સામે રહેલા ગુંડાઓ સતત તેઓની નજીક આગળ આવી રહ્યા હતા અપૂર્વ અને ઝરણાંએ બહાર નીકળવાની કોશિશ કરી પરંતુ ગાડીના દરવાજાઓ બંધ હતા પરંતુ તેમ છતાં ડર હતો કારણ કે તે ડ્રાઇવર આ ગુંડાઓની સાથે મળેલો હતો જેના લીધે ગાડીના દરવાજાઓ ગમે ત્યારે ખુલી શકે તેવા અણસાર હતાં.
આખરે જે વાતનો ડર હતો તેવું જ બન્યું તે સામે ઊભેલા ગુંડાઓમાંથી એક વ્યક્તિના હાથમાં ગાડીની ચાવી હતી તેણે ફટ દઈને ગાડીના દરવાજાઓ ખોલ્યા અને અપૂર્વ અને ઝરણાની ખેંચીને બહાર લઈ ગયા. તે અંધારી,સુમસાન અને અજાણી જગ્યામાં અપૂર્વ અને ઝરણા તે ગુંડાઓના હાથમાંથી છૂટવા માટે કણસી રહ્યા હતા સૌથી પહેલા તો તેઓએ અપૂર્વના ગળા માંથી ખેંચી લીધી અને તેની પાસે બીજી જે કોઈ વસ્તુ હતી તે બધી જ પડાવી લીધી.
” મારી પાસે પણ જે કાંઈ વસ્તુ છે હું તમને બધું આપી દઉં છું પણ પ્લીઝ અમને લોકોને જવા દો. ” અપૂર્વ આજીજી કરી રહ્યો હતો.
” એ શાણી તુ કોની રાહ જુએ છે ચાલ જે વસ્તુ હોય તે બધી ફટાફટ આપી દે. ” એક વ્યક્તિ ઝરણાના ગળા માંથી મંગળસૂત્ર ખેંચતા બોલ્યો.
” અરે હું તમને બધી વસ્તુ આપી દઉં છું પણ પ્લીઝ આ મંગળસૂત્ર ના ખેંચો ગાડીમાં મારું પર્સ પડ્યું છે. તેમાં પણ જે હશે તે બધું આપી દઈશ પરંતુ પ્લીઝ મારા પતિને છોડી દો અને અમને જવા દો. “
અપૂર્વ ને લાગ્યું કે લૂંટવાના ઇરાદે આ લોકોએ તેમને પકડ્યા છે પરંતુ અપૂર્વ નો આ વિશ્વાસ તદ્દન ખોટો નિવડિયો તેમની પાસેથી બધી વસ્તુઓ લઈ લેવામાં આવી કેમ છતાં તે ગુંડાઓ ત્યાંથી જતા પણ ન હતા અને અપૂર્વ અને જણાને છોડી પણ રહ્યા ન હતા અને તેઓ તેની ગંદી ભાષામાં ઝરણા સાથે હડપલા કરી રહ્યા હતા ત્યારે અપૂર્વનો ગુસ્સો સીમાએ પહોંચ્યો અને તેણે પોતાનો હાથ છોડાવીને બાજુમાં રહેલા એક ગુંડાને ધક્કો મારી દીધો. અપૂર્વની આ હરકતના કારણે તેઓ સતત થઈ ગયા અને એકબીજા ગુંડા એ અપૂર્વના માથા પર મુકો મારી દીધો જેના કારણે અપૂર્વ ત્યાં જ બેહોશ થઈને પડી ગયો અને તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું. હવે આગળ જે ઘટના બની તે વર્ણવા લાયક તો નથી પરંતુ તે રાત્રે છ છ બળાત્કારીઓએ ઝરણા ઉપર તેઓનું જોર ચલાવ્યું. લગભગ એકાદ કલાક પછી ઝરણા ત્યાં અર્ધ મરેલ હાલતમાં પડી હતી. શરીર પર કપડાના ઠેકાણા હતા નહીં અને આખા શરીર ઉપર લોહીના ઉઝરડા અને મુંઢમારના ઘા હતા. તેની એવી ખરાબ અને કરુણ હાલત હતી કે તેને જોઈને કોઈના પણ આંખમાં આંસુ આવી જાય પરંતુ તેવી સ્મશાન જગ્યામાં તેઓને સંભાળવા વાળુ કોઈ હતું નહીં. થોડીવાર પછી અપૂર્વ અને હળવે હળવે હોશ આવ્યો તેની આંખો ધીમે ધીમે ખુલવા લાગી પરંતુ તેની આંખોમાં હજુ પણ તે જણાવ્યું હતું નહીં તેણે પોતાની સામે ઝરણાને પડેલી જોઈ અંધારું હતું અને ઉપરથી તે બેહોશી માંથી હજુ પૂરેપૂરો જાગ્યો ન હતો તેથી તેને ઝરણાની તે કરુણ હાલતની કોઈ વધારે જાણ પડતી ન હતી માત્ર તેની આકાર ધૂંધળું ધૂંધળું વાતાવરણ સર્જાયું હતું. તે ઝરણા ઝરણા કરતો ઉભો થવા લાગ્યો પરંતુ શરીરની તાકાતે સાથ છોડી દીધો હતો જેના કારણે તે ફરીથી નીચે પડી ગયો. થોડીવાર તે ત્યાં એમનેમ જ પડ્યો રહ્યો.
