એણે ફરીવાર એ શબ્દો કહી દીધા જ્યારે તેણે તો ખુદ મન માં નિશ્ચય કર્યો હતો કે જે થયું તે થયું કદાચ એનું નસીબ એવું જ ઘડાયું હશે અને તેણે મન બનાવી લીધું કે તે ક્યારેય પણ નહીં વિચારે કે ક્યારેય એવું મન માં નહીં આવવા દે કે તેણે વિધ્યુનમય સાથે સંબંધ માત્ર મા બાપ અને સમાજ માટે જ સ્વિકાર કર્યો હતો. ખયાલી એક અલગ છોકરી હતી હંમેશા બસ પોતાના જ વિચારો અને મન સાથે જીવવા વાળી એક શાંત પણ થોડી જિદ્દી પણ ખુબજ સમજદાર અને ભણવા સાથે ઘરકામ, રસોઈ આ બધાં મા પણ રસ લેનાર બહાર દુનિયા કરતાં તેને ખુદ ના શોખ પાળેલા કોઈ સાથે હરીફાઈ કરવા કરતાં ખુદના મુકામ ખુદ બનાવવાં વાળી તેને સામાન્ય છોકરીઓ ની જેમ મેકઅપ, ફેશન, કરતાં પુસ્તકો,ભણતર માં વધારે ધ્યાન તેને પ્રેમ, દોસ્તી,વિશ્વાસ આ બધાં શબ્દો અલગ લાગતાં તે વાતો મન માં જ રાખનારી અંદરો અંદર જ મન સાથે જગડી પણ લેતી ને ખુશ પણ થઈ જતી જાણે તેણે પોતાની અલગ જ દુનિયા બનાવી હતી. પણ આખરે તેની મમ્મી ની જીદ સામે તેને નમવું પડ્યું અને વિધ્યુનમય સાથે સબંધ સ્વિકાર કરવો પડ્યો.વિધ્યુનમય પણ દેખાવડો જાણે કામદેવ ને પણ શરમાવે તેવો સાથે સાથે ખયાલી સાથે શોભે એવો છોકરો હતો. કદાચ ખયાલી ને આનાથી સારો છોકરો મળી જ ના શકે જેવો નામ નો પર્યાય એવું જ મન થોડું બાળપણ વધુ હતું તેનામાં પણ ઘણો સમજદાર. ધીરે ધીરે ખયાલી વિધ્યુનમય તરફ આકર્ષિત થવા લાગી હતી ને જોત જોતામાં તે વિધ્યુનમય ના પ્રેમમાં પણ ડુબી ગયેલી છતાં ક્યારેક એ પળો પણ આવી જતી કે તેણે તો સદાય એકલા સ્વતંત્ર રહેવાના સપનાઓ જોયા હતાં ને તેણે કઈ વાટ પકડી લીધી અને દ્રવી ઉઠેલું મન ક્યારેક આ વાત વિધ્યુનમય સામે કબૂલી લેતી અને વિધ્યુનમય પણ ખયાલી ના આવા વર્તન થી દુખી થઈ જતો પણ ખયાલી વાત સંભાળી પણ લેતી તેની હાલત તો મધદરીયામાં બંધ પડી ગયેલી નાવ જેવી થઈ ગઈ હતી જેમાં તે વિધ્યુનમય થી દૂર પણ નહોતી જઈ શકતી કે વિધ્યુનમય વગર જીંદગી જીવી પણ નહોતી શકતી આખરે તેણે મન થી એક નિશ્ચય કર્યો કે હવે તે ક્યારેય એ સપનાઓ વિશે નહી વિચારે જે કાચ ની જેમ તુટી ને વિખેરાઈ ગયા હતાં ક્યારેય પણ તેના ભુતકાળમાં સપનાઓ ભરેલી જીંદગીના ઓછાયા તે ભવિષ્યમાં વિધ્યુનમય સાથે ની જીંદગી પર નહીં પડવાદે પણ નથી કહેતાં કે જ્યારે હૃદય રડે ને ત્યારે વિસરાયેલ સ્મૃતિઓ ગળે વળગી જાય છે . આજે ખયાલી ના લગ્ન વિધ્યુનમય