પુનમની રઢિયાળી રાતમાં ચંદ્ર તારલાઓ જોડે ગોષ્ઠી કરતો સાથે સાથે બીજા હાથે વાદળો સાથે છૂપો દાવ રમતો અને ચાંદની કેરા રૂપેરી મોતીડાં જરતો ગગનનાં પંથ માં ફરીથી રહ્યો હતો. તેની આ રૂપેરી કળાઓ જોતી આજ્ઞા એક રૂમ ની બારી પાસે ઉભી હતી જ્યાંથી છોભીલવંતુ આકાશ ખુબ રમતીયાળ દેખાતું હતું આવી ગરિમા જોઈને કોઈપણ પ્રેમી પંખીડાઓ તેમાં ડૂબી જાય પણ આજ્ઞા સાથે એવું કાંઈ જ નહોતું બની રહ્યું. એ રઢીયાળી રાત તેનાં મનને વિચલિત કરી રહી હતી અને પવનવેગે ધબકતાં હૃદયે પણ આખા શરીરમાં કમકમાટી બોલાવી હતી તેનાં હાથ તેનાં પેટ પર હતાં અને આજ્ઞા ની આંખોમાં એ ચંદા ની ચાંદની હૈયાવરાળ આંખોમાંથી વરસાવી રહી હતી. ત્યારે એક શુન્યમય પાતળા અવાજે આજ્ઞાનું ધ્યાન ખેચ્યું. આજ્ઞા…..બારી બંધ કર ને સુઇ જા સવારે ટાઈમે જાગવાનું છે. આજ્ઞા નાં હોઠ કાંઈ જ નાં બોલી શક્યાં અને તે ફાટી ગયેલાં હૃદયનાં પાનાઓ સંકેલીને બારી બંધ કરવાં લાગી અને બેડ પર આજ્ઞનેય ની બાજુમાં આડી પડી પણ ઊંઘ આવે કોને એતો ચાહતી હતી કે આ રાત પુરી જ ન થાય તે સવારનો સૂરજ જોવાં જ નહોતી માંગતી અને ખુલી આંખે ભૂતકાળ વલોવવાં લાગી.અને ખુલી આંખે બંધ બારણાંના ખુલ્લા પડદાઓમાં ખોવાઈ ગઈ
આજ્ઞનેય બેડપર સૂતો હતો ત્યારે આજ્ઞાએ પાસે આવીને આજ્ઞનેયનાં સુતેલા હોઠો પર ભીંજાયેલી ગરીમાં છાપી દીધી. ત્યારે ઊંઘમાંજ અર્ધ ખુલ્લી આંખો એ આજ્ઞનેયે આજ્ઞા ને તેનાં બંને હાથેથી જકડી લીધી…
આજ્ઞનેય : “હમમમ……!! આજે સવાર સવાર માં આટલી બધી મહેરબાની……….”ઉફ… આ સૂરજ ને કોઈ કહીદો પાછો જતો રહે આજે મારો ચાંદ પૂર્ણ કળા એ ખીલ્યો છે. આજે તને કોઈ નહીં જુએ “
આજ્ઞા : “બસ હવે.. છોડો મને અને તૈયાર થઈ જાવ અને તે આજ્ઞનેય નો હાથ પોતાનાં પેટ પર મુકતા કહે છે આપણા ઘરે નવું મહેમાન આવવાનું છે”
આજ્ઞનેય : “સફાળો ઉભો થઈને આજ્ઞા નો હાથ પકડી ને શું તું સાચું કહે છે અને આજ્ઞા ને ઊંચકી ને ગોળ ફરવાં લાગે છે”
આજ્ઞા : “હા આજ્ઞનેય,આપણે આંગણે બીજું પારણું બંધાવાનું છે આજે દવાખાને જવાનું છે તો તમે ઓફિસે જતાં પહેલાં આપણે હોસ્પિટલ જવાનું છે તમે જલ્દી તૈયાર થઈ જાવ હું નાસ્તો રેડી કરું છું. હવે છોડો મને, ચાલો જવાદો….”
