ફોરેનર વહુ
Share:FacebookX

ફોરેનર વહુ

       
             ” અરરર માડી રે…… મેં તમને પહેલા જ કહ્યું હતું આપણે જીગલા ને બહાર ભણવા નથી મુકવો. તોય તમે મારી વાત ન માન્યા  તે ન જ માન્યા. મેં કહ્યું હતું ને કે છોકરાઓ બહાર જાય પછી આપણા રહેતા જ નથી. ” પ્રભાબેન મોં બગાડતા પ્રભાસ ભાઈ ને ખિજાઈ રહ્યા હતા.

          ” અરે પ્રભા તું શાંત થઈ જા.એમાં  વળી શું થયું જીગ્નેશ એ પોતાને મનગમતી છોકરી સાથે લગ્ન કર્યા? ” પ્રભાસ ભાઈ પ્રભા બેનના ખભા ઉપર હાથ રખતા બોલ્યા.

        ” મનગમતી છોકરી!!!… અરેરે મનગમતી છોકરી નહીં મુસીબત જોડે લગ્ન કર્યા છે મુસીબત જોડે એમાં કંઈ વાંધો નથી કે તેને તેની મનગમતી છોકરી સાથે લગ્ન કર્યા પણ છોકરી!!!!!ભૂરી સાથે લગ્ન કર્યા અરર મેં તમને પહેલા જ કહ્યું હતું કે જે ગાને અહીંયા સારી કોલેજમાં એડમીશન મળી ગયું છે તો તેને બહાર શું કામ મોકલ્યો??? અને મોકલ્યો તો મોકલ્યો પણ તમે એના પાછળથી કંઈક ધ્યાન જ ન રાખ્યું… અરર…” પ્રભાબેન મોં બગાડતા બોલી રહ્યા હતા.

            ” એમાં વળી ધ્યાન શું ન રાખ્યું? મને ખબર જ હતી અને જીગ્નેશ એ તારી બીકને લીધે તને કહેવાની ના પાડી હતી પણ મને તો ખબર જ હતી તેણે મને પહેલેથી જ કહી દીધું હતું. અને એમાં તેણે ખોટું શું કર્યું?પ્રભા…તુ શાંત થઈ જા ” પ્રભાસ ભાઈ પ્રભાબેન ને સમજાવતા બોલ્યા.

            ” અરર……તો આ બાપ-દીકરા બંનેની મિલીભગત હતી. અને એ તો ઠીક આપણા આડોશી-પાડોશી શું વિચારશે? મારા તો કેટલા કોડ હતા હું મારા જીગલા માટે આવી વહુ લાવીશ અને તેવી વહુ લાવીશ… અરરર અને હાથમાં શું આવ્યું? ઓલી સામેવાળી મંજુડી તરત જ મારી ટાંગ ખેંચવા આવી જશે આ જીગલા એ તો મારું નાક કપાયું અરરર ” પ્રભાબેન મોઢું ચડાવીને બે ડગલા આગળ જોઈને બોલ્યા.

           ” શું ક્યારની મંડાઈ પડી છે. અને અત્યારે શું આડોશી-પાડોશી અને મંજુડીની વાતોને લઈને બેઠી છે. અરે તને તો હરખ હોવો જોઈએ કાલે તારો એકનો એક દીકરો અને એની વહુ અહીંયા ઇન્ડિયામાં આપણને મળવા આવી રહ્યા છે આનાથી વિશેષ બીજું શું હોઈ શકે?તેણે લગ્ન એની મનપસંદ છોકરી  સાથે કર્યા તો એમાં શું વાંધો છે?તેને પોતાનો મનપસંદ જીવનસાથી શોધવાનો પૂરેપૂરો હક છે. અને એ વળી ક્યા અહીંયા રહેવાના છે એ તો સદા માટે અમેરિકા જ રહેવાના છે. અને તું જે વહુ વિશે વિચારી રહી છે તને પાકો ખ્યાલ જ છે કે તું અત્યારે જેવું વિચારી રહી છે છોકરી તેવી જ હશે. શુપ્રભાત તારા મગજ ઉપર થોડો બરફ મુક… અરે તારે તો એમના સ્વાગતની  તૈયારીઓ કરવી જોઈએ કે તારો દીકરો અને વહુ આવી રહ્યા છે. અને આપણો દીકરો ૧૫ વર્ષનો હતો ત્યારે આપણે તેને બહાર મોકલ્યો હતો આજે ભણી ગણીને મોટો થઈ ગયો છે અને જાતે કમાવ આપણ લાગ્યો અને તેની જાતે તેની મનપસંદ છોકરી શોધી ને તેણે લગ્ન કર્યા. છેલ્લા 15 વર્ષથી તું તો ખાલી માત્ર તેને વિડીયો કોલ દ્વારા ફોનમાં જ જોઈ રહી હતી. કાલે એ સાચે ઘરે આવવાનો છે તો તેની ખુશીઓ મનાવ ને શા માટે આ દુઃખના પહાડ માથા ઉપર લઈને ફરે છે. અરે ખુશ થઈ જા તારો દીકરો આવવાનો છે. ” પ્રભાસ ભાઈ સોફા ઉપર બેસીને પ્રભાબેને કહી રહ્યા હતા.

