ઝરણાના બર્થ ડે દરમિયાન તેના સાસુ સસરા દ્વારા તેને અને અપૂર્વને હનીમૂન માટેની ટિકિટો મળી નવપરીણિત યુગલ સીમલા મનાલી હનીમૂન મનાવવા માટે ગયા.
સીમલામાં ઝરણા અને અપૂર્વનો પહેલો દિવસ ખૂબ જ યાદગાર બની ગયો અને ખૂબ જ શાંતિપૂર્વક પસાર થયો. પહેલા દિવસના થાકના કારણે તેઓ સાંજે ફરીથી હોટલ પહોંચી ગયા અને રૂટીન મુજબ તેઓએ ડિનર લીધું અને થોડીવાર માટે ત્યાં આજુબાજુમાં ગુલાબી ઠંડીની મજા લઈને ફરીથી તેઓ પોતાના હોટલ રૂમમાં પુરાઈ ગયા. તે લોકો આખો દિવસ ખૂબ જ ફર્યા હતા એટલા માટે તેઓ થાકી ગયા હતા જેના કારણે તેમને જલ્દીથી ઊંઘ આવી ગઈ. બીજો દિવસ પણ સામાન્ય જ રહ્યો આગલા દિવસની જેમ બીજે દિવસે પણ તે લોકો ખૂબ જ ફર્યા. પરંતુ ત્રીજે દિવસે સવારમાં ઉઠતા વેત જરણાનું મન ગભરાવા લાગ્યું તેને કંઈક અશુભ બનવાના સંકેતો મળ્યા પરંતુ આજકાલના જમાનામાં આ બધી બાબતો અંગે ધ્યાન આપવું થોડું મુશ્કેલ બની જતું હોય છે.
ત્રીજે દિવસે તેઓ એક હિલ સ્ટેશને પહોંચ્યા. ઝરણાને તે જગ્યાએ એટલી બધી પસંદ આવી ગઈ કે તેણે અપૂર્વને કહી દીધું કે હવે તેઓ અહીંયા થી ક્યાંય નહીં જાય અહીંથી રાત્રે સીધા તેઓ હોટલ જ જશે આજે આખો દિવસ તેઓ અહીંયા જ ગાળશે. તે હિલ સ્ટેશન એટલું બધું સુંદર હતું કે અપૂર્વ અને પણ ત્યાં ગમી ગયું અને બીજી મહત્વની બાબત એ હતી કે ત્યાં કોઈ નેટવર્ક આવતું ન હતું એટલા માટે આખો દિવસ કોઈ ફોન કરીને પરેશાન કરે તેવું પણ ન હતું. જોત જોતા માં આખો દિવસ ક્યાં પસાર થઈ ગયો તેનો તે બંનેને કોઈ ખાસ ખ્યાલ થયો રહ્યો નહીં એવામાં ત્યાં તેમને એક કપલ મળી ગયું છે અપૂર્વના સ્કૂલ સમયનો ક્લાસમેટ હતો બંને વચ્ચે ત્યાં જ ઓળખાણ થઈ અને તેઓ ઘણો સમય એક સાથે રહ્યા સાંજે ત્યાં હિલ સ્ટેશન પર આવેલી હોટલ પર જ ડિનર કર્યું પરંતુ ડિનર કરવામાં અને વાતો કરવામાં બહાર ઘણો અંધારું થઈ ગયું હતું તેની તો આ લોકોને જાણ જ ન રહી.
” અરે બહાર તો ઘણું બધું અંધારું થઈ ગયું છે આપણે બધા વાતોમાં રહી ગયા.” જણાય એ બારીની બહાર જોઈને કહ્યું.