થોડીવાર પછી કોઈ વ્યક્તિ ત્યાં આવી અને તેણે ગાડીમાંથી મોટું કપડું કાઢ્યું અને ચણાના શરીર પર ઢાંક્યું અને તે વ્યક્તિ દોડીને અપૂર્વ પાસે પહોંચી તેણે અપૂર્વના મોઢા પર પાણી છાંટીઓ અને મોઢામાં પાણીનો ઘૂંટ આપ્યો જેથી અપૂર્વની સંપૂર્ણ હોશ આવ્યો તેણે જોયું કે તેની આવી રીતે સેવા કરનાર વ્યક્તિ તે ગાડીનો ડ્રાઇવર જ હતો. તે ગાડીના ડ્રાઇવરના ચહેરા પર પસ્તાવાના ભાવો સ્પષ્ટ દેખાઈ આવતા હતા અપૂર્વે તેને ધક્કો મારીને દૂર હડસેલી દીધો.
” સાહેબ…. સાહેબ….. મહેરબાની કરીને મને માફ કરી દો હું જાણતો ન હતો કે આ લોકો તમારી અને તમારી પત્ની સાથે આવું વર્તન કરશે મને તો એમ હતું કે માત્ર તમારી પાસેથી વસ્તુઓ લૂંટીને તમને છોડી દેશે મને તો એ લોકોએ થોડા પૈસા ની લાલચ આપી હતી. હું તો ગરીબ પરિવારનો એમ પણ આજે મને વધારે મહેનતાણું મળ્યું ન હતું તેથી હું તેઓની લાલચમાં આવી ગયો પરંતુ તેઓનો ઈરાદો આવો હશે તેની મને જરા પણ ખબર ન હતી પ્લીઝ મને માફ કરી દો આજે કંઈ પણ થયું છે તે મારા કારણે જ થયું છે. હું ચાહતતો અહીંયા થી ભાગી જાત પરંતુ મારો વિશ્વાસ કરો. મારો આવો કોઈ ઈરાદો ન હતો. હે ભગવાન…. મારા કારણે આ અજાણ્યા ટુરિસ્ટો સાથે શું થઈ ગયું મને માફ કરી દો. ” ડ્રાઇવર બે હાથ જોડીને અપૂર્વની સામે કરવા લાગ્યો.
અપૂર્વના માથામાં હજુ પણ અસહ્ય દુખાવો હતો તેથી તે માથું પકડીને ને ત્યાં જ બેસી રહ્યો હતો તેને ઝરણાના હાલતની જરા પણ ભાળ ન હતી. તે ડ્રાઇવરની વાત સાંભળીને ઝરણાની સામે જોયું ત્યારે તેને સમજ પડી કે હકીકતમાં અહીંયા શું બન્યું છે. તે દર્દથી બૂમો પાડવા લાગ્યો અને ઉભા થઈને તેને ડ્રાઇવરને કાઠેથી પકડી રાખ્યો અને મારવા લાગ્યો.
” સાહેબ તમારે મારી સાથે જે કરવું હોય તે કરજો મને પોલીસના હવાલે પણ કરી દેજો પરંતુ અત્યારે તમે તમારા પત્નીને સંભાળી લો.”