          ” અરરર……. તમારી બધી વાત સાચી પણ તેને કોઈ આપણા ઇન્ડિયામાં ગુજરાતી છોકરી નહોતી મળતી તો તેને એ ભૂરી સાથે જ લગ્ન કર્યા? અને બીજુ તો ઠીક તેણે મને કહ્યું પણ નહિ અને જ્યારે એ અહીંયા આવવાનો છે ત્યારે ડાયરેક્ટ કહી દીધું કે હું મારી પત્ની જોડે આવું છું. અરરર….. લગ્ન કર્યા તો પણ મને કહ્યું નહીં. અરરર….. કાલે ભુરી આવશે ખબર નહીં કેવા કપડાં પહેર્યા હશે???અરર….અને શું ખાતી હશે અને મારા કિચનને તો અપવિત્ર કરી નાખશે અરે અપવિત્ર શું કરશે તેને તો રસોઈ બનાવતા આવડતું હશે તો ને. અરરર…હે ભગવાન….. આજુબાજુવાળા અને સંબંધીઓ શું વાતો કરશે કે આના છોકરા ને બીજી કોઈ છોકરી ન મળી તો વિદેશમાં જઈને પુરી સાથે પરણી આવ્યો.  ” પ્રભાબહેન પ્રભાસભાઈ તરફ મોઢું ફેરવીને બોલ્યા.

               ” બસ……. બસ હો પ્રભા હવે બહુ થઈ ગયું… અને આ શું ક્યાંની ભૂરી ભૂરી કરે છે? એનું નામ જેની છે અરે એ તારા દીકરા ની વહુ છે. શું એ ભૂરા માણસો માણસો નથી? ને મને ખબર છે મારો દીકરો ક્યારે પણ અવળું પગલું ભરી ન શકે તેણે જેની માં કશું જોયું હશે તો જ તેની સાથે લગ્ન કર્યા હોય ને તારે તો દીકરી નથી અને તને તો કેટલા અરમાન હતા કે તને દીકરી મળે પણ ભગવાને તારા ખોળે દીકરો આપ્યો તો આજે વહુ રૂપે ભગવાન તારી મનોકામના પૂર્ણ કરી છે તારી પાસે  પાસે દીકરી મોકલી રહ્યા છે. દિકરી તો દીકરી જ હોય એવું જરૂરી નથી કે એ તારા જ કોખે જન્મ લીધો હોય તે તારી વહુ બનીને પણ આવી શકે છે. તો પછી તું શું એને માટે આવા બોલી રહી છે? શું તારો આવો અણગમો તારા દીકરાને ગમશે એ તો વિચાર ” પ્રભાસ ભાઈ સોફા ઉપર થી ઉભા થઈને પ્રભાબહેનને સમજાવતા અને થોડા ગુસ્સા સાથે બોલ્યા.

              ” સારું હવે જે હશે તે કાલ સવારે જોવાઈ જશે. અરર…અને હું જોઉં છું ભુરી… હા હા…એ તમારી જેની કેવી ક નીકળે છે…. હા હવે તો મારે કંઈ બોલાશે નહીં કારણકે હવે તો તમારી ચાપલાઈ કરવાવાળી આવી જશે. એટલે તમને તો એ સારી જ લાગે ને સારી તો ઠીક એને ગુજરાતી બોલતા આવડતું હોય તો ભલે નહીં તો સસરો વહુ એકબીજા સાથે પોતપોતાની ભાષામાં લમણાજીક કર્યા કરજો. અરરર…. હવે હું સુવા જાવ છું એ તો કહી દો કે આપણે સવારે એરપોર્ટ કેટલા વાગ્યે જવાનું છે?” પ્રભાબહેને આછા હાસ્ય સાથે પ્રભાસ ભાઈ સામે હાથ હલાવતા જોતા જોતા કહ્યું.

