કોલેજના ખૂબ જ સુંદર દિવસો હતાં. પરંતુ હું તો ક્લાસમાં સ્કોલરગર્લ ગણાતી હંમેશા પુસ્તકિયો કીડો હાથમાં હોય જ અને વળી સારા નંબરે પાસ પણ થતી. બાયોટેકનોલોજી કરવા માટે હું ઘરથી ઘણી દૂર કોલેજમાં જતી. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવેલી હું હંમેશા ભણવા માટે જ સજ્જ રહેતી. મેં ક્યારે પણ કોલેજના આડાઅવળા અડપલા ઓમાં ધ્યાન આપ્યું જ ન હતું.મારું માત્ર એક જ લક્ષ્ય હતું કે ભણી ગણીને અને મારા પિતાનું નામ ઉજ્જવળ કરવું. એ કોલેજના અલગ-અલગ નવા નવા ફંક્શનો,નવા નવા ડે સેલિબ્રેશન આ બધાથી હંમેશાં હું દૂર દૂર રહેતી. જ્યારે બીજા વિદ્યાર્થીઓ આ બધી મસ્તીમાં મસ્ત હોય ત્યારે હું શાંતિથી પાર્કિંગમાં બેસીને મારી ચોપડીઓ વાંચ્યા કરતી. મને ક્યારેય પણ ખબર ન હતી કે મારા જીવનમાં પણ ક્યારેક એવો વળાંક આવશે.
વાત જાણે એમ હતી કે મારી એક ફ્રેન્ડ નો બોયફ્રેન્ડ મારામાં વધારે ઇન્ટરેસ્ટ લેતો થઇ ગયો. એ કેવી રીતે બન્યું એ હું આગળ જણાવું છું. એ છોકરો ખૂબ જ સીધો સાદો હતો જ્યારે મારી ફ્રેન્ડ લખપતિ બાપની દીકરી હતી મારી ફ્રેન્ડ નું આકર્ષણ માત્ર તે છોકરાનો મનોહર દેખાવ હતો. છોકરો લાખો પતિ ન હતો પરંતુ એક મધ્યમ વર્ગ કરતાં ઊંચા વર્ગમાં ગણી શકાય તેવા વર્ગનો હતો. ગમે તે કહીએ પણ છોકરો ઘણો હોશિયાર હતો. તે અમારી સાથે એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો જ્યારે અમારી બાયોટેકનોલોજીનો ડિપાર્ટમેન્ટ કોલેજના છેલ્લા ભાગમાં હતો પરંતુ ઘણીવાર કેન્ટીનમાં અવાર નવાર મળવાને કારણે મારી ફ્રેન્ડ અને તેના બોયફ્રેન્ડના મન મળી ગયા હતા. તે હંમેશા મારી ફ્રેન્ડ ની રાહ જોઈને પાર્કિંગમાં ઊભો રહેતો અને તેની મારી સાથે મિત્રતા પણ પાર્કિંગમાં થઈ હતી કારણકે મને જ્યારે પણ સમય મળે અથવા તો કોઈ ટીચર ન આવ્યા હોય અને એકાદ કલાકનો સમય સાવ ખાલી હોય તો હું લાઇબ્રેરીની જગ્યાએ પાર્કિંગમાં જઈને વાંચવાનું વધારે પસંદ કરતી. કારણકે પાર્કિંગમાં ખુલ્લી જગ્યામાં મને વાંચવાનું વધારે ગમતું અને બીજી વાત કે પાર્કિંગમાં ચાલુ ક્લાસે બધા વિદ્યાર્થીઓની આવન-જાવન પણ ઓછી રહેતી. અને આવા કોઈન્સીડેન્ટ માં અમે ઘણી વાર મળ્યા હતા. પરંતુ આવી નાની-નાની મસ્તી અને મેળાપમાં મને તો તેના પ્રત્યે કોઈ એવી લાગણી હતી નહીં માત્ર હું તેને એક દોસ્ત ની નજરે જોતી પરંતુ તેના મનમાં ક્યારે મારા માટે એક તરફી પ્રેમ થઈ ગયો તેની મને પણ જાણ ન હતી. ધીરે-ધીરે તેણે મારા વોટ્સએપમાં મેસેજ કરવાનું ચાલુ કર્યું. તેનું મારી તરફ આકર્ષિત થવું તે પણ મારી ફ્રેન્ડ નીજ દેણ હતી કારણકે તે વધારે રૂપિયા વાળા પિતાનું સંતાન હતી. એટલે જ્યારે બોયફ્રેન્ડની સુંદરતાથી મન ભરાઈ જાય ત્યારે તેનાથી દૂર જવાના બહાના કર્યા કરતી. તે છોકરો સારા ઘરનો હતો તેથી તે પોતાનું પર્સનલ બાઈક લઈને જ આવતો. પરંતુ મારી તરફ જ્યારે તે આકર્ષાયો ત્યારે તેણે બાઈક છોડીને બસમા આવવાનું ચાલુ કરી દીધું કારણકે હું પણ સ્ટેશનથી કોલેજ સુધી બસમાં જ આવતી. અને ધીરે ધીરે અમારી ફ્રેન્ડશિપ વધી ગઈ. પરંતુ હું હંમેશા બુદ્ધિની બારદાન જ રહી. ખબર નહીં તેના ફોનમાં મારો ફોટો કેવી રીતે આવ્યો હશે અને તે ફોટો તેની ગર્લફ્રેન્ડ એટલે કે મારી ફ્રેન્ડ તેના ફોનમાં જોઈ ગઈ. અને બંને વચ્ચેના ઝગડાનું કારણ હું બની ગઈ એક તો મેં મારી ફ્રેન્ડ ખોઈ દીધી અને બીજી વાત એ કે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. પરંતુ તે છોકરાએ મારો સાથ ક્યારેય ન છોડ્યો. તેણે ઘણી વાતો માં મને કહ્યું હતું કે, ” તારા માટે તો જાન છે પરંતુ તને ક્યાં ભાન છે. ” પરંતુ દોસ્ત બનીને હું તેની આ વાતનો મતલબ ક્યારેય સમજી જ ન શકી. પરંતુ તેણે પણ મને ક્યારેય એક પ્રેમી તરીકેનું પૂરતું પ્રમાણ ન આપ્યું કારણ કે તે જાણતો હતો કે હું તેવા આડા અવળા રસ્તાઓમાં પડવા વાળી છોકરી નથી અને કદાચ તેના મનના ખૂણામાં એક ડરહશે કે કદાચ તે મને તેના પ્રેમ વિશે જણાવી દે અને તે મારી દોસ્તી પણ ખોઈ બેસે.