ચારે ત્યાંથી ઊભા થયા અને બહાર નીકળ્યા. તેમને મળેલ મિત્રની હોટલ ત્યાંથી નજીક જ હતી અને તેના ફોનમાં નેટવર્ક પણ આવી રહ્યું હતું જેના કારણે તેઓએ ગાડી બોલાવી લીધી અપૂર્વના ફોનમાં નેટવર્ક હતું નહીં તેથી તેના મિત્રએ જણાવ્યું કે હાલ અપૂર્વ અને ઝરણા તેઓની સાથે જ ગાડીમાં બેસીને તે લોકો જ્યાં રોકાયા હતા તે હોટલ સુધી આવે ત્યારબાદ તેઓ તેમની હોટલ પર ઉતરી જશે અને પછી ઝરણા અને અપૂર્વ તે જ ગાડીને લઈને પોતાની હોટલ સુધી પહોંચી જશે. આમ તેઓના નક્કી કર્યા પ્રમાણે તે લોકો તેના મિત્ર તે હોટેલ સુધી પહોંચી ગયા. ત્યાંથી ઝરણા અને અપૂર્વ ગાડીમાં એકલા જ હતા. પરંતુ આવનારી મુસીબત અંગે ઝરણા અને અપૂર્વ ને ક્યાં ખ્યાલ હતો તે ગાડીનો ડ્રાઇવર આજે જે કપલને પોતાનો શિકાર બનાવવાનો હતો તે લોકો તો સહી સલામત પોતાની હોટલ સુધી પહોંચી ગયા પરંતુ ઝરણા અને અપૂર્વ તેની હડફેટમાં આવી ગયા.
બનનારી ઘટનાઓ ક્યારે અને કોની સાથે બનશે તે વિધાતા સિવાય તો કોણ જાણતું હશે? અપૂર્વ અને ઝરણા તો આખા દિવસનાં રંગીન પળોને આંખોની દીવડાથી હોઠો પર લાવીને મનમાં ઉભરાતી ઊર્મિઓને શાંત કરી રહ્યા હતા બંને એકબીજા સાથે આખો દિવસ થયેલા અનુભવને શેર કરી રહ્યા હતા અને બંને પોત પોતાની ધુનમાં ખૂબ જ ખુશ હતા પરંતુ તેઓને ક્યાં ખબર હતી કે ગાડીના સામેના કાચમાં દેખાતું ડ્રાઈવરનું પ્રતિબિંબ એક ટીશ નજરે કંઈક અજુગતું કરવાની મનછા લઈને તે બંનેનાં ભાવોને છીન્ન ભીન્ન કરી રહ્યું હતું.
એકવાર તો ઝરણાની નજર તે કાચ તરફ પડી અને તેણે તે ડ્રાઇવરની આંખોને જોઈ પરંતુ સાથે અપૂર્વ હતો અને તેનો હાથ તેના હાથમાં હતો જેના લીધે કોઈ અજાણ્યા અણસાર હશે તેવું ઝરણાના મનમાં આવ્યું જ નહીં અને તે ફરીથી અપૂર્વની સાથે વાતો કરવામાં લાગી ગઈ પરંતુ થોડીવાર પછી તેની નજર ફરીથી તે ડ્રાઇવર તરફ ગઈ તો તેની મીટ હજુ પણ તે અરીસામાંથી તે બંને પર જ મંડાયેલી હતી ઝરણાને મનમાં થોડો આભાસ થયો પરંતુ અપૂર્વ તેની વાત નહીં માને તેવું ગણીને તે ચૂપ રહી અને મનમાં વિચારવા લાગી કે કદાચ આ તેનો ભ્રમ પણ હોઈ શકે.
આ તો તેમનું જાણીતું શહેર હતું નહીં સીમલા ની વાંકી ચૂકી ગલીઓ હતી જેના વિશે તેઓ કંઈ પણ જાણતા હતા નહીં તેઓની હોટલ સુધી પહોંચવાનો સહારો માત્ર એ એક ડ્રાઈવર જ હતો. થોડીવાર પછી એક અજાણી સુમસાન જગ્યાએ ડ્રાઇવર ગાડીને અચાનક બ્રેક લગાવી જેના લીધે બંને આગળની સીટ તરફ ઝૂકી ગયા
” અરે…… અરે….ભાઈ શાંતિથી ” અપૂર્વ ડ્રાઇવરની સામે જોઈને કહેવા લાગ્યો.
એ જ વખતે ઝરણાની નજર ગાડીની બહાર ગઈ તેણે આસપાસની જગ્યા જોઈ તેને આ જગ્યા જોઈને કંઈક અજબ તું બનવાના અણસાર મળી ગયા તેનું મન પણ ગભરાવા લાગ્યું અને હૃદયના ધબકારાઓ વધી ગયા અને તે જ વખતે તેને સવારે તેને મનમાં આવી રહેલા ઉંચાટો યાદ આવી ગયા….
આગળ અપૂર્વ અને ઝરણા સામે કયો પડકાર આવશે અને તે પડકારમાંથી તેઓ કઈ રીતે બહાર આવશે અને શું જણાના મનમાં બેઠેલો ડર સાચો હશે? જાણીશું આગળના ભાગમાં.
ક્રમશઃ
halfdream….. sapna