આગળના ભાગમાં વાંચ્યું કે ઝરણા અને અપૂર્વ એક મોટા હિલ સ્ટેશન પર ગયા અને તેઓએ આખો દિવસ ત્યાં પસાર કર્યો પરંતુ સવારથી જ ઝરણાને કંઈક અજુગતું બનવાના અણસાર મળી રહ્યા હતા પરંતુ તે વાતને નકારી રહી હતી સાંજે તેઓને ત્યાંથી નીકળતા મોડું થઈ જાય છે તેઓ હિલ સ્ટેશન પર મળેલા તેમના મિત્રની ગાડીમાં હોટલ પરત ફરવા માટે નીકળે છે. જ્યાં રસ્તામાં ગાડીના ડ્રાઇવર ના લક્ષણો ઠીક લાગતા નથી અને તે એક જગ્યાએ ગાડીને બ્રેક મારીને રોકી દે છે
એ જ વખતે ઝરણાની નજર ગાડીની બહાર ગઈ તેણે આસપાસની જગ્યા જોઈ તેને આ જગ્યા જોઈને કંઈક અજબ તું બનવાના અણસાર મળી ગયા તેનું મન પણ ગભરાવા લાગ્યું અને હૃદયના ધબકારાઓ વધી ગયા અને તે જ વખતે તેને સવારે તેને મનમાં આવી રહેલા ઉંચાટો યાદ આવી ગયા.
” અરે ભાઈ તમે ગાડી અહીંયા કેમ રોકી છે? ” આમ અચાનક ગાડીને બ્રેક લાગતા અપૂર્વ ડ્રાઇવરને પૂછવા લાગ્યો.
” અરે ખબર નહીં સાહેબ ગાડી અચાનક બંધ પડી ગઈ હોય તેવું લાગે છે. હું જોઉં છું. ” આટલું કહીને ડ્રાઇવર ગાડીની બહાર નીકળી જાય છે પરંતુ ગાડીની હેડલાઈટ ચાલુ હતી.
ઝરણાનો ડર વધવા લાગ્યો હતો અને તેણે અપૂર્વનો હાથ કસકાવીને પકડી રાખ્યો હતો.
” અરે ઝરણા અચાનક આટલી બધી ઠંડી કેમ પડી ગઈ લાગે છે તને ડર લાગે છે? આટલી બધી ડરે છે કેમ માત્ર ગાડી જ તો બંધ પડી છે? “
“પણ… પણ…. અપૂર્વ….”
” શું થયું આટલી બધી ડરીશ નહીં હમણાં ગાડી ઠીક થઈ જશે. ” હજુ અપૂર્વનું ધ્યાન ઝરણા તરફ જ હતું પરંતુ ઝરણાની નજર બહાર ડ્રાઇવર પર જ હતી.
” અપૂર્વ…… જો તો બહાર ડ્રાઇવર તો નથી ડ્રાઇવર ક્યાં ગયો? હમણાં તો અહીંયા જ હતો. ” ઝરણા પર ડર આવી થઈ ગયો હતો અને તેનો ડર અમુક અંશે સાચો પણ હતો.
” હા ડ્રાઇવર તો અહીંયા જ હતો લાગે છે કંઈક વસ્તુ ખૂટતી હશે તો લેવા માટે ગયો હશે. અને તું ટેન્શન શા માટે લે છે. અહીંયા ક્યાંક આજુબાજુ ગયો હશે હમણાં આવી જશે. ” અપૂર્વ ઝરણાને સાંત્વના આપી રહ્યો હતો.
