મજબૂત ઈરાદો
Share:FacebookX

મજબૂત ઈરાદો

         લીના અને સહજ બંને પતિ-પત્ની લગ્ન પછી સરળ જીવન જીવી રહ્યા હતા. તેમાં પણ બે સંતાનની પ્રાપ્તિ એ તેનું જીવન સફળ બનાવી દીધું હતું. લગ્નના બે વર્ષ પછી તેમને બે જાડી જોડિયા બાળકોનું સુખ મળ્યું હતું. બંને બાળકોનો જન્મ એક સાથે થયો હતો તેમ વિકાસ પણ બન્નેનો એક સાથે જ થઇ રહ્યો હતો. બંને બાળકોમાં મન સશક્ત હતો. જ્યારે માન પણ સશક્ત જ હતો પરંતુ મનની અને તેના જેટલી ઉંમર વાળા બાળકોની તુલનામાં થોડો અવિકસિત હતો. મન અને માન  બંનેને સમાન પોષણ મળ્યું હતું. તેમ છતાં માન થોડો ઢીલો હતો.માન કુપોષિત તનથી નહીં પરંતુ મનથી વધારે હતો. તે હંમેશા પોતાની સરખામણી બીજા સાથે કરી બેસતો અને નાની નાની બાબતોમાં ડરી જતો. અને તે હંમેશા એક ડરપોક જેવું  જ વર્તન કરતો. જેના કારણે તેનો ભાઈ મન અને તેના મિત્રો તેને ચીડવતા રહેતા.

        એકવાર તે ગાર્ડનમાં નીચું જોઈને સુનમુન બેઠો હતો. તેના પિતા સહજ પાછળથી આવ્યા તેમણે જોયું તો, માનની મોટા મોટા ગોળ ચશ્મા વાળી આંખોમાંથી બોર જેવડા આંસુ ની ધારા છલકાઇ રહી હતી. આજે ફરી એકવાર મન અને તેના મિત્રોએ તેને છેડ્યો હતો. અને તેના હાથની કોણીમાંથી લોહી પણ વહી રહ્યું હતું. સહજ તેની નજીક જઈ અને તેની બાજુ માં બેસી ગયો અને કહેવા લાગ્યો કે, ” બેટા માન, આ મારા નાના નાના ટેડીબિયરની આંખોમાંથી આટલા મોટા મોટા બોર જેવા આંસુ કેમ વહે છે. અને મારા ઢીંગલા ને આ કોણી પર શું થયું? “
ટેડી બિયર અને ઢીંગલા જેવા શબ્દો તેના પિતાના મોંમાંથી સાંભળીને નાનકડો માન સહજ તરફ ફરીને તેની કાલીઘેલી વણીમાં ખિલખિલાટ હસવા લાગ્યો. તેને હસતો જોઈ અને સહજના મો પણ હાસ્ય આવી ગયું. સહજ સઘળું સમજી ગયો હતો કે માનની સાથે ફરીથી શું બન્યું હશે? તેણે માનને ને ઊંચકીને પોતાના ખોળામાં લીધો અને તેના કોણી પર નો ઘા સાફ કર્યો અને તેની સાથે તેની જ જેવી મન લોભાવે તેવી કાલીઘેલી ભાષામાં વાતો કરવા લાગ્યો જેથી તેનું ધ્યાન હટાવી શકાય. ધીરે-ધીરે માન ફરીથી મૂડમાં આવી ગયો. અને તેના પપ્પા ના ખોળા માંથી ઉતરી અને ફરીથી ગાર્ડનમાં રમવા લાગ્યો. પરંતુસહજ હજુ પણ ત્યાં ગાર્ડનના બાંકડા પર બેઠો હતો. સહજનું મન કંઈક વિચારવામાં હતું.

          ઘરમાં બેસી રહેલી લીનાએ આ બાપ દીકરાની ગેલભરેલી ભાષામાં વાતો તો સાંભળી ન હતી પરંતુ તેમના ઈશારાઓ અને હાવભાવથી તે ઘણું ખરું સમજી ગઈ હતી. તે ઉભી થઇ અને બહાર ગાર્ડનમાં આવી અને સહજ ની પાસે જઈને કહેવા લાગી. “સહજ મારું મન પણ એ જ વિચારી રહ્યું છે જે હાલ તમારું મન વિચારી રહ્યું છે. હાલ માનને મારી નોકરી કરતાં મારા ધ્યાનની વધારે જરૂર છે.મન અને માન બંને એક સરખા જ છે પરંતુ મારો માન મનથી થોડો કાચો રહી ગયો છે. અત્યારે તેનું મન કુમળું છે. આજ ઊંમર તેના મનમાં મજબૂત ઇરાદાઓ ભરવાની છે. હું નથી ચાહતી કે મારો માન બીજા છોકરાઓ કરતા અળગો રહે. તેનું મન હજુ કાચું છે. તેનાં ઈરાદાઓ મજબૂત કરવા માટે આપણે જ કોશિશ કરવી પડશે. મા બાપ તરીકે આપણી તે ફરજ બને છે.જો આજે હું નોકરીના પન્નાઓ ઉકેલવામાં ને ઉકેલવામાં રહી ને તો એક મા તરીકે અસફળ રહીશ.”

” તારી વાત બિલકુલ સાચી છે. માનનું મન ખુબજ નાજુક છે. તેના મનને મજબૂત બનાવવા માટે તેની સામે આપણે જ તેને કસોટીઓ આપવી પડશે અને આપણે પણ ખુદ પણ તે કસોટીઓમાંથી પસાર થવું પડશે. ધ્યાન તો બંને સંતાનોનું એકસરખું જ રાખવું પડશે પરંતુ માનનાં ઈરાદાઓ દ્રઢ કરવા માટે વધારે આપણી જરૂર છે. એક શિક્ષકબનીને તેને શીખવવું પણ પડશે અને દંડ પણ આપવો પડશે.”

        ત્યારબાદ બંને લીના અને સહજ એકબીજાનો હાથ પકડીને મજબૂત ઇરાદાઓ સાથે હસવા લાગ્યા અનેત્યાંથીઊભાથઈઅનેમનઅનેમાનનીસાથેરમવાલાગ્યા.

halfdream….. sapna

Share:FacebookX
Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.