પોતપોતાના કાર્યોમાં
સહુ કોઈ સઘળા લાગી ગયા
પણ ન લાગ્યું
બસ એક મન
રહેવું ચાર ઘડી આ જીવનમાં
તો શાને ડરે છે ચમન
હસતાં હસતાં જજે
તું કફનમાં
જે છે તૂટી ગઈ
એ ડોર નો શું મલાલ કરે
જે હાથમાં છે
તેને કેમ નાં તું સવાલ કરે
મનના પગ તો બહુ ચાલે
ભવ આંખો ક્ષણમાં મહાળે
તો જૂની યાદોમાં
શાને સવારથી સાંજ ફાલે
માન્યું છે આ જીવન રૂઠેલું
કેમ મનનાં અવાજને
રોકી પછાડીને
બેહાલ કરે
મળી જશે જીવવાનું કોઈ બહાનું
તો ચાલ ઘડીભર
શોધી લઈએ
સરનામું કોઈના આવવાનું
halfdream….. sapna