સોનલ ગઢ – 1
Share:FacebookX

સોનલ ગઢ – 1

          હેલ્લો ફ્રેન્ડસ  હું ફરી એક વાર એક નવી સ્ટોરી તમારી સાથે શેર કરવા માટે હાજર છું આ સ્ટોરી એક સત્ય ઘટના પર આધારિત છે  કેટલી સાચી છે એતો હું પણ નથી જાણતી પણ છે થોડી રસપ્રદ વાત છે શ્યામગઢ ના એક રાજાની જે આજે પણ  પોતાની એકવીસમી રાણી શ્યામલા ને શોધી રહ્યો છે અને શ્યામલા તેને મળી ગઈ છે આગળ ની વાત સ્ટોરી સાથે જે થોડી હોરર અને થોડી મજેદાર છે .

            આજથી 600 થી 700 વર્ષ પૂર્વેલગભગ મુંબઈ આસપાસ ના વિસ્તારમાં એક હેમગઢ નામનો કિલ્લો હતો. જ્યાંના રાજા નું નામ હતું હેમંત  તે રાજા ક્રુર અને અધર્મ આચાર વાળો હતો સાથોસાથ મેલી વિદ્યાનો પુજારી પણ હતો. તેણે અમર બનવા માટે પ્રતિજ્ઞા કરી હતી. તેની આ હઠ પુર્ણ કરવા માટે તેણે એકવીસ રાણીઓ ની બલી ચડાવવાની હતી. તે અમાસ ની રાત્રે છોકરી સાથે લગ્ન કરી ને એ જ રાત્રે લગ્ન કુંડને બલી નો કુંડ બનાવી દેતો આમ ને આમ તે વીસ રાણી ઓ બનાવી ને તેમની બલી ચડાવી ચુક્યો હતો. એક રાણીની બલી બાકી હતી. તે  એક સુંદર છોકરી ને રાણી બનાવવા માટે તેના કિલ્લાની બહાર નિકળ્યો તેની નજર તેના જ કિલ્લાના દરવાન ની ભોળી  દિકરી સોનલ પર પડી તેણે સોનલ ને એકવીસમી રાણી બનાવવાનું નક્કી કર્યું. તે સોનલ ને જબરદસ્તી થી ઉઠાવી લાવ્યો અને તેણે અમાસની રાત્રે સોનલ સાથે લગ્ન કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી.આખરે તેણે સોનલ પર મેલી વિદ્યા ના જાપ કરી ને તેને દુલ્હન બનાવી ને મંડપ મા બેઠો બધાં આવા અધર્મી રાજા ના અમર થવાની બીકે તેજ કિલ્લાના માતા નવદુર્ગા ના મંદિરે જાપ, હવન  કરવા લાગ્યા અને એમ પણ અધર્મ ની  હંમેશ હાર જ થઈ છે .માતાજીની કૃપાથી સોનલ પર થી રાજા નું વશીકરણ છુટી ગયું અને જાણે તે ખુદ દુર્ગા હોય તેમ સામે  મહાકાળીની મૂર્તિ ના હાથ માંથી ત્રિશુળ લઈ ને એક ઘા સાથે હેમંત નું શીશ ધડ થી અલગ કરી નાખ્યું અને રાજા નો ઠાર  કર્યો. પણ રાજા કાળી વિદ્યા નો પુજારી હતો અને વીસ બલી ઓ પણ ચડાવી ચુક્યો હતો તેથી તેનું શરીર તો નષ્ટ થઈ ગયું પણ તેની આત્મા ત્યાંજ રહી ગઈ. ત્યારબાદ ગામના લોકો એ મંત્રો વડે તેને ત્યાંજ કેદ કરી નાખ્યો અને તેનું શરીર એજ ખંડ મા દફનાવી દીધું તે મહેલ ના દરવાજા  ઓ સદા માટે બંધ કરી દેવામાં આવ્યાં. લોકોને સોનલ વડે જ એ દુષ્ટ રાજા થી મુક્તિ મળી હતી તેથી તે કિલ્લાને સોનલગઢ  નામ આપી દીધું .પણ હેમંત મરતા મરતા બોલતો ગયો કે એક દિવસ આ મારી આત્મા મુક્ત થાશે અને હું કોઈ પણ જન્મમાં સોનલ ને મારી  એકવીસમી રાણી બનવું જ પડશે અને હું તેની બલી ચડાવીને મારું શરીર પાછું મેળવી લઈશ અને અમર બનીશ. આખા ગામને આ ભયાનક બાબત થી ખુબ દર લાગ્યો પણ સમય જતાં જતાં લોકો પણ વાતો ભુલી ગયા.

to be continued……..
          

halfdream….. sapna

Share:FacebookX
Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.