હેલ્લો મિત્રો, કેમ છો ? આ કોરોના કાળ માં મજામાં તો છો ને?
આ છેલ્લો ભાગ લખવા માટે લાંબો સમય લેવાં માટે માફી ચાહું છું થોડી વ્યસ્ત હોવાથી ઘણો વિલંબ થયો છે.
આપણે આગળના ભાગ 9 માં વાંચ્યું હતું કે શાંતિદેવી ના મંત્રોની શક્તિ થી દરવાજો ખુલી જાય છે અને બધાં અંદર પ્રવેશતા જ કોઈ અનોખી જગ્યા એ પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ થાય છે સર્વત્ર ઘણાં બધાં ઓરડા જ ઓરડા દેખાય છે.
આગળ……
સીમા : અરે… અહિં તો કેટલા બધાં દરવાજાઓ છે અહિં સોનુ કયાં દરવાજા પાછળ હશે?
આદી : ohh… god… એક નવી મુસીબત સોનુ કયા દરવાજા પાછળ હશે.
સાનવી : મને લાગે છે દી અહિં કયાંક જ છે. આસપાસ હોય તેવું જ લાગી રહ્યું છે
શાંતીદેવી : આ માત્ર એક ભ્રાંતી છે .અહિં કોઈ દરવાજો નથી આ માત્ર એક ઓરડો જ છે. આ ઓરડા ની જ પાછળ એક ખાલી માટી ના મંડપ જેવી જગ્યા છે. જ્યાં મારો દુષ્ટ પુત્ર સદીઓ પહેલાં ભોળી ભોળી છોકરીઓ ને જબરદસ્તી થી રાણી બનાવી ને તેમની બલી ચડાવી દેતો હતો. આનાથી વધારે હું કોઈ મદદ નહીં કરી શકું તમારે જલ્દી થી તમારી મિત્ર ને શોધવી પડશે રાત્રી ઢળવા માં હવે વધારે સમય નથી..
અને બીજી વાત હેમંત ને હરાવવા માટે માત્ર સોનાલી (સોનલ) જ સક્ષમ છે. પરંતુ સોનાલી ને જીતવા મેળવવા માટે તેની પુર્વજન્મ ની સાથી શિપ્રા જ મદદ કરી શકશે એટલે કે સાનવી(શિપ્રા) તારી પાસે એ જન્મ ની કોઈ એવી ચીજ છે કે જે તારે સોનાલી ને આપવાની છે જેની મદદથી સોનાલી એ દુષ્ટનો અંત કરશે .
સાનુ : પણ મારી પાસે તો એવું કંઈ છે જ નહિં અને હું જાણતી પણ નથી જે હું દી ને આપીશ.
શાંતીદેવી : તારે યાદ કરવું પડશે જે તારા બાળપણ સાથે જોડાયેલ હોઈ શકે.
પંકજ : હા, સાનુ તુ યાદ કરવાની કોશિશ કર એવી તો કોઈ કડી હશે જ..
સીમા : હમમ… સાનુ સોનાલી ને બચાવવા તારે કંઈક કરવું જ પડશે .
સાનુ (હતાશા સાથે) : પણ મને કંઈ ખબર જ નથી પડતી હું શું કરું?
શાંતીદેવી : આ બાબત તારી બાળપણ સાથે જોડાયેલી છે. તમે ભ્રમ માંથી નીકળવા માટે પ્રયાસ કરો હવે મારો જવાનો સમય થઈ ગયો છે માફ કરજો આગળ મદદ નહીં કરી શકું .મારી જવાની સાથે જ આ જ્યોતની શક્તિઓ પણ જતી રહેશે.
અને શાંતિદેવી અદ્રશ્ય થઈ જાય છે.
પંકજ : હવે જલ્દી કરો આપણી પાસે બે કલાક જ છે.
બધાં આમતેમ જોવા લાગે છે ત્યાંજ અચાનક પંકજ એક થાંભલા સાથે અથડાતાં અચાનક ભુકંપ સર્જાયો હોય તેવું લાગ્યું અને બધાં આમતેમ અથડાવવા લાગ્યાં
આદી : બધાં હાથ પકડી લો અને નજીક આવી જાવ
ત્યાંજ સાનુ પડી જાય છે અને અંધારામાં તેનાં ગળા માં રહેલું પેંડલ ચમકવા લાગે છે. અને ભુકંપ પણ રોકાઈ જાય છે .
સીમા : અરે… સાનુ!! આ તારા ગળે શું ચમકે છે? આ નાનકડી તલવાર જેવું તારા ગળે શું છે?