           ” હા ભલે તું જે સમજે તે આપણે સવારે 10  વાગ્યે આપણા દીકરા અને વહુ ને લેવા માટે જવાનું છે મેં ડ્રાઈવરને સવારે બોલાવી લીધો છે. અને હા સાંભળ ત્યાં એરપોર્ટ ઉપર વધારે પડતી બડબડ ના કરતી….. થોડી શાંતિ જાળવજે. “

       ” અરરર….. હું સાચું કહું એમાં મારો વાંક!!!! મારી તો બોલવાની આદત છે હું તો બોલીશ તમારે મારી પાછળ આવવું હોય તો આવજો. ચાલો હવે સુઈ જાવ.”

      અને બન્ને જણા એકબીજા સામે જોઈને હસી પડ્યા.

        સવારના આઠ વાગ્યા હતા ત્યારે ડોરબેલ વાગ્યો.

        ”  અરર….. અત્યારમાં કોણ  કોણ છે? ” લટકા કરતા પ્રભાવ બેહેન દરવાજા તરફ ગઈ અને દરવાજો ખોલ્યો……

       અરર…..જીગલા તું????અને પ્રભાબહેન ખુશીથી નાચી ઊઠ્યા.

” અરે જિલ્લાના પપ્પા તમે સાંભળો છો આ જુઓ તો અત્યાર માં કોણ આવ્યું છે??? ” પ્રભાબેન બૂમ પાડતા બોલી રહ્યા હતા.

        ત્યારે પાછળથી પ્રભાસ ભાઈ આવ્યા.

                 ” હા પ્રભા મને ખબર છે જીગ્નેશ આવ્યો છે… મને ખબર જ હતી કે તે અત્યારમાં આવવાનો છે. તેણે મને ગઈકાલે જ ફોન પર કહી દીધું હતું કે તે તને સરપ્રાઈઝ આપવા માંગે છે એટલે હું તને એના આવવાનો સાચો ટાઇમ કહું નહીં……. અરે જા જા ઉભી છે શું?આરતી ની થાળી લઇ આવ.. ” પ્રભાસ ભાઈ હાસ્ય સાથે બોલી રહ્યા હતા.

             પ્રભાબહેન આરતી ની થાળી લઈને આવ્યા. જેવો તે આરતી ની થાળી લઈને બહાર દરવાજા પાસે આવ્યા તો તેની આંખો બહાર નો નજારો જોઇને અચંબિત થઈ ગઈ અને આંખોમાં ઝળઝળિયા આવી ગયા. કારણકે જીગ્નેશ ની બાજુમાં એક છોકરી ઊભી હતી. તેણે ખુબ જ સુંદર સાડી પહેરી હતી હાથમાં બંગડીઓ અને માથા ઉપર ચાંદલો લગાવેલો હતો અને માથામાં સિંદૂર ભરેલો અને ગળામાં મંગળસૂત્ર હતું. પ્રભાબહેન આ નજારો જોઇને એકદમ ગદગદ થઈ ગયા.

       ” અરે હા પ્રભા આજ જેની છે…. તેના વિશે જીગ્નેશ મને પહેલા જ કહી દીધું હતું તે ભલે અમેરિકામાં જમી હોય પરંતુ તેના માતા-પિતા ઇન્ડિયાથી જ છે અને એ પણ ખાસ આપણા ગુજરાતી છે. હે ને જેની બેટા? ” પ્રકાશભાઈ પ્રભાબહેન ના ખભા ઉપર હાથ રાખી અને જીગ્નેશ અને જેની સામે નજર કરતા બોલી રહ્યા હતા.

     ” જી પપ્પા…. ” સામેથી જેનીએ પ્રતિસાદ આપ્યો.

         પ્રભાબહેન આ બધું જોઇને એકદમ સડક થઇ ગયા હતા અને કંઈ બોલી શકતા જ ન હતા.