આજ્ઞનેય આજ્ઞા ને નીચે મૂકે છે અને તેનાં કપાળ પર એક ચુંબન કરે છે
આજ્ઞનેય : “આઈ લવ યુ જાન”
આજ્ઞા : “આઈ લવ યુ ટુ…… અને તે બહાર જતી રહે છે…..”
એ દિવસે સાસુ, સસરા,આજ્ઞનેય બધાં ખુબજ ખુશ હતાં. નાનકડો આરવ આ વાત સમજી નહોતો શક્યો અને છતાંય બધાંની ખુશીમાં તે સમજ્યા વગરની ખુશી માં ઝુમી રહ્યો હતો…….
ઘણાં દિવસો પછી…..
આજ્ઞનેય તમે આ કેવી વાત કરી રહ્યાં છો?…. ( તે આ પૂનમ ની રાત નો આગલો દિવસ હતો)
આ જમાનામાં દીકરો દીકરી હોતું હશે મારાં ગર્ભમાં ભલે દીકરી હોય એણે તરછોડવાનો તમને કોઈ અધિકાર નથી હું અબોર્શન નહીં કરાવું… અને ગર્ભપરીક્ષણ તમે ક્યારે કરાવ્યું? મેં તો ક્યારેય આવી સહમતી નહોતી દર્શાવી. અને તે એક બાજુ હટી જાય છે
આજ્ઞનેય તું આવું કેમ બોલે છે? હું તો આપણા ભલા માટે જ કહું છું. તું તો જાણે છે આપણો આરવ જન્મથી અપંગ છે પહેલી પ્રેગનેંસી ને કારણે આપણે કોઈ તપાસ નહોતી કરાવી અને અત્યારે ગર્ભ જોવડાવ્યું એમાં શું ખોટું કર્યું? અને ત્યારે તો ખબર પડી કે છોકરી છે.
આજ્ઞા : “શું આજ્ઞનેય છોકરી.. છોકરી કરો છો એ પણ તામારું ને મારું સંતાન જ છે ને અને તમારી આંખો પર પટ્ટી બાંધી છે કે શું આવા ટેક્નિકલ યુગ માં પણ તમે આવી વિચારધારા ઓ રાખો છો અને આરવ અપંગ છે તો શું થયું એતો ઈલાજ કરાવતા સારો પણ થઈ જશે”
આજ્ઞનેય : “તું ગમે તે કહે મને કોઈ ફરક નહીં પડે. જે છે તે એમનેમ જ રહેશે. મને દીકરો જ જોઈએ છે જે મારાં બાપ દાદાનાં ઊભાં કરેલાં બિઝનેનેસ ને આગળ વધારી શકે અને કામિયાબ થઈ ને મારાં સપનાઓ પુરાં કરી શકે તેવો દીકરો જોઈએ છે ના કે એક છોકરી.અને કહે છે “કાલે સવારે આપણે એબોર્શન માટે જવાનું છે..” બસ… મારે બીજી કોઈ મગજમારી ન જોઈએ આટલું કહીને ત્યાંથી નીકળી જાય છે.