બધાં ની નજર સાનુ ના લોકેટ પર જાય છે..
સાનુ : અરે હા યાદ આવ્યું આ લોકેટ નાનપણ થી જ મારા ગળામાં છે એક વાર મારાથી ખોવાઈ પણ ગયેલું પણ તરતજ સવારે જાગતા જ મારા ગળામાં ફરીથી આવી ગયેલું. મમ્મી કહેતી હતી કે હું જન્મી પછી ના એકાદ કલાક માં આ મારા ગળા પર જોવા મળ્યું હતું કોઈ ને ખબર નહોતી કે તે ક્યાંથી આવ્યું હતું. કોઈ આને મારા ગળે થી ઉતારી શક્યું નથી. આ નાનપણ થી મારા ગળામાં જ છે. અરે આટલી important વાત હું ભુલી કેમ ગઈ. કદાચ આજ મારી દી ને પાછી લાવવાનો રસ્તો છે .શાંતીદેવી પણ મારા બાળપણ થી વસ્તુ સાથે હોવાનું કહેતાં હતાં. તે આ મારા ગળામાં રહેલું લોકેટ j હોઈ શકે
સીમા : પણ આટલી નાની વસ્તુ આપણી મદદ કઈ રીતે કરી શકે.
આદી : અરે… તે હમણાં જોયું નહીં તે હમણાં કેવું ચમકતું હતું .પણ એક વાત અજીબ છે અત્યાર સુધી તો આમાં કોઈ reaction ન હતું અને અત્યારે પણ સામાન્ય જ છે. તેની ચમક ક્યાં ગઈ?
પંકજ : એક મિનિટ… હમણાં સાનુ કદાચ સામે દિવાલ પાસે ઉભી હતી જ્યારે આ લોકેટ ચમક્યું .સાનુ જા તો તે દિવાલ પાસે ઉભી રહે
સાનુ દિવાલ નજીક જાય છે. પણ કોઈ હરકત થતી નથી બધાં નિરાશ થઈ જાય છે સાનુ રડવા લાગે છે અને ગુસ્સા સાથે તે દિવાલ પર મુક્કો મારે છે દિવાલ પર તેનો હાથ લાગવાની સાથેજ લોકેટ ફરીથી ચમકે છે.
પંકજ : વાહ.. અહિં આ દિવાલ પર કંઈક તો છે. ત્યાંજ સીમા બધાં નું ધ્યાન દોરે છે
સીમા : hey guys.. અહિં કંઈક છે.
બધાં ત્યાં નજીક જાય છે .જયાં દિવાલ પર એક અજીબ કોતરણી વાળુ નિશાન હોય છે.
પંકજ : આ નિશાન તો આબેહૂબ સાનુ ના ગળામાં રહેલ લોકેટ જેવું જ છે. કદાચ આ કોઈ તાળાની ચાવી તો નથી ને …..
આદી : સાનુ તારા લોકેટ ને આ નિશાન પર રાખ તો અને સાનુ જલ્દી તે લોક પર તેનું લોકેટ રાખે છે અને તરત તે તેમાં ફીટ થઈ જાય છે અને જાણે ગુપ્ત તિજોરી ની જેમ તે અર્ધ દિવાલ ખુલે છે. અને તેમાં લોકેટ જેવી આબેહૂબ મોટી તલવાર મળે છે..
પંકજ : આ જ તે હથિયાર છે જેનાથી તે દુષ્ટ આત્મા નાશ પામશે અને તે તે તલવાર ને લેવા માટે આગળ વધે છે પણ હથિયાર અડવાની સાથેજ તે એક ઝટકા સાથે દુર ફગવાઈ જાય છે.
આદી : આ શું આતો નવી મુસીબત હવે શું કરીએ..
સીમા : કદાચ આ હથિયાર જેની પાસે ચાવી હતી તેના થી જ લેવાશે . સાનુ તુ આ હથિયાર ઉઠાવ.
અને સાનુ નજીક જઈ ને હથિયાર ઉઠાવે છે ત્યારે તે તલવાર સાનુના હાથમાં આવી જાય છે.
આદી : વાહ સીમા તુ તો હોશિયાર નિકળી…
પંકજ : બસ!! હજું તો સોનુ ને શોધવાની છે માત્ર 30 મિનિટ બાકી છે. સાનવી કદાચ આ તલવાર આપણ ને સોનુ સુધી લઈ જશે.
સીમા : પણ કઈ રીતે?