     ” અરે મમ્મી બધી વાતો અહીં આવજો કરવાની છે કે અમને ઘરમાં અંદર પણ આવવા દઈશ? ” જીગ્નેશ બોલ્યો

              પ્રભાબહેને અચંબા સાથે બંને ની આરતી ઉતારી અને ઉમરા આગળ ચોખા ભરેલો કળશ રાખ્યો અને કંકુ વાળી થાળી રાખી અને જેની ને બધું સમજાવવા જાય એ પહેલાં તો જેનીએ કળશને પગવાળી ધક્કો માર્યો અને કંકુ ની થાળી માં બંને પગ રાખીને તેના શુભ પગલાઓ ઘરની અંદર પાડ્યા…

           પ્રભાબહેન કંઈ જ ન બોલી શક્યા માત્ર પોતાના જમણા ગાલ ઉપર પોતાનો જમણો હાથ રાખીને અરરર.. જ કરતા રહી ગયા. તેની આંખોમાં ખરેખર ઝળઝળિયા આવી ગયા. અને તે વિચારવા લાગ્યા ગઈકાલે રાત્રે હું શું શું વિચારી રહી હતી. જેની ને જોતા તો એ ભૂરી હોય એવું જ લાગે છે તો આવા સંસ્કાર એકો ફોરેનર છોકરીમાં ક્યાંથી????

        ” અરે મમ્મી આવી રીતે ના જુઓ ભલે હું બહાર અમેરિકામાં જન્મ્યુ હોય પરંતુ મારા માતા-પિતા ગુજરાતી છે અને એમણે મને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કાર આપીને જ મોટી કરી છે. મને જીગ્નેશ એ પહેલેથી જ તમારા વિશે જણાવી દીધું હતું. મારા મમ્મી પણ તમારી જેમ જ હરખુડા છે. મારા મમ્મી અને પપ્પા ભલે વર્ષોથી અમેરિકામાં સેટલ છે પરંતુ મારા મમ્મી પણ જ્યારે રજાઓમાં ઘરે હોય ત્યારે અમારા ઘરે સાડી જ પહેરે છે. અને એમણે મને પણ સાડી પહેરતા શીખવાડ્યું છે અને ભારતીય સંસ્કૃતિ અને સાજ-શણગાર વિશે મને સમજાવ્યું છે.” જેની  પ્રભાબહેન ની નજક આવીને તેમને પગે લાગતા બોલી

          “અરે મમ્મી આમ શું ઉભી છે તારી વહુ ને આશીર્વાદ તો આપ. મમ્મી તને શું લાગ્યું હું કોઈ પણ છોકરી સાથે લગ્ન કરી લઈશ તો હું બહાર જઈને આપણા ભારતીય સંસ્કાર ભૂલી જઈશ. ભલે હું બહાર ભણવા ગયો હોવો પણ હું આપણી સંસ્કૃતિને ભુલ્યો નથી. હું તો બસ તને સરપ્રાઈઝ કરવા માંગતો હતો એટલા માટે મેં આ વાત માત્ર પપ્પા સાથે જ કરી હતી અને માત્ર પપ્પા સાથે જ જેની ની પણ વાત કરાવી હતી.” જીગ્નેશ પણ તેની મમ્મી પગે લાગતો પ્રભાબહેનને કહી રહ્યો હતો.

              ” અરરર… સાચી વાત છે. દીકરા શું આપણે બહાર ભણવા જઈએ તો આપણે આપણા ઘરની અને આપણે આપણા દેશની સંસ્કૃતિ થોડા ભૂલી જઈએ. ભૂલ મારી હતી કે મેં આટલું બધું ઉંડુ વિચારી લીધું. બહાર જવાથી કંઈ આપણે આપણા મા-બાપ, આપણા સંસ્કાર થોડા ખોવાના હોય. અરે આપણે તો બીજાને પણ સંસ્કારી બનાવીએ. શાબાશ મારા દીકરા ખરેખર તું મારી વહુ નહિ દીકરી શોધીને લાવ્યો. બંને હંમેશા સુખી રહો. અને ખૂબ જ આગળ વધો એવી મારી શુભકામના તમારી બંનેની સાથે હંમેશા છે.” પ્રભાબહેન જેનીને અને જીગ્નેશ ને આશીર્વાદ આપતા બંને ને ઉભા કરતા બોલ્યા. 

      ” અરર…. મારી વહુ તો જો કેટલી રૂપાળી છે અરે મારી વહુ નહીં મારી દીકરી કોઈની નજર ન લાગે આખા ગામમાં હું વટ કરતી ફરીશ મારી દીકરી ફોરેનર છે પણ સંસ્કાર થી તો ભારતીય છે… ઓલી મંજુડી બહુ એની વહુઓની બકા લત કરતી ફરે છે હવે હું એને જોઈ લઈશ. “… પ્રભાબહેન બોલ્યા અને બધા એક સાથે હસી પડ્યા.

halfdream….. sapna

Share:FacebookX
Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.