સંવેદનના (પાર્ટ 3)
Share:FacebookX

સંવેદનના (પાર્ટ 3)

            આગળના ભાગમાં આપણે વાંચ્યું કે રશ્મિના ડરના કારણે ધ્યાને આખા ઘરમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા. તેમ છતાંય રશ્મિનો ડર ઓછો થયો નહીં . થાકના કારણે ધ્યાન અસ્વસ્થ થઈ ગયો હતો. તેથી તે એક રાત્રે ઊંઘ ની ગોળી લઈ અને ઊંઘી ગયો. એ જ રાત્રે રશ્મી ને અડધી રાત્રે ડોરબેલ સંભળાયો તેથી રશ્મિએ પોતાના મોબાઈલમાં સીસીટીવી કેમેરા જોયા પરંતુ દરવાજે કોઈ ઊભું હતું નહીં તે ડોરબેલ ફરીથી વાગી અને રશ્મિએ ફરીથી કેમેરામાં જોયું પરંતુ માત્ર ડોરબેલ વાગી હતી ત્યાં દરવાજા પર કોઈ દેખાયું નહિ.તેથી તેણે ડરના માર્યા ધ્યાનને જગાડવાની કોશિશ કરી પરંતુ ધ્યાન ઊંઘની ગોળી લઈને સૂતો હતો એટલા માટે તે જાગ્યો નહીં.એટલે રશ્મી એ હિંમત કરીને ખુદ જ દરવાજા પાસે જોવા ગઈ. જેવો તેણે દરવાજો ખોલ્યો કે તેની આંખો ફાટી જ રહી ગઈ.

        રશ્મિએ દરવાજાની સામે જે નજારો જોયો તે જોઈને તેનું શરીર આખું કાપવા લાગ્યું અને તે ડરના માર્યા અર્ધબેભાન જેવી હાલતમાં થઈ ગઈ. તે કંઈક બોલવા જઈ રહી હતી પરંતુ ગળામાંથી સ્વરનો ઉચ્ચાર જ ન થયો. તે કંઈપણ બોલે તે પહેલા જ તે ત્યાં ને ત્યાંજ બેહોશ થઈને ઢળી પડી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે જ્યાં તે બેહોશ થઈને પડી હતી ત્યાં ને ત્યાં જ હતી. સામે દરવાજો પણ ખુલ્લો હતો. તેણે ઊભા થઈને બહાર નજર કરી તો સહેજ સહેજ અજવાળું થવા આવ્યું હતું. એનો મતલબ એમ હતો કે સવાર પડવાની તૈયારી જ હતી. બધી વસ્તુ તેમને તેમ જ હતી પરંતુ રશ્મી નું મગજ ઠેકાણે ન હતું. તે જલદીથી બેડરૂમ તરફ ભાગી અને ધ્યાનને હલબલાવીને જગાડ્યો. ત્યાં ભર ઊંઘમાંથી આંખો ચોળતો ચોળતો જાગ્યો. તે જાગ્યો કે રશ્મી ત્યાં ફરીથી બેહોશ થઈને ઢળી પડી. ધ્યાન રશ્મી ને જગાડવા લાગ્યો તેના મોઢા ઉપર પાણીનો છંટકાવ કર્યો. ધીમે ધીમે રશ્મિ હોશમાં આવી. તે રશ્મિને પૂછવા લાગ્યો કે,’ તને શું થયું છે?’ ત્યારે રશ્મિએ સમગ્ર ઘટના ડરતાં ડરતાં જણાવી.’ અરે તું હોશ માં તો છે ને?તું શું બોલી રહી છે? તું એમ કહી રહી છે કે રાત્રે મમ્મી દરવાજા પર આવી હતી. તું સારી રીતે જાણે છે કે મમ્મીએ આ દુનિયામાંથી વિદાય લીધી તેને બે વર્ષ થઇ ગયા છે. અને તું કહે છે કે રાત્રે મમ્મી દરવાજા પર આવી હતી. તને રાત્રે ભ્રમ થયો હોય એવું લાગે છે તું આમ ને આમ પાગલ બની જઈશ. ‘ ધ્યાન અચંબા સાથે રશ્મિની સામે જોતા બોલી ઉઠ્યો.  ‘હું સાચું કહું છું તું મારી વાત કેમ નથી માનતો હું બેહોશ થઇને ત્યાં જ પડી હતી. હોશ માં આવી ને મેં તને જગાડ્યો. અને ફરીથી હું બેહોશ થઈ ગઈ. મને પણ સમજાતું નથી કે શું થઈ રહ્યું છે હવે તો મારું મગજ પણ કામ કરવાનું બંધ કરી દેશે એવું મને લાગે છે.’ રશ્મિ ધ્યાન ની સામે જોતાં બોલી. સારું ચલ હું આખરી વાત તારી માની લઉં છું આજે આપણે બંને આખી રાત જાગીશું હું પણ જોઈ લઉં કે આખરે શું વાત છે. ‘ ધ્યાને રશ્મી અને સ્વસ્થ કરવાં કહ્યું.