આજ્ઞા : “પણ આજ્ઞનેય મારી…………
આજ્ઞનેય પાછળ ફર્યાં વગર ઘરની બહાર નીકળી ગયો હતો
આમ વિચારતા વિચારતા ક્યારે એ કુશનની કિનારી ભીની થઈ ગઈ હતી તેની આજ્ઞાને જાણ પણ નહોતી….. બાજુમાં આજ્ઞનેય તરફ પડખું ફરી ને જોયું તો આજ્ઞનેય અવળી બાજું પડખું ફરી ને ઊંઘતો હતો જેને દીકરી માટે બિલકુલ સંવેદના જ નથી તેની પાસે ઊંઘ ન આવવાનું કારણ ક્યાંથી હોય. ઊંઘ તો આજ્ઞા ની હરામ થઈ ગઈ હતી. આખરે તે તો મમતા ભરી માં હતી ને……
આપણા સમાજ માં હજું પણ આવી અણસમજ ધરાવનારા ઓછા નથી એટલે જ ભગવાન પણ સમજી ગયો છે અને ભગવાન પહેલાં ખોળે ભાગ્યે જ કોઈ ને દીકરો આપે છે બધાંની વિચારધારાઓ હવે ખુબજ હલકી બની ગઈ છે . દરેકનું કહેવું છે દીકરો તો જોઈએ જ અને જો પહેલી પ્રેગનેંસી વખતે સંતાન દીકરો હોય તો આજકલ બીજી પ્રેગનેંસી રાખતાં પણ અચકાય છે શું તમારી માતા કોઈની દીકરી નથી?શું તમારી બહેન પણ એક દીકરી નથી? તમારી પત્ની પણ કોઈ મા બાપની દીકરી જ છે ને તો પછી એ કેમ ભૂલી જાવ છો તમારે પણ પેઢી માત્ર એક દીકરાથી નહીં વધે તેને પણ કોઈની દીકરી સાથે પરણાવવો પડશે. આવશે એ પણ કોઈના ઘરની દીકરી જ હશે ને તમને મા, બહેન, પત્ની તો ડગલે ને પગલે જોઈએ છે તો દીકરી કેમ નથી જોઈતી?
ઘણાં મહામંથન બાદ આખરે આજ્ઞાનું મગજ થાક્યું અને તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેની તેને કોઈ ખબર જ ના રહી સવારે તેની આંખો ખુલી તો જોયુંકે સવારનાં સાત વાગી ચુક્યા હતાં તેને ફાળ પડી આજે તો એ મનહુસ દિવસ હતો.
આખરે એ સમય આવીજ પહોંચ્યો જ્યાં ઑપરેશન પહેલાંની બધી ચકાસણી થઈ ગઈ હતી એક નાની એવી સોનોગ્રાફી કરવાની હતી આજ્ઞનેય પણ અત્યારે સોનોગ્રાફી રૂમમાં જ હતો.ડોકટરે જેવું ટ્રાન્સડ્યુસર આજ્ઞાનાં પેટ પર મૂક્યું કે સ્ક્રીન પર આકૃતિ દેખાવા લાગી ત્યારેજ એક અવાજ ગુંજતો આવ્યો મમ્મી……. પપ્પા……..બધાં આસપાસ જોવાં લાગ્યાં જયારે ડોકટરે ટ્રાન્સડ્યુસર હટાવ્યું તો અવાજ આવતો બંધ થઈ ગયો એટલે ડોકટરે ફરી ટ્રાન્સડ્યુસર પેટ પર મૂક્યું.. ત્યારે ફરી અવાજ આવ્યો મા… મા.. તું આમ શાં માટે કરે છે? તું મને ના છોડ મને જીવવા દેને….. ત્યારે બધાં ને સમજ પડી કે અવાજ આજ્ઞા નાં ગર્ભ માંથી આવી રહ્યો હતો… પપ્પા હું તમને ને મમ્મી ને જોઇ શકું છું… પપ્પા મેં કાલે તમારી વાત સાંભળી હતી પપ્પા તમે મને કેમ નથી ચાહતા મને જીવવું છે. આ ધબકતે હૈયે શ્વાસ ભરવા છે મને દુનિયા જોવી છે. મમ્મી તું કેને પપ્પા ને સમજાવ ને મને બહાર આવવાં દે… મારો શું વાંક છે? મેં શું ગુનો કર્યોં