સોળે શણગાર , લાલ ચુંદડી માથા પર , લાલ રંગનું પવિત્ર લગ્ન બંધનનું એકમાત્ર પવિત્ર સાક્ષી પાનેતર, સાત જન્મનો બંધન દર્શાવતો લાલ અને સફેદ રંગનો ચૂડલો, સૌભાગ્યવતી નું નિશાન એવું ચૂડામણિ, આપે શોધતા ચાંદ જેવો મસ્તક પર સજેલો ટીકો, અત્તરની સુગંધ કરતાં પણ વધારે અંગો અંગ અંગને મહેકાવતા નવ રત્નો જડિત દાગીનાઓ એમ દરેક શૃંગારથી સજી-ધજીને અરીસાની સામે બેઠેલી નંદિની ખુદને એક ટીશ નજરે જોઈ રહી હતી. હદયમાં ઉછળતા તરંગો તે રોકી શકી નહી અને તેની બંને આંખોમાંથી અશ્રુઓની ધારાઓ વહેવા લાગી. આ અશ્રુઓ લગ્ન કરીને બીજા ઘરે વિદાય લેવાના તો હતા જ સાથે સાથે એક બીજી વ્યવસ્થા પણ હતી. નંદિની વધારે દુઃખી એટલા માટે હતી કે તે ગૌરવ સાથે લગ્ન કરવા માંગતી ન હતી.
નંદિની નાનપણથી જ માતૃત્વના છાયાથી વંછીત એકલા તેના પિતાજી ના હાથે મોટી થઈ. હતી તે તેના પિતાનું એકમાત્ર સંતાન હતી. નંદિની ના પિતા રાજકારણી હતા. અને તે નંદીની ના લગ્ન તેનાંજ એક રાજકારણી અધ્યક્ષના દીકરા ગૌરવ સાથે કરવા માંગતા હતાં. નંદિની ની કોઈ પણ મંજૂરી વગર તેમણે નંદીનીના લગ્ન નક્કી કરી દીધા હતાં. નંદિની જાણતી હતી કે ગૌરવ સાથે તેનું કોઇ ભવિષ્ય નથી નંદિની ગ્રૅજ્યુએટ છોકરી હતી અને જ્યારે ગૌરવ આઠ ચોપડી ફેઈલ. માત્ર બાપાના પૈસાથી લીલા લહેર અને ગુંડાગર્દી કરવાવાળો ધરતી પરનો માત્ર બોજ. માત્ર પૈસા અને પાવર ના કારણે તેના ગૌરવ સાથે લગ્ન થઈ રહ્યા હતાં.
આજે તે નંદિની તેની માતાને ખૂબ જ યાદ કરી રહી હતી. સોળે શણગાર સજેલી તે તેના રૂમમાં રાખેલા તેની માતાના ફોટા ની નજીક જાય છે. અને રડતા રડતા મનમાં બે શબ્દો બોલે છે.
” મા આજે તું હયાત હોત ને તો તું પપ્પાને સારી રીતે સમજાવી શકી હોત. તું મારા મનની વાત સારી રીતે સમજે છે. હું એવું કોઈ પગલું ભરવા નથી માંગતી કે જેથી મારા પપ્પાનું માથું હંમેશા માટે નીચું થઈ જાય પરંતુ આ મારા ભવિષ્ય નો સવાલ છે તેમ છતાં હું કઈ પણ કરી શકું તેમ નથી . કારણકે હું જાણું છું કે મારી કોઈ પણ વાતની અસર પપ્પા પર થશે નહીં. મેં એમને ઘણા મનાવ્યા હતા પરંતુ તેઓ સત્તાની લાલચમાં એટલા બધા આંધળા થઈ ગયા છે કે તે તેમની એકની એક દીકરી ની બલી ચઢાવવા પણ તત્પર થઈ ગયા છે. મા મારી પાસે હવે માત્ર એક જ રસ્તો છે. કે હું પણ સદાયને માટે તારી પાસે આવી જાવ.”
આટલી વાત તેની માતાની ફોટા સામે કહીને તે તેની નજીકમાં રહેલા ટેબલ પડેલી પોતાની ડાયરી અને પેન ઉઠાવે છે અને ડાયરીના પેજ માં લખવાનું ચાલુ કરે છે.
ડિઅર પાપા,
હું મારી આ હાલત માટે કોઈને પણ દોષી ઠરાવવા માંગતી નથી. મેઘા તમને ઘણા સમજાવ્યા પરંતુ તમે માન્યા જ નહીં. હું આ લગ્ન કરવા માંગતી નથી. આ લગ્ન પછી મારું ભવિષ્ય કેવું હશે તે હું પણ જાણું છું અને તમે પણ સારી રીતે જાણો છો પરંતુ તે અત્યારે તમારા હૃદય પર સત્તાની લાલચે કબજો કરી લીધો છે. જેના કારણે તમને બીજું કંઈ સૂઝતું જ નથી. પરંતુ આમાં દોષ તમારો નથી દોસ્ત મારા નસીબનો છે. કદાચ મારા નસીબમાં જ આવું પગલું ભરવાનું લખ્યું હશે. તમે પણ એકલા હાથે મને મોટી કરી અને મને ભણાવી ગણાવીને ખૂબ જ કા મેલ કરી પરંતુ તમે મારો જીવનસાથી શોધવામાં ચૂંક કરી ગયા. આવું પગલું મારે લગ્ન કર્યા પછી ભરવું પડે એના કરતા હું કુવારી જ મારા મમ્મીના ખોળામાં હંમેશાં એ માટે સુવા જઈ રહી છું.
તમારી વહાલી દીકરી
નંદિની
આટલું લખીને નંદની ડાયરી અને પેન ત્યાં ટેબલ પર જ ખુલ્લા છોડી દે છે અને નંદિની તેના હાથની મુઠ્ઠી ખોલે છે. જેમાં પોઈઝન ની બોટલ હતી અને તે એકી સાથે આખી બોટલ પોતાના ગળામાં થમાવી દે છે. થોડીવાર બાદ જાન દ્વારે આવે છે અને કેટલીક છોકરીઓ અને સ્ત્રીઓ નંદિનીને લેવા માટે તેના રૂમ તરફ આવે છે. પરંતુ રૂમ નો નજારો જોઇને સહુ કોઈની આંખો ફાટી ને ફાટી રહી જાય છે…….
halfdream….. sapna