અને તલવાર સાનુ ના હાથ થી છટકી જાય છે અને આગળ વધવા લાગે છે. બધાંજ તેની પાછળ પાછળ જાય છે .અને એક જગ્યાએ તલવાર રોકાઈ જાય છે. પાછળ બધાંજ રોકાય જાય છે. અને ત્યારે
સાનુ : જુઓ સામે સોનુ દી છે… ચાલો જલ્દી
બધાંજ સોનુ પાસે પહોંચી ગયા.
પંકજ : સોનાલી…
પણ સામેથી કોઈ જવાબ મળતો નથી.
બધાંજ સોનાલી ને બુમો પાડે છે.પણ સોનુ કોઈ જવાબ આપતી નથી.
સીમા : આ જવાબ કેમ નથી આપતી અને આતો એક દુલ્હન ના વેશ માં છે સામે તો અગ્નિ કુંડ છે. ત્યાંજ પેલા દુષ્ટ રાજા ની આત્મા કટાક્ષ ભર્યાં હાસ્ય સાથે આવી પહોંચે છે.
આત્મા : એ મારા વશ માં છે.તમને કોઈ ને નહીં ઓળખે જતાં રહો અહિં થી…
અને દુષ્ટ રાજા ના આદેશ સાથે જ સોનુ અગ્નિ કુંડ સામે બેસી જાય છે બાજુ મા આત્મા દુલ્હાના વેશ માં બેસી ને ખુદ મંત્ર જાપ કરવા લાગે છે આ બાજુમાં બધાં સોનુ… સોનાલી.. બૂમો પાડે છે પણ સોનાલી કોઈ સામે જોતી પણ નથી અચાનક લગ્ન ફેરા ચાલુ થાય છે.ત્યાંજ સાનુ ને કંઈક યાદ આવતા તે પાછળ ભાગે છે અને ખાલી પડેલા માટી ના વાસણ માં માટી ખોદીને ભેગી કરે છે અને ક્ષણ ભર માં જ બધી માટી અગ્નિ કુંડમાં ઠાલવી દે છે અને ત્યાંજ અગ્નિ બુઝાઈ જાય છે. રાજા ક્રોધ માં આવી ને સાનવી પર વાર કરે છે. અને સાનુ ઘાયલ થઈ જાય છે. સાનુ રાજા ને રોકી રાખવા પ્રયત્ન કરે છે ત્યારે પંકજ પણ રાજાનું ધ્યાન દોરવા પ્રયત્નો કરે છે. ત્યારે સીમા અને આદી સોનાલી ને હોશ માં લાવવા પ્રયત્નો કરે છે. અચાનક સોનાલી ના નાક, કાન માંથી લોહી નીકળતું જણાય છે આ બાજુ સાનુ અને પંકજ પણ ખરાબ રીતે ઘાયલ થઈ ગયા હતાં .જ્યારે રાજા સાનવી ને ખંજર થી મારવા જાય છે ત્યાં અચાનક રાજા પર પેલી તલવારથી વાર થાય છે અને તેનું શરીર બે ભાગો માં કપાઈ જાય છે. અને તે અર્ધ શરીર પાછળ ફરે છે તો સામે સોનાલી પેલી તલવાર સાથે ઉભી હતી જેના અંગ અંગ માંથી લોહી વહી રહ્યું હતું.
સોનાલી : દુષ્ટ હું તને કોઈપણ જન્મ માં જીતવા નહીં દઊં…
ત્યાંજ પેલી આત્મા ચિત્કાર કરતી અદ્રશ્ય થઈ જાય છે. આ બાજુ સોનાલી તલવાર સાથે ઢળી પડે છે.
બધાં નજીક આવી જાય છે સાનવી સોનુ ને ખોળામાં લે છે .સોનુ ના આખરી શ્વાસ ચાલી રહ્યાં હતાં.
સાનુ : દી તને કંઈ જ નહિં થાય આપણે જલ્દી દવાખાને પહોંચી જઈશું… ચાલો જલ્દી કરો દવાખાને જવાનું છે. ત્યાંજ સોનાલી સાનુ નો હાથ પકડી લે છે અને
સા… નુ…મા…રું …આ.. જ…ન્મ નું… કા…ર્ય..પુ.પ ..ર્ણ .. થયું….
અને તે સાનવી નો હાથ હંમેશ માટે છોડી દે છે……
સંપુર્ણ………
મિત્રો, વાર્તા કેવી લાગી તમારા પ્રતિભાવો જરૂરથી મોકલજો..
halfdream…..sapna