છે? તો તમે મને આટલી નકારો છો… હું તો અણગણત લક્ષ્મી બની ને તમારી પાસે આવવાં માંગુ છું. મને બહાર આવવાં દોને હું પણ ભાઈની જેમ જ તમને ચાહીશ. જયારે તમે થાક્યાં પાક્યાં ઓફિસે થી ઘરે આવશોને ત્યારે હું જ બારણે પાણી નો ગ્લાસ લઈ ને ઉભી રહીશ તમે ભલે મને મોંઘાદાટ રમકડાં નહીં અપાવતા બસ મારાં જેવી એક નાનકડી ઢીંગલી જ અપાવજો મારે તમારા સ્નેહભીના આંસુ લુછવાં છે… મમ્મીનાં એ મમતા ભર્યા ખોળામાં આળોટવું છે મારે તો તમારી લાડકવાયી બનવું છે હું જયારે મોટી થઈશને પપ્પા ત્યારે મારે નાના નાના હાથો તમારા વાળમાં હાથ પ્રસરાવા છે બસ મારે એકવાર મમ્મી પપ્પા તમારા પ્રેમ નાં હિંડોળે હિંચકવું છે ભલે મને તમારો બિઝનેસ નથી જોઈતો પણ જયારે તમે બિઝનેસનાં દાવોથી થાકી આવશોને ત્યારે તમારા હોઠો પર સ્મિત લાવવું છે. શું તમે એકવાર મારો ચહેરો જોવાં નથી માંગતા.હું મમ્મી સાથે તો આખો દિવસ સમય પસાર કરવો છે અને સાંજે તમે ઘરે આવશોને પપ્પા ત્યારે તમારી સાથે પાપા પગલી કરવી છે. હું યુવાન થઈશને ત્યારે કોઈ એવું કામ નહીં કરું કે જેથી તમારું આત્મસન્માન ઘવાય મારે તમારી રૂહ બનવું છે મમ્મી તારી આંખો નાં પલકારા પર બેસવું છે પપ્પા તમારા સુખ દુઃખનો સાથી બનવું છે હંમેશ તમારી આજ્ઞામાં જ રહીશ મને આમ ના તરછોડશો હું તો તમને કન્યાદાનનાં ઋણ માંથી મુક્ત કરવાં આવી છું એવું શું કરો છો? મને જન્મવા દો ને ……….અને હિબકા ભરતો અવાજ બંધ થઈ જાય છે……
ત્યાં રહેલ ડોક્ટર, નર્સ, અને આજ્ઞાની આંખો માં આટલી સંવેદના સાંભળીને આંસુ છલકાઈ જાય છે અને આજ્ઞનેયનાં તો પગ કાંપવા લાગે છે અને ત્યાંને ત્યાં જ ઢગલો થઈ જાય છે અને ધ્રુસકે ધ્રુસકે રડવાં લાગે છે અને કહે છે આ મારા થઈ શું થઈ ગયું હું આટલો નઠારો કેમ બની ગયો. મારી દીકરી આ તારા અધમૂઆ બાપને માફ કરી દે હું તો મારી જીંદગીનું અમી તરછોડવા જઈ રહ્યો હતો. એક માતા નું માતૃત્વ છીનવી રહ્યો હતો મને માફ કરી દે બેટા હું તને દરેક ખુશી આપવાં માંગુ છું.તને મારી દુનિયા બનાવી લઈશ….. નહીં… નહીં હું તને માંરા થી દૂર નહીં કરું તું તો મારી ઢીંગલી છે હું તને ઢીંગલી અપાવનાર પિતા બનવાં માંગુ છું મને માફ કરી દે…. અને આજ્ઞાની પણ માફી માંગે છે. આજ્ઞા પણ આજ્ઞનેયને ગળે વળગાડી લે છે….
આજ્ઞનેય : “મને માફ કરજો ડોક્ટર મારે આજ્ઞા નું ઑપરેશન નથી કરાવવું. મારે આ બાળકી જોઈએ છે.”
અને નવ મહિના બાદ આજ્ઞા એક તેજસ્વી રૂપ નો ખજાનો એવી લક્ષ્મીને જન્મ આપે છે બધાંની ખુશીનો પાર નથી રહેતો……
halfdream….. sapna