આજે તો હું તેને નહીં છોડું. કેટલી વાર મેં તેને કહ્યું છે કે તારે રસ્તામાં કોઈની સાથે આવવા કે જવાનું નહીં માત્ર એકલા જ ચાલવાનું અને કોઈની સામે તો બિલકુલ જોવાનું જ નહીં. બહુ અભિમાન છે તેને તેના રૂપાળા ચહેરા પર આજે હું તેને જોઈ લઉં છું કે હવે તેને બીજો કોણ મળશે. એ મારી નહીં થાય તો હું તેને કોઈની થવા દઇશ પણ નહીં. હવે હું જોઈ લઉં છું. આવવા દે બસ હવે સ્કૂલ છુટવાની તૈયારીમાં છે. 15 મિનિટમાં મેડમ અહીંયા અને 15 મિનિટ પછી તેના ચહેરા ની હયાતી સદાય માટે મટી જશે.
એક હાથમાં દારૂની બોટલ અને બીજા હાથમાં એસિડની બોટલ લઈને ગામનો આવારા અને ગુંડાગર્દી કરવાવાળો ગામના ઠાકોરનો એકનો એક દીકરો સ્કૂલેથી આવતી જતી કે ગામડાની કોઈપણ પરણીત સ્ત્રી હોય કે કુંવારી છોકરીઓ હોય બસ ગામના પાદરે તેની જેવા બે-ચાર નઠારા છોકરાઓ સાથે બેસી ને છેડતી કર્યા કરતો. તે ગામના બ્રાહ્મણ દેવશર્મા ની દીકરી કિંજલ જે નવમા ધોરણમાં ગામની શાળામાં ભણતી હતી. કિંજલના એક તરફ આ પ્રેમમાં હતો જો કે એવું ના કહેવાય પરંતુ સાયકો લવર જરૂરથી કહી શકાય. તે હંમેશા કિંજલને સ્કુલેથી આવતા જતા હંમેશા તેના આવારા ગુંડા મિત્રો સાથે મળીને છેડતો રહેતો. ઘણીવાર તેની શાળાએ જઈને માસ્તરો અને ટીચરો ને પણ જાનહાનિની ધમકી આપી ચૂકેલ એટલે કોઈ તેની વિરુદ્ધ બોલી શકે તેમ હતું નહીં. અને ગામના ઠાકોર નો દીકરો હતો. અને બીજી વાત કે એક પ્રકારનો સાયકો હતો. પરંતુ તેના પિતાજી ગામના મોટા ઠાકોર અને ખૂબ જ ધનવાન એટલા માટે તેણે તેના દીકરાને પણ માથે ચડાવીને રાખ્યો હતો. આજે તે કિંજલ ની રાહ જોઈને તેના મિત્રો સાથે રસ્તામાં ઉભો હતો. ત્યારે તેણે દૂરથી કિંજલ અને આવતા જોઈ. તે હાથમાં એસિડની બોટલ લઈને તૈયાર જ ઉભો હતો. અને જેવી કિંજલ તેની બાજુમાંથી પસાર થઈ કે તેણે એસિડની બોટલ કિંજલ ના ચહેરા તરફ ઉગામી જેવો તે એસિડ ફેંકવા ગયો કે ત્યારે જ તેનો પગ એક પથ્થર સાથે અથડાયો અને તે પણ ખૂબ પીધેલ ની હાલતમાં હતો તેથી તેનો કાબૂ ખુદ પર રહ્યો નહીં અનિલ તેના હાથમાં રહેલી બોટલ તેનાજ ચેહરા અને શરીર પર ઢોળાઈ ગઈ….
halfdream…… sapna