શબ્દોમાં મીઠાશ અને આંખોમાં ઉજાસ લાગે છે
તો પણ ન જાણે કેવા ઘા વાગે છે
આપવા બેસો સુખ સદાય…..
તેમ છતાં અંતર ઉદાસ લાગે છે
શું કહું ન જાણે કેવા ઘા વાગે છે
આંખોમાં પાણી તોય અંતરને ઉજાણી
બોલવાનું થોડું અઘરું લાગે છે
શું કહું ન જાણે કેવા ઘા વાગે છે
કહેલી કોઈ સંત વાણીને
ખાલી કરેલી મસ્તી લાગે છે
શું કહું ન જાણે કેવા ઘા વાગે છે
ઉદાસીથી ડૂબેલા આ મનને
શાંત રાખવું થોડું બક્વાસ લાગે છે
શું કહું ન જાણે કેવા ઘા વાગે છે
halfdream….. sapna