સંવેદના (પાર્ટ 1)
Share:FacebookX

સંવેદના (પાર્ટ 1)

    બહાર એક મોટા ગાર્ડનમાં રંગીન ફૂવારો મધરાત્રે પણ તેની રીતે ઉછળવા માં મસ્ત હતો. ફુવારાનું અને આસપાસની હરિયાળી માં લાઇટિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે ગાર્ડન ખુબ જ સરસ શોભી રહ્યું હતું. બંગલાના કોઈ ખૂણે ખૂણે આછી પાતળી લાઈટો પોતાની રીતે પ્રકાશ ફેલાવી રહી હતી. વરસાદના મોસમને કારણે  ધીમે ધીમે ઝરમર વરસાદ ચાલુ થયો. અચાનક લાઈટ જતી રહી. અને બે મિનિટ પહેલા લાઈટોના પ્રકાશથી ઝગમગતું ગાર્ડન ઉજ્જડ, વેરાન જંગલ જેવું ભાસવા લાગ્યું હતું. ઝીણા ઝરમર વરસાદને કારણે તમારાઓએ પોતાનું ગાયન તમ..... તમ.... તમ....ચાલુ કરી દીધું. અને બારીની પાળી ઉપર પાણીના બંધો પડવાને કારણે ટપ.... ટપ.... અવાજ આવવા લાગ્યો. હલકી હલકી ક્યારેક-ક્યારેક વીજળીના ચમકારાઓ થવા લાગ્યા હતાં. ત્યાંરે ગલીમાં રખડતા કૂતરાઓએ ભસવાનું ચાલુ કરી દીધું. આવા જીણા જીણા અવાજો સાંભળીને રશ્મીની આંખ અચાનક ઉઘડી ગઈ.


     થોડી અકળામણ ને કારણે તે ત્યાં પથારી પર જ બેઠી થઈ અને બારીની બહાર જોયું તો ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. આવું રમણીય વાતાવરણ હોવા છતાં તે અંધારી કાળી રાત્રે થોડું ભયાનક લાગી રહ્યું હતું. ત્યારે અચાનક જ રશ્મી ને પોતાની ડાબી બાજુ ના ખૂણા પર કોઈ હોય તેવો આભાસ થયો. અને ત્યારે તરત જ તે ખૂણામાંથી કોઈ તીણો અવાજ આવ્યો. અવાજ સાંભળીને રશ્મી ગભરાઈ ગઈ. તે એક ખૂણા તરફ જોવા માંગતી હતી નહીં પરંતુ શું છે તે જાણવું જરૂરી હતું. ત્યાં જ બધી લાઈટો ચાલુ થઈ ગઈ. અને રશ્મી ને મનમાં હાશકારો થયો. તેણે હવે તે ખૂણા તરફ હળવેથી ડરતા ડરતા ધ્યાન દોર્યું. તેણે જોયું કે ત્યાં ખૂણામાં ટેબલ પર ફાઈલ પડી હતી. સાંજે ત્યાં સ્ટડી ટેબલ પર ધ્યાન કામ કરી રહ્યો હતો.અને તેણે તેની ફાઇલ ત્યાં જ છોડી દીધી હતી અને વરસાદ અને પવનના કારણે ધીમા ધીમા પથરાતા પવનને લીધે ફાઈલના પન્ના  ઉડી રહ્યા હતાં. રશ્મીને મનમાં શાંતિ થઈ. અને બાજુમાં જોયુંતો ધ્યાન ઊંઘમાં હતો. મોડી રાત્રી સુધીના કામને કારણે ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. અને રશ્મિ પણ ફરીથી પોતાની જગ્યા પર આડી પડી પરંતુ તેને ઊંઘ આવી નહીં તેથી તેણે બાજુમાં ટેબલ પર પાણી લેવા માટે હાથ લાંબો કર્યો. પણ જગમાં પાણી ખલાસ થઈ ગયું હતું ત્યાં પાણી હતું નહીં. ત્યારે તેને યાદ આવ્યું કે રાત્રે તે પાણી લેવાનું જ ભૂલી ગઈ હતી. અને પાણીનો જગ ખાલી જોઈને મનમાં તે ઉચ્ચારી ઉઠી કે, 'અરે યાર..... પાણીનો જગ ભરવા માટે કિચનમાં જવું પડશે.કેટલી ઊંઘ આવે છે મને. એક તો આ કુતરાઓના ભસવાના અવાજને કારણે ઊંઘ ઊડી ગઈ. અને ઉપરથી આ વરસાદ. ત્યાં બાજુમાં ધ્યાન તરફ નજર કરી ને બોલી ધ્યાન કેટલું ઘસઘસાટ ઊંઘી રહ્યો છે. આમેય રાત્રે મોડા સુધી કામ કરતો હતો. એટલે થાકી ગયો હશે તો એને જગાડવો નથી. ચલ બેટા તારે જ પાણી લેવા જવું પડશે.' આમ મનમાં બબડતી બબડતી તે ઉભી થઇ, પગમાં ચપ્પલ પહેરી અને બેડરૂમનો દરવાજો ખોલી અને કિચન તરફ જવા લાગી. તે જગમાં પાણી ભરી રહી હતી ત્યારે તેને ડ્રોઇંગરૂમમાં કંઈક પડવાનાં અવાજે તેનું ધ્યાન એ તરફ દોર્યું. તેને મનમાં વિચાર આવ્યો અને તે ખુદ પોતાને જ કહેવા લાગી, ' રશ્મી બેટા, કંઈ જ નથી. આ વરસાદી મોસમ ને કારણે પવન નું ફણકું આવ્યું હશે અને કંઈક વસ્તુ આમતેમ પડી હશે. ખબર નહીં તને ઊંઘ માં કેવા કેવા વિચારો આવે છે જલ્દી આ પાણી પી અને બ્લેન્કેટ ઓઢીને સૂઇ જા એટલે પડે સવાર જલ્દી અને સવારે ઘણું બધું કામ છે. ' આમ બબડતી તે પાણીનો જગ લઈને બેડરૂમ તરફ ચાલી ગઈ. તેણે દગો ત્યાં બાજુમાં સાઇડ ટેબલ પર મુક્યો અને બેડ પર બ્લેન્કેટ ઓઢીને નિરાંતનો શ્વાસ લઈ અને ઊંઘી ગઈ.


                થોડીવાર બાદ ફરીથી કંઈક મોટો અવાજ થયો. અને આ અવાજના કારણે રશ્મી ફરીથી ઊંઘમાંથી જાગી ગઈ. તેની આંખ ખુલી અને તેણે તેની સામે એવું દૃશ્ય જોયું કે, તેની આંખો પણ ખુલ્લી ફાટી જ રહી ગઈ. અચાનક તેના શ્વાસ અને ધબકારા વધી ગયા.


એવું તે રશ્મિએ હવે ફરીથી શું જોઈ લીધું હશે કે તેની આંખો ફાટી રહી ગઈ ? જોઈએ આગળ ના ભાગ ૨ માં...

halfdream….. sapna

Share:FacebookX
Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.