મે પૂછ્યું ચાંદ ને
છે કોઈ એવું
હોયતો જણાવને
આ મનને સમજાવી શકે તેવું
બનાવીદે મુમતાજ મને એની
બને શાહજહાં એ મારો
કહ્યું મેં ચાંદને
થઈ જાય અમર એવી
કવિતા બનાવને
મુમતાજનો પ્રેમ એવો
તાજમહેલ બનાવને
પૂછ્યું જરા લત્તાઓને
છે કોઈ પાન
જે મને ફૂલ બનાવીલે એવું
છે કોઈ મન એવું
બનીને ભમરો ચૂસી લે રંગોને મારા
છીપે તૃષ્ણા મારી
એવો જામ બનાવે એવું
પૂછ્યું ઓલી ચાંદનીને
છે કોઈ ચમન એવું
જાગતાને પણ સપના જેવું
જવાબ મળ્યો એવો
હા છેને કોઈ તારા સપના સજાવે એવું
halfdream….. sapna