સાથે થઈ ગયા છે બધું બરાબર જ ચાલતું હતું પણ બે દિવસ થી ખયાલી નું હૃદય વિધ્યુનમયની કોઈ વાત થી તડપતુ હતું જાણે શાંત નદી ના પ્રવાહ પર વાવાઝોડું ઊતરી પડ્યું ને દરીયાની જેમ એક મોટું વમળ ખયાલી ના મો પર આવી ગયું ને બોલી ઉઠી મે ના પાડી હતી મા ને કે મારા લગ્ન ના કરાવો ને આ વાત વિધ્યુનમય ના કાનો એ સાંભળી અને તેના મન ને ફરી એકવાર ઠેસ પહોંચી તેનો ચહેરો ઉદાસ બની ગયો પણ જ્યારે ખયાલી ના મગજ પર પાણી ઉતર્યું ને ગુસ્સો હટ્યો ત્યારે ખબર પડી કે તેણે આ શું કર્યું પોતાના જીવ કરતાં પણ વ્હાલા વિધ્યુનમયનું હૃદય તેણે ફરીથી દુભાવ્યું. તે એ સમયે જે કાર્ય કરતી હતી એ પૂર્ણ પણ ના કરી શકી અને ભાગી ને વિધ્યુનમય પાસે પહોંચી ગઈ અને વિધ્યુનમય નો ઉદાસ ચહેરો જોઈ ને તેની આંખો ભીંજાઈ વળી હૃદય નું કંપન જાણે વધી ગયું ને વિધ્યુનમયને વળગી ને રડી પડી પણ વિધ્યુનમય પણ દુખી થઈ ગયેલો કે તેમા મારો શું વાક અને કહી ઉઠ્યો કે ખયાલી તારે આ બધું પહેલાં વિચારવું હતું ને મારી લાઈફ શા માટે બગાડે છે અને મોબાઈલ મા ગેમ રમવા લાગ્યો ખયાલી મનાવવા માટે કોશિશ કરતી રહી અને તેની વાત સાંભળવા માટે વિધ્યુનમય ને મનાવણા કરતી રહી પણ વિધ્યુનમય ને પણ ઠેસ પહોંચી હતી એની નારાજગી એક તરફ ખરી પણ હતી આ તરફ ખયાલી પણ રડી પડી ને વિચાર કરવા લાગી અરે… આ મારાથી શું થઈ ગયું ને તે વિધ્યુનમય ના આલિંગન માંથી છૂટવા નહોતી માંગતી પણ વિધ્યુનમય ને સ્થિર થવા થોડો સમય આપવા સિવાય કોઈ વિકલ્પ પણ નહોતો. આખરે થોડા સમય બાદ વિધ્યુનમય થોડો સંભળ્યો અને ખયાલી ને વળગી પડ્યો ને ખયાલી પણ હીબકાં ભરતી વિધ્યુનમય ને sorry… કહેતી રહી જ્યારે વિધ્યુનમયે ખયાલી ને પુછ્યું કે તને આખરે શું પ્રોબ્લેમ છે મને કહે તો ખબર પડે ત્યારે ખયાલી એ જવાબ આપ્યો શું કરું મારું મન સ્વિકારવા તૈયાર જ નથી થતું આ લાઈફ સ્વિકાર જ નથી કરી શકતું બધી છોકરીઓ ને સાસરે ઢોળાવ આવતા સમય લાગે છે અને મને થોડો વધારે લાગશે અને વિધ્યુનમય ના મોઢાં માંથી શબ્દો સરી પડ્યાં પતિ પત્ની વચ્ચે સોરી ના હોય કહેવું જ હોય તો i love you કહી દે ને ખયાલી ને પોતાની બાહો માં સમેટી ને બોલી ઉઠ્યો i love you….. તમને શું લાગે છે શું વિધ્યુનમય ખયાલી ને એક અલાયદી જીંદગી માંથી પોતાના જેવી નોર્મલ જીંદગી માં વાળી શકશે? જરૂર જણાવો તમારો પ્રતિભાવ .halfdream….. sapna