સીમાનાં લગ્ન થયાને 2વર્ષ થઈ ગયાં. હવે પરિવારમાં બધાં સભ્યોને દાદા, દાદી, નાના, નાની, ફઈ, ફુવા, કાકા, કાકી બનવાનાં અભરખાઓ વધવાં લાગ્યાં. પરિવારના લોકો સીમાને બાળક રાખવાં માટે ડાઇરેક્ટ નહીં પણ ઈન્ડાઇરેક્ટ કહેવા લાગ્યાં હતાં. સીમાએ આ વાત તેના પતિને જણાવી ત્યારે બંન્ને પતિ -પત્ની પ્રેગ્નેન્સી વિશે માર્ગદર્શન મેળવવાં માટે સારા અને પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ પાસે ગયાં. ત્યારે ડોક્ટરે સીમાને હોર્મોન્સ રિપોર્ટ્સ અને તેનાં પતિને સિમન એનાલેસિસ કરાવવાની સલાહ આપી.
સાંજે પાંચેક વાગ્યે રિપોર્ટસ આવી ગયાં છે અને બંન્ને પતિ -પત્ની ને સાથે આવવાં માટે દવાખાનાં પરથી કોલ આવ્યો. બંન્ને મનમાં નાનકડા હર્ષ સાથે ક્લિનીક પહોંચ્યા. વારો આવ્યો એટલે ડોક્ટર ને મળવાં ગયાં. જ્યાં ડોક્ટરે રિપોર્ટ્સ જોઈને કહ્યું કે, “તમે ક્યારેય માબાપ નહીં બની શકો.”ત્યાર પછી બંન્નેનો ક્ષણભરનો હર્ષ ઉદાસીનતામાં ફેરવાઈ ગયો.
halfdream….. sapna