ચિંકુ એ આજે જીદ કરી કે બસ મારે તો ભીંડા નું શાક ખાવું છે મને ભીંડા નું શાક બનાવી દે નહીં તો હું નહીં જમું. હું જલ્દી જલ્દી સોસાયટી ના ખૂણા પર રહેલા શાકભાજીના ગલ્લે ભીંડો લેવા માટે ગઈ. તેણે મને પચાસ રૂપિયા નો શેર ભીંડો કહ્યો. મેં માથાકૂટ કરી કરીને ભીંડો 30 રૂપિયા ના શેરના ભાવનો લીધો. ચિંકુ ભૂખ્યો અને ગુસ્સામાં હતો તેથી જલ્દી મેં ઘરે જઈને તેને વીસ રૂપિયાની નોટ હાથમાં આપી અને કહ્યું, ” જા બેટા તારે જે ખાવું હોય તે જલદીથી લઈ આવ ત્યાં સુધીમાં હું ભીંડા નું શાક બનાવી આપું છું.”પરંતુ તેનો ગુસ્સો ખૂબ જ ભયાનક હતો. તેણે નોટ હાથમાંથી લીધી અને નોટ ના બે કટકા કરી નાખ્યા. હવે આટલા સાત વર્ષના છોકરાને મારે કહેવું પણ શું? એ નોટના બે કટકા જોઈને તરત જ મને તે શાકભાજીવાળા સાથે વીસ રૂપિયાની કરેલી માથાકૂટ યાદ આવી ગઈ.
halfdream….. sapna