ડ્રાઇવરની વાતથી અપૂર્વનું ધ્યાન ઝરણા તરફ ખેચાયું અને હવે તે સંપૂર્ણ હોશમાં આવી ચૂક્યો હતો. તે ભાગ તો ભાગતો ઝરણા પાસે ગયો અને તેણે ઝરણાના વિખરાયેલા કપડા સરખા કર્યા ઝરણાના શરીરમાં કોઈપણ હરકત હતી નહીં તેથી અપૂર્વની શક જવા લાગ્યો તેથી તેણે ઝરણાનો હાથ કાંડેથી પકડ્યો અને તેના ધબકારા તપાસવા લાગ્યો નસોમાં ધબકારા હજુ ચાલુ હતાં તેણે ઝરણાને તેના ખોળામાંઊંચકી લીધી અને રસ્તા પર હેલ્પ…..હેલ્પ…. કરતો બૂમો પાડવા લાગ્યો પરંતુ આટલી અંધારી રાત્રે તે સમસાન જગ્યામાં કોઈ તેની વ્હારે આવ્યું નહીં પાછળથી પેલો ડ્રાઇવર અપૂર્વની પણ નજીક આવ્યો અને કહ્યું કે સાહેબ રસ્તો શું-શાન છે અહીંયા કોઈ વાહન પણ નથી તમને અહીંયા કોઈ મદદ નહીં મળે પહેલા હું દગાથી તમને મારી ગાડીમાં લઈ ગયો હતો પરંતુ મારો વિશ્વાસ કરો. હવે મને ઘણો પસ્તાવો થાય છે તમે જલ્દીથી મેડમ ને ગાડીમાં સુવડાવી દો હું મારી ગાડી દ્વારા જો તમને હોસ્પિટલ પહોંચાડી દઈશ.”
અપૂર્વ પરિસ્થિતિને કળી ગયો હતો. તે એ ડ્રાઇવરનો ફરીથી વિશ્વાસ કરવા માંગતો ન હતો પરંતુ અત્યારે તેની પાસે તે અજાણ્યા ડ્રાઇવરની વાત માનવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો.
ઝરણાને ધીમે ધીમે વોશ આવવા લાગ્યો તેની આંખો ખુલી પરંતુ તેની સામે હજુ પણ તે ભયાનક અને દર્દનાક દ્રશ્ય હતું તેથી તે જોર જોરથી બૂમો પાડતી ફરીથી બેહોશ થઈ ગઈ. ડોક્ટરે આવીને તેને ઇન્જેક્શન લગાવ્યું લગભગ અડધી કલાક બાદ તે ફરીથી વર્ષમાં આવી અને તેણે ખુદને એક હોસ્પિટલના રૂમમાં અસહાય પડી હોય તેવું લાગ્યું. સામે ઉભેલ વ્યક્તિઓમાં તેને તેઓના કપડા પરથી લાગ્યું કે તે ડોક્ટર અને નર્સ છે, બીજી તરફ અપૂર્વના ઉભા હોવાનો પણ એહસાસ થયો પરંતુ તેને દરેકના ચહેરામાં તે નરાધમીઓના ચહેરાઓ જ યાદ આવતા હતા તેથી તેને ડરના માર્યા ફરીથી આંખો બંધ કરી દીધી આવું લગભગ ત્રણથી ચાર વાર બન્યું. હોશમાં આવતી અને ફરીથી તે આઘાતના કારણે બેહોશ થઈ જતી હતી. તેની હાલત ખૂબ જ નાજુક અને ગંભીર હતી.એક આખો દિવસ આવું જ વાતાવરણ રહ્યું તે દિવસ ક્યાં પસાર થઈ ગયો તેનો અપૂર્વને પણ ખ્યાલ રહ્યો નહીં.
” લાગે છે તમારા પત્નીને ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો છે. એકસીડન્ટના કારણે તેમના શરીર પર પણ ઘણા ઘા વાગ્યા છે અને લોહી પણ ઘણું વહી ગયું છે મને માફ કરજો મિસ્ટર અપૂર્વ હું તમને એક ડોક્ટર હોવાના કારણે ખોટી સાંત્વના નહીં આપવું પરંતુ હું એટલું કહીશ કે જો તેમને હવે 12 કલાકમાં સંપૂર્ણ હોશ ન આવ્યો તો અમે લોકો તેમને બચાવી નહીં શકીએ. “
ડોક્ટરની વાત સાંભળીને અપૂર્વ સંપૂર્ણ આઘાતમાં ચાલ્યો ગયો. તે ખુદને એકલો મહેસુસ કરી રહ્યો હતો કારણ કે અહીંયા તેની સાથે કોઈ હતું નહીં અને તેણે ઘરે કોલ પણ કર્યો નહીં તે બધાને આ ઘટના વિશે જણાવીને પરેશાન કરવા માંગતો ન હતો.
ઝરણા અત્યારે જિંદગી અને મોતની વચ્ચે જજુમી રહી છે શું તે ભાનમાં આવશે? અને કદાચ તેનો જીવ બચી પણ ગયો તો તેની આવનારી જિંદગી કેવી હશે તે જાણીશું આગળના ભાગોમાં.
ક્રમશઃ
halfdream….. sapna