આરોહી પાંચ વર્ષની થઈ ત્યારે જ તે પોતાની માં ને ખોઇ બેઠી. તેના પિતાએ આરોહી ને તેની માતા ની ખોટ ન સાલે તેના માટે આરોહી ની માસી એટલે કે તે ની સાળી સાવિત્રી જોડે લગ્ન કરી લીધા. આમ આરોહીની માની ખોટ પૂરી કરવા માટે તેની માસીએ મા સંધ્યાની જગ્યા લીધી. સમય જતાં આરોહીની સોતેલી મા એટલે કે માસીએ બે સુંદર જોડિયા બાળકોને જન્મ આપ્યો. છોકરાઓને જન્મ આપતાની સાથે જ તે ધીમે ધીમે આરોહી ની માંથી ફરીથી તેની માસી બની ગઈ હવે ધીરે ધીરે આરોહી ની અવગણના પણ ચાલુ થઈ ગઈ. કદાચ આરોહી ની માસી તેને જન્મ આપનારી ન હતી પરંતુ બાપ વિજય તો સગો બાપ જ હતો ને પરંતુ તે પણ બે દીકરાઓ ના મોહમાં આંધળો થવા લાગ્યો. હવે તે પણ આરોહી નેતર છોડવા લાગ્યો હતો. આમ ધીમે ધીમે આરોહી પ્રત્યે ની અવગણના હવે ઝઘડાઓમાં પરિણામો વા લાગી હતી. આરોહીને ઘરમાં સાચવવી પડે તેટલા માટે તેની માસી સાવિત્રી અને પિતા વિજયે આરોહી ને તેના નાના-નાની પાસે ગામડે મૂકી આવવાનો નક્કી કર્યું. આરોહી ની પાંચમા ધોરણની વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થાય તેટલી જ વાર હતી. સમયને પણ જતા ક્યાં વાર લાગે છે છેલ્લે આરોહી ની વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઈ. સાવિત્રી મનમાં ને મનમાં ખૂબ જ હરખાવા લાગી કે આખરે થોડા જ સમયમાં આરોહી નામનો કાંટો તેમના જીવનમાંથી સદાયને માટે દૂર થઈ જશે.
આમ તો આરોહી 12 વર્ષની થઈ ગઈ હતી એટલે તેને થોડી થોડી સમજ પણ પડતી હતી કે ઘરમાં તેની સોતેલી માં અને સગા બાપ વચ્ચે રોજબરોજ તેના કારણે ઝઘડા થતા હતા.દરેક વાતનો મૂળ આરોહીને જ બતાવવામાં આવતું હતું. આથી આરોહી પણ કંટાળી હતી અને આવી સ્વાર્થી દુનિયાથી દૂર જવા માટે તેણે મન મક્કમ કરી લીધું અને તેનો સામાન તે ભરવા લાગી બધો સામાન તે કબાટ માંથી કાઢીને એક બેગમાં ભરી રહી હતી ત્યારે તેને કંઈક નીચે પડવાનો અવાજ આવ્યો. તેણે પાછળ ફરીને જોયું તો તેના જૂના ડ્રેસ વચ્ચેથી એક પરબિડીયું બહાર પડ્યું. આ પરબીડિયા વિશે તેને પણ કોઈ જાતની ખબર હતી નહીં તેણે તે પરબીડિયુ ઉઠાવ્યું અને અંદરથી કાગળ કાઢ્યો. આ કાગળ જોતાની સાથે જ તે ભાવુક બની ગઈ કારણ કે તે તેની મા સંધ્યાનો હતો. તેણે કાગળ વાંચવાનું ચાલુ કર્યું. તેમાં લખ્યું હતું કે,
મારી વહાલી દીકરી આરોહી,
હું જાણું છું કે આ વાત આગળ જ્યારે તું વાંચી હશે ત્યારે તું ઘણી મોટી અને સમજદાર થઈ ગઈ હશે અને તે સમયે હું તારી સાથે નહીં હોય પરંતુ હંમેશા તારા મન અને તારી યાદોમાં સદાય તારી સાથે રહીશ. હંમેશા યાદ રાખજે કે નસીબ આપણી હાથની લકીરો માં છુપાયેલો હોય છે તે જાતે નથી જાગતુ તેને જગાડવા માટે મહેનત કરવી પડે છે અને સાથે સાથે ઘણા કષ્ટો પણ સહેવા પડે છે. કદાચ લોકો તારા હાથમાંથી છીનવી લેશે પરંતુ તારી હાથની લકીરો કોઈ છીનવી નહીં શકે. આ આ જીવનમાં હું તને વધારે તો નથી આપી શકવાની પરંતુ આટલી શીખ જરૂરથી આપવા માંગું છું. એટલા માટે જ આ કાગળ મેં મારા મૃત્યુના પહેલા લખ્યો હતો. કેન્સર જેવી બીમારી સામે તો હું ન લડી શકી. પરંતુ મારા વગર તારે આ જીવનના સફરમાં લડવાની એક શીખ જરૂર આપું છું. મારો પ્રેમ સદાય તારી સાથે રહેશે. મારી વહાલી દીકરી મારી વાત જરુરથી સમજ છે એવી હું આશા રાખું છું.
