારે કેટલાં સમય સુધી ચુપ બેઠેલી સાનવી  બોલે છે જો સામે પેલું મોટા થડ વાળુ વૃક્ષ દેખાય છે તે રસ્તે લઈ લે…

આદી : તને કેમ ખબર કે ત્યાંજ જવાનુ છે… અચાનક તારામાં કોઈ ભૂત નથી આવી ગયું  ને… ભુતડી મા ભૂત…. અને  હસવા લાગે છે

સાનુ : મને પણ નથી ખબર.. અને તુ ભૂત

પંકજ : ચલો છોડો યાર કઈ નહી એ જ રસ્તે જઈએ જે થવુ હશે તે થશે…

        અને ગાડી તે રસ્તે આગળ લે છે……. ત્યાં જ સામે બે આદીવાસી આવતા હોય તેમ લાગે છે…. તેઓ ગાડી ઉભી રાખે છે અને તેઓ ને સોનલ ગઢ પહોંચવા માટે રસ્તો પૂછે છે .પણ તેઓ એકબીજાની ભાષા સમજી શકતા નથી…

સોનાલી : છોડ પંકજ… આપણે જાતે જ રસ્તો શોધવો પડશે .

         આગળ વધતાં જ કોઈ નદી વહેતી હોય તેવો અવાજ સંભળાય છે.

સીમા : આસપાસ નદી હોય તેમ જણાઈ રહ્યું છે. લગભગ આસપાસનાં વિસ્તારમાં જ કોઈ ગામ યા વસ્તી હશે..

સોનાલી : હા મે બૂક માં વાંચ્યું હતું કે આ સોનલ ગઢ કોઈ નદી ના કિનારે જ આવેલો છે…..

પંકજ : પણ હવે આગળ કોઈ રસ્તો નથી આપણે ગાડી અહિં જ મુકીને ચાલતાં જવું પડશે… બધાં પોતપોતાનો સામાન લઈ લો સીમા તારી પાસે કંપાસ છે ને અને અત્યારે દિશા જોઈ લે આપણે કઈ દિશામાં છીએ…..

        બધાં ગાડી માંથી બહાર નીકળી સામાન લઈ લે છે અને સાનવી ફરી થી કહે છે અહીંથી આપણે ઈસ્ટ તરફ જઈશું અને પોતે ચાલવાનું શરૂ કરી દે છે. બધાં એને રોકવાની કોશિશ કરતાં કરતાં તેની પાછળ પાછળ જવા લાગે છે

to be continued….

      halfdream….. sapna

Share:FacebookX
Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.