આમ ઘણો સમય નીકળી ગયો અને છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓ પણ નજીક આવી ગઈ. બસ આ પરીક્ષાઓ પતે એટલે અમે બધા એકબીજાથી અલગ પોત પોતાની કારકિર્દી શરુ કરવા માટે તત્પર થવાના હતા. અને બન્યું પણ એવું કે અમારી પરીક્ષાઓ પણ પતી ગઈ બસ હવે તો રિઝલ્ટ ની રાહ જોવા ની હતી. આખરે મને ઘણા સમય પછી ખુદ માટે વિચારવાની ફુરસદ પણ મળી ગઈ. તે પણ એક પ્રોફેસર તરીકે દૂર કોલેજમાં વર્ક કરવા લાગ્યો. હવે મેં પણ બધા ફોન કોન્ટેક્ટ દૂર ધકેલી દીધા હતા. પરંતુ હવે મનનાં કોઇ એક ખૂણે તેની યાદ સતાવી રહી હતી ઘણીવાર મને થતું કે તેને હું મેસેજ કરી લવ હું તેની સાથે ઘણી બધી વાતો કરી લઉં. કદાચ તેનો પ્રેમ મારા મનમાં ઘર કરી ગયો હતો જેની સમજ મને હવે છેક આવી હતી. પરંતુ તેના માટે સમય હાથમાંથી નીકળી ગયો હતો. હવે તો મારા લગ્ન કરવાની તૈયારીઓ મારા ઘરે ચાલુ થઈ ગઈ હતી. બસ પછી તો હું તે બધું ભૂલીને સંપૂર્ણ પણે મારા પતિ ને સમર્પિત થઈ ગઈ. આજે લગ્નના બે વર્ષ થઇ ગયા છે.
આજે સવારે હું જ્યારે મોર્નિંગ વોક કરી રહી હતી ત્યારે મારા હેડફોનમાં રોમેન્ટિક સોંગ નો એક દોર મને સંભળાયો અને તેમાં જ મારું એક ફેવરિટ ગીત પણ આવ્યું.
” સાત સમુંદર પાર મે તેરે પીછે પીછે આ ગઈ મે તેરે પીછે પીછે આ ગઈ” અને આખરે ચાર પાંચ વર્ષ પછી મારા દિલના કોઈ એક ખૂણામાંથી એ એક તરફી પ્રેમ ની સ્મૃતિ થઈ આવી. મારું મન તે ચહેરાની ફરીથી યાદ કરવા લાગ્યું. મેં હંમેશા તેને એક દોસ્ત તરીકે હગ કર્યું હતું પરંતુ મારી સ્મૃતિઓ આજે કંઈક અલગ જ વિચારી રહી હતી મને ફરીથી એ એકતરફી દોસ્તી કે પછી એકતરફી પ્રેમ યાદ આવી ગયો શું એ પ્રેમ હતો કે માત્ર એક દોસ્તી હજુ આટલું વિચારી રહી હતી ત્યાં હેડફોનમાં રીંગટોન સંભળાઈ ફોનની સ્ક્રીન પર જોયું તો કોલ મારા પતિનો હતો. સ્ક્રીન પર એમનું નામ જોઈને પાંચ મિનિટ પહેલા થયેલા ભ્રમનો બધો પ્રેમ ફોનની સ્ક્રીન પર દેખાતા ચહેરા પર ઢોળાઈ ગયો.
શું જુનો પ્રેમ દિલના કોઇ ખૂણે આજે પણ દસ્તક આપતો હશે. એ ભ્રમ હતો કે હકીકત હું સમજી ન શકી પરંતુ હું એ બધી સ્મૃતિઓ ભૂલી જવા માંગુ છું અને હાલ હું ખૂબ જ ખુશ છું અને હું મારા પતિને ખુબ જ ચાહું છું. I love you kp❤ જે થયું તે પરંતુ મારા દિલમાં માત્ર ને માત્ર તમે એક જ છો.
halfdream….. sapna