છોડો યાર, એવું તો ચાલ્યાં કરે
જેવા કરો કામ તેવાં તો ભોગવ્યાં જ કરે
સાચાં તો સાચાં જ ઠરે
જીંદગીના તો છે પૈંડા બે
કયારેક આગળ તો,
કયારેક પાછળ ફરે
છોડો યાર, એવું તો ચાલ્યાં કરે
મળ્યું છે એ તો ક્યારેક ગુમાવવું પણ પડે
તો શું જીંદગી છોડી દેવાય
જીંદગીના તો છે પૈંડા બે
ક્યારેક સુખની રાહે તો,
ક્યારેક દુખની રાહે ફરે
છોડો યાર, એવું તો ચાલ્યાં કરે
halfdream……sapna