મરુત 2
Share:FacebookX

      આગળના ભાગમાં વાંચ્યું કે, ઝરણાના ઘરે ઝરણાને જોવા માટે અપૂર્વ અને તેનો પરિવાર આવે છે અને ઝરણા અને અપૂર્વ એકબીજાને પસંદ કરી લે છે ત્યાર પછી તેમની સગાઈ નક્કી કરી દેવામાં આવે છે.

          બધી વાતચીત પત્યા પછી ઝરણા અને અપૂર્વની એક અઠવાડિયા પછી સગાઈ નક્કી કરી દેવામાં આવી અને  જોત જોતામાં સગાઈનો  દિવસ પણ આવી ગયો. બંને પરિવાર ખૂબ જ સારી પરિસ્થિતિ વાળા હોવાથી બંનેની સગાઈ ધામધૂમથી કરવામાં આવી. આખરે સગાઈના એક વર્ષ પછી તેઓના લગ્નની તારીખ પણ લેવાઈ ગઈ. એક છોકરી અને એક છોકરા માટે સગાઈ પછી અને લગ્ન પહેલાંનો આ જે સમયગાળો હોય છે તે ખૂબ જ મહત્વનો હોય છે. લવ મેરેજ ની તો વાત કંઈક અલગ જ હોય છે પરંતુ અરેન્જ મેરેજ માટે આ સમયગાળો ખૂબ જ માધુરી ભર્યો હોય છે. કદાચ લવ કર્યો હોય તો છુપાઈ છુપીને એકબીજાને મળવાની તેતો તે લવરીયા ને જ મજા આવતી હોય છે જ્યારે અરેન્જ મેરેજમાં  બે પરિવાર વચ્ચે સંબંધોની એ નવીનતમ ગાંઠ નક્કી થઈ ગયા પછી એ જે બે અજાણ્યા પંખીડાઓ વચ્ચે પ્રેમ થાય છે તેની તો કંઈક વાત જ અનોખી હોય છે. બે અજાણ્યા દિલો એકબીજાને બિલકુલ જાણતા નથી જે ભવિષ્યમાં એક થવા જઈ રહ્યા છે તેમની વચ્ચે જે પ્રેમ પાંગરે છે એ પ્રેમ તો કંઈક જુદા જ લેવલનો હોય છે. મારા પણ અરેન્જ મેરેજ થયા છે અને સગાઈ પછી લગભગ એકાદ વર્ષ બાદ લગ્ન ગોઠવાયા હતા. પરંતુ એ સગાઈ પછીનું વર્ષ મારા માટે ખૂબ જ સુંદર અનુભૂતિ લઈને આવ્યું હતું. હા શરૂઆતમાં એકબીજાને ઓળખવાની તકલીફ પડે પણ ખરી પરંતુ તે સમયે તમારા હાથમાં તક હોય છે કે તમે એકબીજાને સારી રીતે ઓળખી શકો અને એકબીજા પ્રત્યે અભૂતપૂર્વ પ્રેમની લાગણીઓ વરસાવી શકો. તે શક અને ડર વગરનો પ્રેમ હોય છે તે પ્રેમમાં મને કોઈ જોઈ જશે મને કોઈ કંઈ કહી દેશે તેવો ડર હોતો નથી બસ માત્ર એક બીજા વિશે વિચારીને નિખાલસ પ્રેમ કરવાનો બસ ગમે ત્યારે પ્રેમી આવીને તેની પ્રેમિકાને હકથી બહાર લઈ જઈ શકે છે. આવું જ કંઈક અપૂર્વ અને ઝરણા વચ્ચે બન્યું હતું.

