છુક... છુક... છુક.... છુક દરરોજ બે વાગીને પાંચ મિનિટના ટકોરે ટ્રેન આવીને પ્લેટફોર્મ નંબર-2 ઉપર ઉભી રહેતી. કુલી, પેસેન્જરો, નાસ્તા વાળાઓ, પાણીની બોટલ વાળાઓની ભીડનો ખૂબ જ જમાવડો રહેતો.બધાની વચ્ચે એક છોકરી દરરોજ એ 2:05 વાગ્યા ની ટ્રેન ની રાહ જોઇતી ત્યાં એક બેંચ પર બેસી રહેતી.જેવી ટ્રેન ઉભી રહે તેવી તરત જ તે ઉભી થઇ જતી.ટ્રેન માંથી એક છોકરો હંમેશા તેને મળવા આવતો. ટ્રેન માત્ર પાંચ જ મિનીટ ઉભી રહેતી તેથી બંનેનો મેળાપ પણ માંડ માંડ પાંચ મિનિટનો જ થતો. દરરોજ બધું જ બદલાયા કરતું પરંતુ આ બંનેના પ્રેમ પ્રકરણનો ક્રમ એક જ રહેતો. પ્લેટફોર્મ,ટ્રેન, ટાઈમ બધું જ સરખું હતું.પરંતુ આજે તેને તે પ્લેટફોર્મ નંબર-2 સૂનું લાગી રહ્યું હતું. પોતે દુલ્હનના ડ્રેસમાં હતી. અને બે વાગીને પાંચ મિનિટની ટ્રેન તો ક્યારની આવીને જતી રહી હતી. બસ તે પ્લેટફોર્મ નં 2 નાં બાંકડા પર મીટ માંડીને કાગડોળે રાહ જોતી બેસી રહી હતી.
halfdream….. sapna