ગયા ભાગ સોનલ ગઢ 1 માં વાંચ્યું કે સોનલ દ્વારા અધર્મ આચારી રાજા હેમંત નો ઠાર થયો અને તેની આત્મા ને એ જ ઓરડામાં કેદ કરી દેવાઈ તથા ગઢ નું નામ બદલીને સોનલ ગઢ રખાઈ ગયું હતું અને લોકો સમય સાથે એ વાતો પણ ભુલી ગયાં હતા બધું ખુબજ વ્યવસ્થિત રીતે ચાલવા લાગ્યું
આજે એ વાત ને લગભગ 600 વર્ષ ના વાણા વાઈ ગયાં છે……….
600 વર્ષ બાદ
સોનુ,સાનુ જલ્દી કરો હજું આપણે આદુ અને સીમા ને પણ પીક અપ કરવાનાં છે .
સાનવી : સોનાલી દી જલ્દી કર જો પંકજ ગાડી લઈ ને આવી ગયો છે.
થોડી વાર પછી બંને બહેનો સામાન લઇને નીચે આવે છે અને સામાન ગાડીમાં ગોઠવી ને બંને ગાડી મા બેસે છે ત્યારબાદ ક્રમશઃ આદિત્ય અને સીમા ને લઈ ને ગાડી બોમ્બે હાઈવે તરફ પૂરપાટ દોડવા લાગે છે.
આદી : અરે સોનુ, એ તો કહે આપણે કઈ બાજુ જઈ રહ્યાં છીએ.
સોનાલી : આપણે એક ગઢ જોવા જઈ રહ્યાં છીએ જે અહીં બોમ્બે નજીકના વિસ્તારમાં જ છે.મે તેના વિશે આ ટુરિઝમ બૂક માં રીડ કર્યુ છે આ બૂક એ સમયે સોનલ ગઢ ના રાજા ના દરવાન દ્વારા કોઈ પાલિ ભાષામાં લખી હતી જેનું હિન્દી ટ્રાન્સલેશન ફેમસ લેખક સલમાન ખુરશીદ દ્વારા કરવામાં આવ્યું છે આમા તે સમય નો અત્યાચારી રાજા હેમંત વિશે લખ્યું છે.આ રાજા કાળી વિદ્યા નો જાણકાર હતો જે અમર થવા માટે વીસ સુંદર રાણી ઓ સાથે અમાસની રાતે લગ્ન કરી એજ રાતે તેમની બલી ચડાવી દેતો પણ એકવીસમી રાણીની જે આ દરવાન ની દિકરી સોનલ ની બલી ના ચડાવી શક્યો કેમકે તે રાણી એ જ એ પાપાચારી રાજા નો ખાતમો બોલાવી દીધો અને ત્યારબાદ બધાં લોકો એ ભેગા મળીને એ રાજાની અત્રુપ્ત આત્મા ને કેદ કરી હતી. આમાં લખ્યુ છે કે તે આત્મા આજે એટલે કે 600 વર્ષ બાદ પણ સોનલ ને શોધી રહ્યો છે તે ગઢ તો ધરાશાયી થઈ ગયો છે પણ લોકો નું કહેવું છે કે જે ગઢ ના ઓરડા મા તેને કેદ કરવામાં આવ્યો હતો તે ઓરડો રાજાની માયા ને કારણે આજે પણ એજ હાલત માં છે .બસ આપણે એ જ ગઢ જોવા જવાનુ છે. જોઈએ આ વાત સાચી છે કે નહીં અને બધાંમસ્તી સાથે હસી પડ્યા………. ત્યાંજ
પંકજ ( ગાડી ઉભી રાખીને) : સોનુ, આપણે અહીંથી આગળ કઈ તરફ જવાનું છે જરા મેપ માં જોઈ લેતો ત્યાં સુધીમાં આપણે સામે ચાની દુકાન પર લટાર મારી લઈએ.
બધાં બહાર આવી ને ચાની લારી પર જાય છે સોનાલી અને આદિત્ય ચા માટે રાહ જોતા મેપ ખોલે છે અને સોનલ ગઢ વિશે જુએ છે ત્યાં ચા આવી જાય છે અને બધાં ચા પી ને ફરીથી ગાડી મા ગોઠવાઈ જાય છે હવે આદિ ગાડી ડ્રાઈવ કરે છે. પંકજ પાછળ સાનવી સાથે બેસી જાય છે. અને એકાદ કલાક બાદ તેઓ એક નાનકડા ગામમાં પહોંચી જાય છે અને તેઓ ત્યાં જ પાસેની એક હોટેલમાં રોકાણ કરી ને સવારે ગઢ જોવા જવાનું નક્કી કર્યું. બે રૂમ બૂક કરી ને છોકરાઓ અને છોકરીઓ અલગ અલગ ગોઠવાય જાય છે. બધાં થાકેલા હોવાથી ઉંઘી જાય છે..
to be continued…….
halfdream….. sapna