       ધીમે ધીમે સમય આગળ વધતો ગયો અને અપૂર્વ અને ઝરણા વચ્ચે પ્રેમની ગાંઠો વધારે મજબૂત બનતી ગઈ. બંને જાણે વર્ષો જૂના પ્રેમી હોય તેવા એકમેકમાં ભળી ગયા. ધીમે ધીમે સમય ક્યાં ચાલ્યો જાય છે કોઈને ખબર જ રહેતી નથી અને એક વર્ષ તો પસાર પણ થઈ ગયું અને લગ્નની તારીખ નજીક આવી ગઈ. એ સમય પણ આવી ગયો જ્યારે ઝરણાના ઘરે લગ્ન લખાય ગયાં અને અપૂર્વના ઘરે લગ્નપત્રિકા પહોંચાડી પણ દેવામાં આવી. બંનેના લગ્ન ખૂબ જ ધૂમધામથી થઈ ગયા. આમ તો સગાઈ પછી બંને એકબીજાની સાથે ઘણો લાંબો સમય રહ્યા હતા તેઓ એકબીજાના પ્રેમમાં તરબતર થઈ ગયા હતા પરંતુ લગ્ન પછી જે પ્રેમ ઉભરાય એ પણ એક ખરી હકીકત છે. લગ્ન પછી તે પહેલી રાત્રે નવોઢા બનીને, લાલ પાનેતરમાં બેઠેલી ઝરણા અપૂર્વના પ્રેમની લાગણીનાં રસથી તરબોતળ tથઈ ગઈ. ઝરણા અને અપૂર્વના લગ્ન પછીના દિવસો ખૂબ જ પ્રેમ ભર્યા અને ખૂબ જ લાગણીસભર પસાર થઈ રહ્યા હતા. લગ્ન બાદ ઝરણાં તેની ગૃહસ્થિમાં ક્યાં ખોવાઈ ગઈ તેની તેને ખુદને પણ જાણ રહી નહીં. સાસુ સસરા નો વાત્સલ્ય ભર્યો હાથ અને અપૂર્વનો સાથ ઝરણાને તેના લગ્ન જીવનની ઉચ્ચતમ ટોચ સુધી લઈ જવામાં સફળ સાબિત થઈ રહ્યાં હતા. હજુ લગ્ન થયા અને 15 દિવસ પણ નહોતા થયા ત્યાં ઝરણાએ આખા ઘરની જવાબદારી ખુદ પર લઈ લીધી જાણે તે આ ઘરમાં વર્ષોથી આવી હોય તેવી રીતે રહેવા લાગી. ઝરણાની આ લગ્નની અને બધાની સાથે હળવા મળવાની રીતથી તેનો પરિવાર પણ ખૂબ જ ખુશ હતો. ઝરણા પણ બધાના વ્યવહાર અને સાદગી ભર્યા જીવનથી ખૂબ જ ખુશ હતી. એક છોકરીને આખરે જોઈએ શું તેનો ભાવિ પરિવાર એવો હોય કે તે જે પરિવારમાંથી ઉછરીને આવી હોય તેવો જ પરિવાર હોય ભલે કદાચ વ્યક્તિઓ અલગ અલગ હોય પરંતુ પ્રેમ અને વાત્સલ્યતો તેવું જ હોય અને એક છોકરી માટે સાસરે આવ્યા પછી જવાબદારીઓ પણ વધી જતી હોય છે તો છોકરી એ પણ વહુ નહીં પરંતુ પરિવારની દીકરી તરીકે સાબિત થવું એ પણ એક મહત્વની બાબત છે. જો તમે પ્રેમ વહેચ છો તો સામે તમને પ્રેમ જ મળવાનો છે. બસ સાસરે આવીને એક વાત યાદ રાખો કે, થોડું ઘણું સહન કરતા શીખી જાઓ. બધાના સ્વભાવતો એક સરખા હોતા જ નથી. જો તમે એકવાર સહન કરવાનું શીખશો તો સામેવાળાને પણ તે સહનશક્તિ આપોઆપ આવી જશે બસ એક મેકની ભૂલ સ્વીકારતા થઈ જાઓ. જો આપણે સારા બનીશું તો સામે વાળો આપોઆપ સારો થઈ જશે. જિંદગી જીવવાની સાચી મજા તો જતું કરવામાં છે મનમાં ભરીને એક સાથે વરસી પડવામાં નહીં. થોડી ઘણી બાબતો ધ્યાનમાં રાખશો પછી તો જિંદગી પણ એટલી જ સરળ બની જશે.

          ઝરણાના લગ્ન થયાના હજુ તો શરૂઆતના નવા નવા દિવસો હતા એટલા માટે જવાબદારીઓ પણ ઓછી હતી પરંતુ સમય પસાર થઈએ તે પણ વધવાની જ હતી પરંતુ ઝરણાના માતા પિતા દ્વારા મળેલા સંસ્કારોને કારણે ઝરણાં કોઈપણ પડકાર ઝીલવા તૈયાર હતી.

    
        ઝરણાના જીવનમાં કઈ ઘટના રાહ જોઈ રહી છે જાણીશું આગળના ભાગમાં…..

ક્રમશઃ

       halfdream….. sapna

Share:FacebookX
Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.