લી. તારી મમ્મી સંધ્યા
પત્ર વાંચતા ની સાથે જ આરોહીની આંખો ભરાઈ આવે છે એટલી વારમાં બહારથી તેની સોતેલીમાં એટલે કે તેની માસીનો અવાજ આવે છે. ” આરોહી જલ્દી કર હમણાં જ તને ગાડી લેવા માટે આવતી હશે ઉતાવળ રાખ. “
આરોહી ફટાફટ પોતાનો સામાન બેગમાં ભરે છે. તે તેની માતાની યાદ થી ભરેલા પોતાના ઘરને આમતેમ જોઇ રહી હતી એટલે જ વારમાં ગાડી તેને લેવા માટે આવી ગઈ તેનો પિતા વિજય તેને મૂકવા માટે જવાનો હતો એટલે વિજય બહારથી જ આરોહી ને બૂમ પાડે છે અને આરોહી પણ ચૂપચાપ કંઈ પણ બોલ્યા વગર ગાડીમાં બેસી જાય છે. આ સફર દરમિયાન તે ચુપચાપ જ બેસી રહે છે.વિજય વચ્ચે વચ્ચે તેને કંઈ કહેતો રહે છે પરંતુ આરોહીનું મન કોઈ જવાબ આપવા તૈયાર થતું નથી.પાંચ કલાકના સફર બાદ આરોહી નાના નાનીનું ઘર આવી જાય છે અને વિજય તેને બહારથી જ છોડીને જતો રહે છે.
આરોહી ના ઘર છોડ્યા પછી સાવિત્રી, વિજય કે તેના નાના ભાઈઓ કોઈ તેને મળવા પણ આવતા નથી અને કોઈ ફોનમાં પણ હાલ ચાલ પૂછતા નથી. હવે આરોગી પણ સ્વાર્થી લોકો ને ભૂલીને પોતાની જિંદગી આગળ ધપાવે છે. તેને પોતાની માતાની શીખ સિવાય બીજું કંઈ યાદ રહેતું નથી.
આરોહી ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાને કારણે તે આજે ભણી-ગણીને મોટી ડોક્ટર બની ગઈ. ડોક્ટર બનવા પાછળનું કારણ તેનું કોઈ સગા સંબંધી નહીં પરંતુ તેને ભણવાની લગનીથી મળેલી સ્કોલરશીપ અને તેના નાના નાનીનો થોડો ઘણો સાથ. આરોહી ના તેના નાના નાનીના ઘરે રહેવા આવ્યા પછી તેનો ખર્ચો પાણી વિજય એક બે વર્ષ સુધી મોકલતો રહ્યો પરંતુ ધીમે-ધીમે તે બંધ થવા લાગ્યો અને એકવાર બહાના બનીને બિલકુલ બંધ થઈ ગયો. આરોહી એ તેના કર્મો અને તેની મહેનતથી તેના નસીબ ને જગાડ્યું અને સરકારી લોન લઈને તેણે તેની માતા સંધ્યાના નામે હોસ્પીટલ ખોલી. આટલી સફળતા મેળવતા મેળવતા તેના જીવનના 25 વર્ષ બાદ થઈ ગયા હતાં. આખરે ધીમે ધીમે તે પોતાની મમ્મીની શીખની રાહે ચાલતા તે પોતાના પગ પર ઊભી થઈ ગઈ. હવે બે માણસોમાં તેનું પણ નામ લેવામાં આવતું હતું.
આખરે 25 વર્ષ પછી તેના પિતા વિજયનો ફોન તેની હોસ્પિટલના ફોન પર આવ્યો. અવાજ ખૂબ જ ગળગળો અને રડમસ હિબકા ભરેલો હતો. હેલ્લો બેટા વિજય તારો પિતા બોલું છું.” બેટા કેમ છો? આજે હું સ્વાર્થી બાપ બનીને તારી પાસે એક વિનંતી કરવા માટે મજબૂર બન્યો છું 25 વર્ષ પહેલા મેં તને જે સંતાનો માટે તરછોડી હતી તે જ સંતાનોએ આજે તેમના મા-બાપ ને તરછોડી દીધા છે. મિલકતના ઝઘડા વચ્ચે બંને પોતપોતાનો પરિવાર લઈને આ ઉંમરે અમને એકલા છોડીને જતાં રહ્યા છે….. હજુ વિજય કંઈ આગળ બોલે તે પહેલા જો સાવિત્રી વિજયના હાથમાંથી ફોન લઈ લે છે અને કહેવા લાગી કે, “હેલ્લો બેટા હું સાવિત્રી બોલું છું મને માફ કરી દે બેટા હું તારી માં તો ન બની શકી પરંતુ માસી પણ ન બની શકી.આજે મને કોઈને તરછોડવાનું શું પરિણામ આવે તેનું ભાન થયું છે. બેટા બની શકે તો હવે અમને બંનેને માફ કરી દે અને હવે અમે બંને એકલા જ છીએ અમારો સહારો કોઈ રહ્યું નથી.
ત્યારે આરોહીએ સામેથી વાત કાપતાં કહ્યું, ” માસી ને હવે મારે પણ નીકળી શકાય તેમ નથી. હું પણ હોસ્પિટલમાં ખુબજ વ્યસ્ત છું. હવે તો ખુદના માટે પણ બહુ જ ઓછો સમય મળે છે. ક્યારેક નવરા હોય તો આવજો હોસ્પિટલની મુલાકાત લેવા. ” આટલું કહીને આરોહી ફોન કટ કરી નાખે છે.
halfdream….. sapna