                   તે આખો દિવસ નોર્મલ રહ્યો રાત પડતાંની સાથે જ ધ્યાન અને રશ્મિ ડ્રોઇંગરૂમમાં ટીવી જોતા બેસી રહ્યાં. ધીમે-ધીમે બન્ને ની આંખો લાગી ગઈ. અને બંને ઊંઘી ગયા. દરરોજના ઘટના ક્રમ મુજબ રશ્મિને સામેની તરફ ફરીથી ત્રણ વ્યક્તિ  દેખાવા લાગ્યા. અને તે ત્રણેય રશ્મી ની સામે જોઈને હસવા લાગ્યા. રશ્મિએ ધ્યાનને જગાડ્યો. હજુ પણ તે ત્રણ વ્યક્તિઓ ત્યાં સામે જ હતાં.’ જો ધ્યાન આ ત્રણેય વ્યક્તિઓ અહીંયા છે.’ રશ્મી ડરતા ડરતા ધ્યાન સામું જોઈને કહેવા લાગી. ધ્યાન આમ તેમ જોવા લાગ્યો. ‘ક્યાં છે?કોણ છે ?’ ધ્યાને આસપાસ જોતા જોતા રશ્મિને પૂછ્યું.’ અરે આ સામે ઉભા મારી સામે જોઈને કેટલા ઘાટાઓ પાડે છે મને બહુ ડર લાગે છે તું કંઈક કરને.’ આટલું બોલતા બોલતા રશ્મિ સોફા પર બેઠા બેઠા જ ઢળી પડી.

                 બીજે દિવસે સવારે ધ્યાન રશ્મિને કોઈ સારા સાયકોલોજીસ્ટ પાસે લઈને જાય છે. ત્યારે ડોક્ટર સામે પણ રશ્મિ બૂમો પાડવા લાગે છે અને રશ્મી પોતાના મગજ પરનું સંતુલન ખોઇ બેસે છે. અને સંપૂર્ણ રીતે પાગલ બની જાય છે. તેથી ડોક્ટર રશ્મિ ને દાખલ કરવા માટે ધ્યાનને કહે છે. અને કહે છે કે,’ જો વધારે જરૂર પડી તો અમારે તેને અહીંયા પાગલખાનામાં જ રાખવી પડશે.’ ડોક્ટરની સલાહ માનીને ધ્યાન રશ્મિને  ને ત્યાં દાખલ કરી દે છે. તે ઘરે પાછો ફરે છે.

         
                  થોડીવાર પછી ડોરબેલ વાગ્યો. ધ્યાન જઈને દરવાજો ખોલે છે. સામે આવેલી વ્યક્તિઓને તે આવકારે છે. થોડીવાર બાદ ડ્રોઇંગરૂમમાં હાસ્યની કિલકારીઓ ગુંજતી જણાય છે. તે વ્યક્તિઓ જે રાત્રે રશ્મિને દેખાતી હતી તે ત્રણ વ્યક્તિઓ અને એક સ્ત્રી હતી. તે સ્ત્રીએ ધ્યાનની નજીક જઈને કહ્યું, ‘ બેટા આજે મારી બહેન એટલે કે તારી મમ્મીની આત્માને શાંતિ મળી ગઈ હશે. જ્યારે તું એક મહિના માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો ત્યારે તારી જ પત્નીએ તારી માતાને ડિપ્રેશનનો ઓવર ડોઝ આપીને હાર્ટ એટેક લાવી દીધો હતો. તેમજ આજે રશ્મિને તેના કારનામાંના મુકામ પર જોઈ ને તારી માતાને સાંત્વના મળી હશે. તે રાત્રિના મારા મેકઅપ એતો કમાલ કરી નાખી તેને તો સાચે જ લાગી ગયું કે તેની સામે તેની સાસુ ઉભી છે. જોકે આમ તો અમે બંને બહેનો હોવાના કારણે હાઇટ બોડી માં તો સિમિલર જ છીએ. એટલે આપણો આઈડિયા કામ કરી ગયો.’ ‘થેન્ક્યુ માસી અને થેન્ક્યુ દોસ્તો આજે તમારા બધાના સહકારથી જ હું મારી માતાને ન્યાય આપી શક્યો. ‘ ધ્યાન બધાની સામે જોઈને બોલી ઊઠ્યો. આમ એક બીજા ની કિંમત ચૂકવી અને એકબીજાનો આભાર માનીને બધાં છુટા પડ્યાં……

The end…..

halfdream….. sapna

Share:FacebookX
Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.