અપૂર્વ અને ઝરણા વચ્ચે વાત ચાલી જ રહી હતી એટલી વારમાં તેઓને આસપાસ બે ત્રણ બાઈકોનો અવાજ સંભળાયો. પહેલી વારમાં તો અપૂર્વને લાગ્યું કે કદાચ અહીંયા રહેનારા લોકો હશે જે પોતાના કામ ધંધેથી પરત જઈ રહ્યા હશે પરંતુ થોડીક વાર પછી અપૂર્વનું આ અનુમાન તદ્દન ખોટું નીવડીયુ. તે બાઈક સવારો સીધા જવાને બદલે અપૂર્વ અને ઝરણા જે ગાડીમાં બેઠા હતા તે ગાડીની ફરતે ચક્કર લગાવવા લાગ્યા . ત્રણ બાઈકો હતી અને દરેક બાઈક પર બે વ્યક્તિ હતા. આટલી બધી ઠંડી વચ્ચે પણ ઝરણાના કપાળ પરથી પરસેવો છૂટવા લાગ્યો. થોડીવાર પછી ગાડીની હેડ લાઈટો બંધ થઈ અને તેઓ અપૂર્વ અને ઝરણાની નજીક આવવા લાગ્યા. હવે તો અપૂર્વ નો ડર પણ ઝરણાના ડરની સીમા પર પહોંચી ગયો હતો જોકે તે હાર માને તેઓ ન હતો પરંતુ અહીંયા પરિસ્થિતિ કંઈક અલગ હતી કેમ કે જગ્યા પણ અજાણી હતી અને રસ્તાઓ અને લોકો પણ અજાણ્યા હતા અને એક મોટી મુસીબત એ હતી કે તેમના ફોનમાં નેટવર્ક આવતું ન હતું. તે છ એ છ ગુંડાઓ અપૂર્વ અને ઝરણાની નજીક જ આવી રહ્યા હતા. અપૂર્વ અને જણા એકબીજાનો હાથ પકડીને ગાડીમાં ભગવાનનું નામ લેતા બેસી રહ્યા. આખરે શું કરવું તેની કોઈ સળ જ પડતી ન હતી. અપૂર્વ એ જોયું તો ગાડીની ચાવી પણ ગાડીમાં ન હતી ત્યારે તેને અંધે શો આવી ગયો કે આ ગાડી નો ડ્રાઇવર પણ તેમની સાથે મળેલો હશે. ઝરણા ખૂબ સહેમી ગઈ હતી કારણ કે તેને સવારના અજોગતો બનવાના અણસારો મળી રહ્યા હતા પરંતુ તેણે સવારથી જ નકારવાનું ચાલુ કરી દીધું હતું તે મનમાં વિચારવા લાગી હતી કે કાશ તેણે આ વાત સિરિયસ લીધી હોત તો તે અત્યારે સેફ હોત. તે તો આંખો બંધ કરીને મનની અંદર ગણગણી રહી હતી અને આંખોમાંથી આંસુઓની ધારાઓ વહી રહી હતી. અપૂર્વનાં મનનાં ઊંડાણમાં એક ડર પણ હતો અને ગુસ્સો પણ હતો. ડરે વાતનો હતો કે તે એકલો છે અને સામે છ વ્યક્તિઓ હતી અને રસ્તો પણ સુમસાન હતો રસ્તા પર તેઓની ગાડી અને સામેવાળા ગુંડાઓની ત્રણ બાઈક સિવાય આજુબાજુમાં માત્ર જાડી જંગલ જ હતું.
ત્યાં પડતા આછા અજવાળામાં ઝરણાની નજર તે છ ચેહરાઓ માંથી એક ચેહરા પર ગઈ. તેને જોઈને ઝરણા ને લાગ્યું કે તેણે આ વ્યક્તિને ક્યાંક જોયો છે. ત્યારબાદ ઝરણાની નજર તે વ્યક્તિએ હાથમાં પહેરેલ કડા તરફ ગઈ ત્યારે ઝરણાને એ કડા પરથી યાદ આવ્યું કે, આ એ જ વ્યક્તિ છે કે જેના હાથમાં રહેલા તે કડા સાથે સ્કાર્ફ ફસાઈ ગયો હતો.
અચાનક ઘટના એમ બની હતી કે તે અને અપૂર્વ બે દિવસ પહેલાં એક સાઈડ સીન પર ફોટાઓ પાડી રહ્યા હતા ત્યારે તે વ્યક્તિ તેની ખૂબ જ નજીક આવી ગયો હતો અને જ્યારે ઝરણાં પાછળ ફરવા ગઈ ત્યારે તેનો સ્કાર્ફ તેના તે કડા સાથે અટવાઈ ગયો હતો ત્યારે ઝરણાં એ બહુ ધ્યાનમાં લીધું ન હતું તેણે તે વ્યક્તિનો ચહેરો આછો પાતળો જોયો હતો પરંતુ મનના એક ખૂણામાં ગુસ્સો તો આવ્યો જ હતો એટલા માટે તેણે જબરદસ્તીથી પોતાનો કાર ખેંચી લીધો હતો જેના કારણે તેની નજર તે કડા પર ગઈ હતી. તેના મનમાં વિચારો આટાઘૂંટી વાળવા લાગ્યા હતા અને સામે રહેલા ગુંડાઓ સતત તેઓની નજીક આગળ આવી રહ્યા હતા અપૂર્વ અને જણાએ બહાર નીકળવાની કોશિશ કરી પરંતુ ગાડીના દરવાજાઓ બંધ હતા પરંતુ તેમ છતાં ડર હતો કારણ કે તે ડ્રાઇવર આ ગુંડાઓની સાથે મળેલો હતો જેના લીધે ગાડીના દરવાજાઓ ગમે ત્યારે ખુલી શકે તેવા અણસાર હતાં
આગલા પળમાં ઝરણાં અને અપૂર્વ સાથે શું બનશે અને તે તેની જિંદગીને કયો મોડ આપશે જાણીશું આગલા ભાગમાં .
ક્રમશઃ
halfdream….. sapna