દુર્ગા શક્તિ નમસ્તુતે
Share:FacebookX

દુર્ગા શક્તિ નમસ્તુતે

           જયંતિ મઁગલા કાલી ભદ્રકાળી કપાલીની
દુર્ગાક્ષમાશિવાધાત્રીસ્વાહાસ્વધાનમોસ્તુતે

          માં દુર્ગા ખુદ શક્તિ સ્વરૂપા છે. તેના અનેકવિધ સ્વરૂપો છે. ક્યારેક શીતળ રૂપ તો ક્યારેક ઉગ્ર રૂપ મા શક્તિ સ્વરૂપા દુર્ગા સમય સમય પ્રમાણે પોતાનું રૂપ ધારણ કરે છે. આસો મહિનાની આ નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપોની પૂજા થાય છે. દરેક દિવસે માતાના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તે સિવાય માતાના તાંત્રિક સ્વરૂપો પણ છે. જેની પૂજા તાંત્રિકો પોતાની તાંત્રિક સિદ્ધિઓ મેળવવા માટે કરે છે. આજે હું એ માતાના તાંત્રિક સ્વરૂપોની એક ઝલક અહીં મારી વાત સ્વરૂપે પ્રસ્તુત કરું છું. માં આદ્યશક્તિ  જગદંબાના 10 તાંત્રિક સ્વરૂપ છે.

       10 તાંત્રિક સ્વરૂપમાં પહેલું સ્વરૂપ માં મહાકાળીનું છે. આ એક માતાનો ઉગ્ર સ્વરૂપ છે જે મૃત્યુ, કાળ અને પરિવર્તનની દેવી તરીકે ઓળખાય છે.

   માતાનું બીજું તાંત્રિક સ્વરૂપ માં તારાનું છે. આ સ્વરૂપ સમગ્ર સૃષ્ટિનો ઉર્જા સ્ત્રોત છે સ્વયમ સૂર્યદેવનો ઉર્જા સ્ત્રોત પણ મા તારા છે.

      માં શક્તિનું ત્રીજું તાંત્રિક સ્વરૂપ માં લલિતા છે. જે રૂપની દેવી તો છે અને સાથે તાંત્રિકોની પણ શક્તિ છે આ માતા લલિતાનું આ સ્વરૂપ ત્રિપુરસુંદરી તરીકે પણ ઓળખાય છે.

      માં શક્તિનું ચોથું સ્વરૂપ માં ભુવનેશ્વરી છે. માતાના આ સ્વરૂપથી જ સંસારનો જન્મ થાય છે અને અંતમાં તેમાં જ મળી જાય છે.

     માં શક્તિ નું પાંચમું સ્વરૂપ માં ભૈરવી છે. જે કાળભૈરવની શક્તિ સ્વરૂપા છે.

      માં દુર્ગા શક્તિનું છઠ્ઠું સ્વરૂપ માં છિન્નમસ્તા છે. જે પોતાનું  મુખ હાથમાં રાખે છે આ માતાનું ચંડિકા સ્વરૂપ છે.

        મા દુર્ગાનું સાતમુ તાંત્રિક સ્વરૂપ માં ધુમાવતી નું છે. માં ધુમાવતી વિધવા નું સ્વરૂપ છે. જે હંમેશા શ્વેત વસ્ત્રો જ ધારણ કરે છે.

       માતાનું આઠમું સ્વરૂપ બગલામુખી છે જેને પીતાંબરા તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાનો આ સ્વરૂપ સમગ્ર સૃષ્ટિની  શક્તિનું સ્વરૂપ છે. સમગ્ર સૃષ્ટિની શક્તિ માતાના આ સ્વરૂપમાં સમાયેલી છે.

      માં જગદંબાનું નવમો તાંત્રિક શક્તિ સ્વરૂપ માતા માતંગીનું છે. માં માતંગી એ તાંત્રિકોની સરસ્વતી છે.

     જગતજનની માં જગદંબાનું દસમો તાંત્રિક સ્વરૂપ માં કમલાત્મિકા છે. માં કમલ આત્મિકા એટલે કે મા કમલા એ તાંત્રિકોની લક્ષ્મી સ્વરૂપા છે.

      માં જગતજનની આદ્યશક્તિ જગદંબાના તો અનેકવિધરૂપો છે. આ પૃથ્વી પર માતા દરેક કણ કણમાં વસે છે. આજે શરૂ થતા મા શક્તિના ગરબાની સહુ કોઈને ખૂબ ખૂબ શુભેચ્છા. હેપ્પી નવરાત્રી.

halfdream…..sapna

Share:FacebookX
Sapana Kathiriya

Instagram

Instagram has returned empty data. Please authorize your Instagram account in the plugin settings .

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.